8 પ્રભુએ સિયોનના કોટ તોડી પાડવાનું નક્કી કર્યું છે. તેનો સંપૂર્ણ નાશ કરવા તેમણે દોરી લંબાવીને તેનું માપ લીધું છે. મિનારા અને દીવાલો એક સાથે ખંડિયેર બન્યાં છે.
8 યહોવાએ સિયોનની દીકરીનો કોટ નષ્ટ કરવાનો નિશ્ચય કર્યો છે. તેમણે દોરી તાણી છે, તેમણે નાશ કરવાથી પોતાનો હાથ પાછો ખેંચ્યો નથી. તેમણે બુરજ તથા કોટને ખેદિત કર્યા છે; તેઓ એકત્ર ખિન્ન થાય છે.
8 યહોવાહે સિયોનની દીકરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. તેમણે માપવાની દોરી લંબાવી છે અને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. તેમણે બુરજ તથા દીવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એકસાથે ખિન્ન થાય છે.
8 તેણે સિયોનનગરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે, તેણે તેનુ માપ લીધું હતુ અને તેને તોડી પાડતાં થોભ્યો નહિ, તેણે કિલ્લાની અંદરની અને બહારની દીવાલોને તોડી પાડી. એક સાથે તે બધી નાશ થઇને પડી હતી.
પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.
મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ.
દર્શનની ખીણમાં આ દિવસ તો ઉત્પાત, પાયમાલી અને અંધાધૂંધીનો દિવસ છે, અને સર્વસમર્થ પરમેશ્વરે તે મોકલ્યો છે. આપણા નગરની દીવાલો તોડી પાડવામાં આવી છે અને મદદ માટેના પોકારોના પડઘા પર્વતોમાં પડે છે.
હું ન્યાયનો માપવાની દોરી તરીકે અને પ્રામાણિક્તાનો ઓળંબા તરીકે ઉપયોગ કરીશ.” તમારા આશ્રય જૂઠને કરાનું તોફાન ઘસડી જશે અને તમારા ઓથા અસત્ય પર પૂરનાં પાણી ફરી વળશે.
“તો હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરીશ તે સાંભળો: હું તેની વાડ કાઢી નાખીશ. અને તેની રક્ષણની દીવાલ તોડી પાડીશ એટલે જંગલી પ્રાણીઓ તેને ભેલાડી દેશે અને તેને ખૂંદી નાખશે.
પ્રભુએ તો છેવટે પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તેમણે જે કરવા ધાર્યું હતું તે કર્યું છે. ઘણા લાંબા સમય પહેલાં તેમણે આપેલી ચેતવણી પ્રમાણે તેમણે નિદર્યપણે આપણો નાશ કર્યો છે. આપણા દુશ્મનોને તેમણે વિજય પમાડયો છે અને આપણા પતન પર તેમને હરખાવા દીધા છે.