Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 દુશ્મનની માફક તેમણે પોતાના બળવાન હાથે પોતાનું ધનુષ્ય અમારા તરફ ખેંચ્યું છે. અમારા હર્ષાનંદસમા સૌને તેમણે મારી નાખ્યા છે. અહીં યરુશાલેમમાં તેમનો કોપાગ્નિ રેડાયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 શત્રુની જેમ યહોવાએ પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે, ને જાણે સામાવાળા હોય તેમ તે પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે, ને જે બધાં દેખાવમાં સુંદર હતાં, તેમનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં યહોવાએ પોતાનો કોપ અગ્નિની જેમ રેડ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અમને તેના દુશ્મનો સમજી તેણે અમારી વિરુદ્ધ ધનુષ્ય તાણ્યુ તે અમારી પર ત્રાટકવા પોતે જ તૈયાર થયો, ને સિયોનની બધી સોહામણી વ્યકિતઓનો તેણે સંહાર કર્યો, તેણે તેનો ક્રોધ અગ્નિની જેમ વરસાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:4
38 Iomraidhean Croise  

“જાઓ, મારે માટે અને ઇઝરાયલ અને યહૂદિયામાં હજુ બાકી રહેલા લોકો માટે પ્રભુને પૂછો. આ પુસ્તકના શિક્ષણ વિષે તપાસ કરો. આપણા પૂર્વજોએ પ્રભુનો સંદેશ માન્યો નથી અને આ પુસ્તકમાં આપેલી આજ્ઞાઓ પ્રમાણે કર્યું નથી, તેથી પ્રભુ આપણા પર અત્યંત કોપાયમાન થયા છે.”


તેમણે મારો નકાર કર્યો છે અને અન્ય દેવોને બલિદાન આપ્યાં છે અને તેથી તેમનાં કાર્યોથી મારો રોષ ભભૂકી ઊઠયો છે. યરુશાલેમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠયો છે, અને તે શમી જશે નહિ.


તેમણે મારી વિરુદ્ધ તેમનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત કર્યો છે, અને મને પોતાનો દુશ્મન ગણે છે.


સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.


દુષ્ટોએ પોતાની તલવારો તાણી છે, અને પોતાનાં ધનુષ્યો ખેંચ્યા છે; જેથી તેઓ પીડિતજનોને અને ગરીબોને મારી નાખે, અને સદાચારીઓનો સંહાર કરે.


તેમણે પોતાનાં ક્તિલ શસ્ત્રો ઉપાડયાં છે, અને પોતાનાં અગ્નિબાણો તાક્યાં છે.


તેથી તેમણે પોતાનો ઉગ્ર ક્રોધ વરસાવ્યો છે અને યુદ્ધની આફત ઉતારી છે. જ્વાળાઓ આપણને વીંટાઈ વળી, પણ આપણે સમજ્યા નહિ. આપણે આગમાં સળગી ગયા, પણ તેમાંથી કંઈ બોધપાઠ લીધો નહિ.


તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા.


મેં મારા ક્રોધમાં બધા લોકોને કચડી નાખ્યા અને તેમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા. મેં તેમનું રક્ત જમીન પર રેડી દીધું.”


મારો તંબૂ ઉજ્જડ બન્યો છે, અને તેનાં દોરડાં તોડી નાખવામાં આવ્યાં છે. મારાં બધાં સંતાનો મને છોડીને જતા રહ્યાં છે, અને તેમાંનું કોઈ રહ્યું નથી. મારો તંબૂ બાંધવા માટે અને પડદા લટકાવવા માટે કોઈ રહ્યું નથી.”


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


હું જાતે જ તારી વિરુદ્ધ મારા પૂરા બાહુબળથી, ક્રોધથી, ભારે કોપથી અને રોષથી લડીશ.


