Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:26 - પવિત્ર બાઇબલ C.L.

26 તેથી તે આપણો ઉદ્ધાર કરે તે માટે ધીરજથી તેમની રાહ જોવી એ આપણે માટે ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 યહોવાના તારણની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની વાટ જોવી, એ સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે તેની રાહ જોવી તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:26
24 Iomraidhean Croise  

હે પ્રભુ, હું તો તમારા ઉદ્ધારની રાહ જોઉં છું!


તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.”


હે પ્રભુ, તમે મારો ઉદ્ધાર કરો એવી આશા રાખું છું અને તમારી આજ્ઞાઓ પાળું છું.


હે પ્રભુ, હું તમારા ઉદ્ધારની અભિલાષા રાખું છું; તમારો નિયમ મારો આનંદ છે.


હું પ્રભુની પ્રતીક્ષા કરું છું, મારો પ્રાણ પ્રતીક્ષા કરે છે; હું તેમનું વચન પૂર્ણ થવાની આશા રાખું છું.


પ્રભુની પ્રતીક્ષા કર, તેમણે ચીંધેલા માર્ગે ચાલ. વચનના પ્રદેશનો વારસ બનાવી તે તને ઉન્‍નતિ બક્ષશે, અને તું દુષ્ટોનો ઉચ્છેદ જોશે.


પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ.


હે ઈશ્વર, તમારા એ કાર્યને લીધે હું તમારી આભારસ્તુતિ કરીશ, અને તમારા સંતોની સંમુખ તમારા નામની શ્રેષ્ઠતા પ્રસિદ્ધ કરીશ.


હું તમને આનંદપૂર્વક બલિદાનો ચડાવીશ; હે પ્રભુ, હું તમારા નામની આભારસ્તુતિ કરીશ, કારણ, તમે ભલા છો.


એકલા તે જ મારા સંરક્ષક ખડક અને મારા ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.


પરંતુ ઈશ્વરની સમીપ રહેવામાં જ મારું કલ્યાણ છે; હે પ્રભુ પરમેશ્વર, હું તો તમારે શરણે આવ્યો છું, જેથી હું તમારાં સર્વ અજાયબ કાર્યો પ્રગટ કરું.


હે પ્રભુ, તમારી આભારસ્તુતિ કરવી, અને હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામનાં ગુણગાન ગાવાં તે ઉત્તમ છે.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


આ ઇજિપ્તીઓને તમે ફરી કદી જોશો નહિ. પ્રભુ પોતે તમારે માટે યુદ્ધ કરશે; તમારે તો માત્ર શાંત રહેવાનું છે.”


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ લોકોને કહે છે, “પાછા ફરો અને સ્વસ્થ રહો તો તમે સલામત રહેશો. શાંત રહો અને વિશ્વાસ રાખો તો તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.” પણ તમે તેમ કરવા ઈન્કાર કર્યો છે.


ઇજિપ્તની મદદ નકામી છે. એ માટે તો મેં ઇજિપ્તનું નામ ‘નિષ્ક્રિય રાહાબ’ પાડયું છે.


તારે તેને આમ કહેવું, ‘સાવધ રહે, શાંત થા અને બીશ નહિ. અરામનો રાજા રસીન અને રમાલ્યાનો પુત્ર પેકા તો બે ધૂમાતા ઠૂંઠા જેવા છે. તેમના ધૂંધવાતા ક્રોધથી મનમાં હતાશ થઈ જઈશ નહિ.


શું બીજી પ્રજાઓની નકામી મૂર્તિઓ વર્ષા લાવી શકે? શું આકાશ પોતાની મેળે ઝાપટાં વરસાવી શકે? હે પ્રભુ, એકલા તમે જ એ કરો છો. હે અમારા ઈશ્વર, અમે તમારા પર જ આશા રાખીએ છીએ, કારણ, તમે જ આ બધું કરી શકો છો.”


એવી ધીરજ ધરવામાં યુવાવસ્થા દરમ્યાન શિક્ષણની ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.


નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.”


એ તો હું તમારાથી અલગ પડી જાઉં અને તમે તેમના પ્રત્યે ખૂબ ધ્યાન રાખતા થાઓ તે માટે એમ કરે છે. હું તો એવું ઇચ્છું છું કે હું તમારી સાથે ન હોઉં ત્યારે પણ જો કોઈ તમારું સારા ઈરાદાથી ધ્યાન રાખે તો કેવું સારું!


તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે.


કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ.


તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો.


Lean sinn:

Sanasan


Sanasan