Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઓ યરુશાલેમ, તારા કોટ પ્રભુને પોકારી ઊઠો! તારાં આંસુ નદીની જેમ રાતદિવસ વહ્યા કરો! તું હમેશાં રુદન અને શોક કરતી રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પ્રભુને હાંક માર, હે સિયોનની દીકરીના કોટ, રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતને વિસામો ન દે; તારી આંખની કીકીને જંપવા ન દે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, “હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હે સિયોનનગરી, તું સાદ ઊંચો કર; ને યહોવાને તારો આર્તનાદ સંભળાવ! તારી આંખે રાત દિવસ આંસુ વહે છે. વિસામો ન દે અને આંખને સુકાવા ન દે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:18
14 Iomraidhean Croise  

માણસો તમારા નિયમ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.


હું સંપૂર્ણ દયથી તમને પોકારું છું; હે પ્રભુ, મને ઉત્તર આપો; હું તમારાં ફરમાનો પાળીશ.


પણ જો તમે સાંભળશો જ નહિ, તો તમારા અહંકારને લીધે મારો જીવ ગુપ્તમાં ઝૂરશે, હું ઊંડાં ડૂસકાં ભરતો રહીશ, અને મારી આંખો ચોધાર આંસુએ રડશે; કારણ, પ્રભુના લોકને બંદી બનાવીને લઈ જવાશે.


પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી


કોઈ પ્રસૂતા પોતાના પ્રથમ બાળકને પ્રસવ આપતી વખતે કષ્ટાઈને ચીસો પાડતી હોય એવી યરુશાલેમ નગરની ચીસોનો સાદ મને સંભળાય છે. તે હાંફે છે, અને પોતાના હાથ પ્રસારીને કહે છે, “હાય, હાય, મારું આવી બન્યું છે, મારી હત્યા કરનારા આવી પહોંચ્યા છે.”


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


“તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે.


આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે.


પ્રભુએ સિયોનના કોટ તોડી પાડવાનું નક્કી કર્યું છે. તેનો સંપૂર્ણ નાશ કરવા તેમણે દોરી લંબાવીને તેનું માપ લીધું છે. મિનારા અને દીવાલો એક સાથે ખંડિયેર બન્યાં છે.


તેમણે ખરા દિલથી મને પ્રાર્થના કરી નથી. એથી ઊલટું, તેઓ વિધર્મીઓની માફક જમીન પર આળોટે છે અને રડે છે. જ્યારે તેઓ અનાજ અને દ્રાક્ષાસવ માટે પ્રાર્થના કરે છે ત્યારે વિધર્મીઓની માફક તેઓ પોતાને ઘાયલ કરે છે. તેઓ કેવા બંડખોર છે!


પણ એ ઘરની દીવાલોના પથ્થરો પણ તમારી વિરુદ્ધ પોકારી ઊઠશે, અને લાકડાના ભારટિયા એ પોકારનો પડઘો પાડશે.


Lean sinn:

Sanasan


Sanasan