Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પ્રભુ મારું સર્વસ્વ છે; તેમના પર મારી આશા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 મારો જીવ કહે છે કે, યહોવા મારો હિસ્સો છે, તેથી હું તેમના પર આશા રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 મારો જીવ કહે છે, “યહોવાહ મારો હિસ્સો છે;” તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે. તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:24
25 Iomraidhean Croise  

તેમણે પોતાનો ભરોસો ઈશ્વરમાં મૂકીને તેમને સહાયને માટે પ્રાર્થના કરી હતી. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને હાગ્રીઓ તથા તેમનાં મિત્ર રાજ્યો પર વિજય અપાવ્યો.


અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


પછી તો સર્વસમર્થ તારું સોનું બની રહેશે; તે જ તારું કિંમતી રૂપું બની જશે.


હે પ્રભુ, તમે મારે માટે વારસાના હિસ્સા જેવા છો; મેં કહ્યું છે તેમ હું તમારાં કથનોનું પાલન કરીશ.


હે ઇઝરાયલના લોક, પ્રભુ પર ભરોસો રાખો. કારણ, તેમનો પ્રેમ અવિચળ છે અને તે નિરંતર તમારો ઉદ્ધાર કરવા સમર્થ છે.


હે પ્રભુ, હું તમને પોકાર કરીને કહું છું કે, “તમે જ મારા આશ્રય છો, જીવંતજનોની આ દુનિયામાં તમે જ મારું સર્વસ્વ છો.”


પ્રભુ જ મારો પસંદ કરેલો વારસો અને પ્યાલો છે; અને મારો હિસ્સો નક્કી કરનાર પણ તમે જ છો.


હે પ્રભુ પર આશા રાખનારા લોકો, બળવાન બનો અને તમારા હૈયે હિંમત ધરો.


યાદ રાખો, પ્રભુની અમીદષ્ટિ તેમના ભક્તો પર અને તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓ પર છે.


“હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ; અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.”


“હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.”


“હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ! અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.”


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


હું નિરંતર તમારા પર આશા રાખીશ, અને હું તમારું સ્તવન અધિક્ધિક કરીશ.


મારું શરીર અને મારું મન નબળાં થતાં જશે, પરંતુ ઈશ્વર મારા દયના સમર્થ સંરક્ષક છે, અને તે જ મારો સાર્વકાલિક વારસો છે.


હે સેનાધિપતિ પ્રભુ, તમારા પર ભરોસો રાખનારને ધન્ય છે!


જ્યારે મારું અંતર ચિંતાગ્રસ્ત થઈ જાય છે, ત્યારે તમારું સાંત્વન મારા ચિત્તને પ્રસન્‍ન કરે છે.


યાકોબના હિસ્સા સમાન ઈશ્વર તેમના જેવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. ભાવિ દેશનિકાલ: વિલાપ અને પ્રાર્થના


યાકોબના હિસ્સે આવેલા ઈશ્વર એવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે!


છતાં એક વાતનો વિચાર મારામાં આશા જન્માવે છે.


પણ હું તો પ્રભુ તરફ તાકી રહીશ અને મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની વાટ જોઈશ. મારા ઈશ્વર મારું સાંભળશે.


યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.”


તેમને તેમના જાતભાઈઓની જેમ જમીન વારસામાં મળશે નહિ, તેમ તેઓ જમીનની માલિકી ધરાવશે નહિ. પ્રભુએ તેમને આપેલા વચન પ્રમાણે તો પ્રભુ પોતે જ તેમનો વારસો છે.


ઈસુને મરણમાંથી સજીવન કરનાર અને મહિમા આપનાર ઈશ્વર પર તમે તેમની મારફતે વિશ્વાસ મૂકો છો અને આમ તમારો વિશ્વાસ અને આશા ઈશ્વર પર છે.


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


Lean sinn:

Sanasan


Sanasan