તમારા બધાં મિત્રરાજ્યો તમને ભૂલી ગયાં છે, તેઓ તમારી ખબર પણ પૂછતાં નથી. તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપને લીધે મેં તમને એ સજા કરી છે. મેં તમારા પર નિર્દય શત્રુની જેમ પ્રહાર કર્યો અને તમને આકરી સજા કરી છે.


કદાચ તેઓ પ્રભુને વિનંતી કરે અને પોતે પોતાનાં દુષ્ટ આચરણ તજે; કારણ, પ્રભુએ ઉચ્ચારેલ કોપ અને ક્રોધ બહુ મોટો છે.


હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.”


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


“તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી.


પ્રભુએ એક શત્રુની જેમ ઇઝરાયલનો નાશ કર્યો છે. તેમણે તેના કિલ્લાઓ અને મહેલોને ખંડિયેર કર્યા છે. તેમણે યહૂદિયાના લોક પર ભારે દુ:ખ મોકલ્યું છે.


અને તે મને આખો દિવસ ફટકાર્યા કરે છે.


આપણું ચળકતું સોનું કેવું ઝાંખું પડયું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! મંદિરના પથ્થરો રસ્તાઓ પર વેરવિખેર પડેલા છે.


પ્રભુએ પોતાનો ઉગ્ર કોપ પૂરેપૂરો ઉતાર્યો છે. સિયોનમાં તેમણે આગ લગાડી છે, જેનાથી તે બળીને ભસ્મીભૂત થયું છે.


તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું ક્રોધે ભરાઇને વાવાઝોડું, ધોધમાર વરસાદ અને કરા મોકલીશ અને તે ભીંતને પાડી નાખીશ.


મારો કોપ રેડી દઈને મારા બાહુબળથી અને મારી પૂરી તાક્તથી હું તમને લોકોમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ.


જેમ ચાંદી ભઠ્ઠીમાં પીગળી જાય છે તેમ તમને યરુશાલેમમાં પિગાળવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં પ્રભુએ તમારા પર ક્રોધાગ્નિ વરસાવ્યો છે.”


પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જે મજબૂત મંદિર માટે તેઓ ગર્વ લે છે, જે તેમની આંખોને પ્રિય છે અને જેની મુલાકાત માટે તેઓ ઝંખે છે તે હું તેમની પાસેથી લઈ જઈશ. હું તેમનાં પુત્રપુત્રીઓને પણ છીનવી લઈશ.


તેમણે એ દેશમાં હત્યાઓ કરી હતી અને મૂર્તિપૂજા દ્વારા તેને અશુધ બનાવ્યો હતો. માટે મેં મારો કોપ તેમના પર વરસાવ્યો.


“એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું.


દૂર રહેનારા રોગચાળાથી, પાસે રહેનારા તલવારથી અને જેઓ બચીને રહી જવા પામશે તેઓ દુષ્કાળથી માર્યા જશે. આ પ્રમાણે હું તેમના ઉપર મારો ક્રોધ શમાવીશ.


રણશિંગડું ફૂંક્ય છે, સૌને સાબદા કરવામાં આવે છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કારણ, મારો કોપ સમસ્ત સમુદાય પર એક્સરખો ઊતરવાનો છે.


હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો.


પ્રભુ પ્રતિસ્પર્ધીઓને સાંખી લેતા નથી. તે તેમના વિરોધીઓને સજા કરે છે અને તેમના રોષમાં તે તેમને બદલો વાળી આપે છે.


તે રોષે ભરાય ત્યારે કોણ બચી શકે? તે પોતાનો જ્વાળામય રોષ ઠાલવે છે, તેમની સમક્ષ ખડકોના ચૂરેચૂરા બોલી જાય છે.


મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે.


શમુએલે કહ્યું, “જ્યારે પ્રભુએ જ તારો ત્યાગ કર્યો છે અને તે તારા શત્રુ થઈ ગયા છે, તો પછી તેં મને શા માટે બોલાવ્યો?


Lean sinn:

Sanasan


Sanasan