Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:20 - પવિત્ર બાઇબલ C.L.

20 હે પ્રભુ, જરા જુઓ તો ખરા કે તમે કોને આવું દુ:ખ દઈ રહ્યા છો? સ્ત્રીઓ પોતાનાં પ્રિય બાળકોનું માંસ ખાય છે. યજ્ઞકારો અને સંદેશવાહકો મંદિરમાં જ મારી નંખાયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હે યહોવા, જુઓ, ને વિચાર કરો કે, તમે કોને આવું [દુ:ખ] દીધું છે! શું સ્‍ત્રીઓ પોતાના પેટના ફળને એટલે ખોળામાં રમાડેલાં પોતાનાં ધાવણાં બાળકોને ખાય? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્ર સ્થાનમાં માર્યા જાય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હે યહોવાહ, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. શું સ્ત્રીઓ પોતાના સંતાનોને, એટલે સ્તનપાન કરાવેલા બાળકનો ભક્ષ કરે? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્રસ્થાનમાં માર્યા જાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આજુબાજુ જુઓ હે યહોવા! જો તું કોને દુ:ખી કરી રહ્યો છે? શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય? શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:20
24 Iomraidhean Croise  

તેથી પ્રભુએ ખાલદીઓના રાજા દ્વારા તેમના પર ચડાઈ કરાવી. તેણે યહૂદિયાના જુવાનોને પ્રભુના મંદિરમાં જ મારી નાખ્યા અને યુવાન કે યુવતી અથવા વૃદ્ધ કે અશક્ત કોઈના પર દયા રાખી નહિ. ઈશ્વરે તેમને સૌને તેના હાથમાં સોંપી દીધા હતા.


તેમના યજ્ઞકારો તલવારથી માર્યા ગયા ત્યારે તેમની વિધવાઓ શોકગીત પણ ગાઈ શકી નહિ.


પરંતુ મોશેએ પોતાના ઈશ્વર પ્રભુને આજીજી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા આ લોકને તમે મહાન સામર્થ્ય અને બાહુબળથી ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો. તો હવે તમે તેમના પર શા માટે ક્રોધાયમાન થાઓ છો?


આખા શહેરમાં આનંદોત્સવને લીધે ઉત્તેજના અને શોરબકોર વ્યાપી ગયાં છે! તમારા માર્યા ગયેલા માણસો કંઈ રણમેદાનમાં લડતાં લડતાં મોતને ભેટયા નથી.


એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.”


વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.”


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


“મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેમણે મને મદદ કરવાની ના પાડી દીધી. યજ્ઞકારો અને આગેવાનો જીવવા માટે ખોરાકની શોધમાં હતા ત્યારે શહેરના રસ્તા પર માર્યા ગયા.


મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.


પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે!


પ્રભુએ તેમની કંઈ દરકાર રાખી નથી. તેમણે જ તેમને વેરવિખેર કર્યા છે. તેમણે યજ્ઞકારો અને આગેવાનો પર કંઈ દયા રાખી નથી.


તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ.


ઈશ્વરે તેમને કહ્યું, “પહેલાં મંદિરનાં પ્રાંગણને લાશોથી ભરી દઇ મંદિરને ભ્રષ્ટ કરો; તે પછી બહાર જાઓ.” પછી તેમણે ત્યાંથી નગરમાં નીકળીને ક્તલ ચલાવી.


તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો.


અને મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, તમારા લોક, જે તમારો વારસો છે અને જેમને તમે તમારા મહાન સામર્થ્યથી ઉગાર્યા અને તમારા પ્રચંડ બાહુબળ વડે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા તેમનો નાશ ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan