Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તારા બધા દુશ્મનો તારી મોટેથી મશ્કરી કરે છે અને ધિક્કારે છે. તેઓ હોઠ દબાવીને અને દાંત પીસીને કહે છે, “અમે તેનો નાશ કર્યો છે. આ જ દિવસની અમે રાહ જોતા હતા. અમને એ દિવસ જોવા મળ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તારા સર્વ શત્રુઓએ તારા પર પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની વાટ અમે જોતા હતા તે નક્‍કી આ જ છે! આજે એ આવ્યો! આપણે એ જોવા પામ્યા!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તારા શત્રુઓ મોં ઉઘાડી તારી હાંસી ઉડાવે છે, અને દાંત કચકચાવી ને ફિટકાર વરસાવે છે. આપણે જ એને પાયમાલ કરી છે, આપણે આ જ દિવસની રાહ જોતા હતા, જેની અમને પ્રતિક્ષા હતી અને અમને તે પ્રાપ્ત થયો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:16
31 Iomraidhean Croise  

દુર્જનો અને કપટીઓનાં મુખ મારા પર આરોપ મૂકે છે. તેમની જીભો મારી વિરુદ્ધ જૂઠું દોષારોપણ કરે છે.


દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.


તો અમારા પર શત્રુઓનો ક્રોધ ભભૂકી ઊઠયો ત્યારે તેઓ અમને જીવતા ગળી ગયા હોત.


ફાડી ખાનાર અને ગર્જનાર સિંહની જેમ તેઓ પોતાનાં મોં મારી સામે વિક્સે છે.


ઈશ્વરનિંદકોની જેમ મારી ઠેકડી ઉડાડનારા મને ઘેરી વળ્યા છે અને ગુસ્સામાં પોતાના દાંત મારી સામે પીસે છે.


તેઓ મારી વિરુદ્ધ ઘાંટા પાડી પાડીને બોલે છે; તેઓ કહે છે, “આહા, આહા, તારું અધમ કામ અમે નજરોનજર જોયું છે.”


તેઓ પોતાના મનમાં એમ ન કહે કે, “આહા, અમારી ઇચ્છા ફળી છે,” અને તેઓ એમ ન કહે કે, “અમે તેને ગળી ગયા છીએ.”


દુષ્ટ માણસ નેકજનની વિરુદ્ધ ષડયંત્રો રચે છે અને તેની સામે ગુસ્સાથી દાંત પીસે છે.


તેઓ કહે છે, “તેના પર જાદુનો જીવલેણ મંત્ર નંખાયો છે. તે માંદગીની પથારીમાંથી પાછો ઊઠવાનો નથી.”


મારા વેરીઓ આખો દિવસ મને ખૂંદે છે, ઘણા ગર્વિષ્ઠો મારી સામે લડે છે.


ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે. જુલમ કરનારાઓને તે પરાજયથી લજ્જિત કરશે. (સેલાહ) ઈશ્વર પોતાનાં પ્રેમ અને વિશ્વાસુપણું દાખવશે.


તને તો ખંડિયેર અને ઉજ્જડ બનાવી દેવામાં આવી હતી અને તારી ભૂમિ વેરાન બની ગઈ હતી. પણ હવે તેમાં વસવા આવનાર તારા લોક માટે તારો વિસ્તાર સાંકડો પડશે. તને પાયમાલ કરનારાઓને તો તારી મધ્યેથી દૂર કરી દેવામાં આવશે.


તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”


હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો પીછો કરીશ. તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે અને જે જે દેશોમાં હું તેમને હાંકી કાઢીશ ત્યાં તેઓ લોકો માટે શાપ, આઘાત, મશ્કરી અને નામોશીને પાત્ર થઈ પડશે.


પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.


અને તેથી પોતાનો વાડો પણ વીસરી ગયા છે. જેમને તેમનો ભેટો થઈ ગયો તેમણે તેમનો ભક્ષ કર્યો. તેમના શત્રુઓ કહે છે, ‘એમાં આપણે કશું ખોટું કરતાં નથી! કારણ, તેમણે પ્રભુ, જે તેમને માટે સાચા વાડા સમાન અને તેમના પૂર્વજોની આશા હતા, તેમની વિરુદ્ધ પાપ કર્યાં છે.


સિયોનવાસીઓ કહેશે, “બેબિલોનના રાજાએ યરુશાલેમનો ભક્ષ કર્યો અને તેને પચાવી દીધું. ખાલી પાત્રની જેમ તેણે નગરને ખાલી કર્યું. રાક્ષસી અજગરની જેમ તેને ગળી ગયો, તેણે પોતાનું ઉદર સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું અને નકામી ચીજોને ઓકી કાઢી.


“મારા નિસાસા સાંભળો; કોઈ મને દિલાસો દેતું નથી. તમે મારા પર આપત્તિ લાવ્યા છો સાંભળીને મારા દુશ્મન હર્ષ પામે છે. તમારા આપેલા વચન પ્રમાણે એ દિવસ લાવો કે જ્યારે મારી માફક તેમને પણ દુ:ખ પડે.


અમારા બધા દુશ્મનો અમારી ઠઠ્ઠા મશ્કરી કરે છે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “તું તારી બહેનના પ્યાલામાંથી પીશે. તે પ્યાલો મોટો અને ઊંડો છે. એમાં જે ઘણુંબધું ભરેલું છે તેને લીધે બધાં તારી હાંસી કરશે અને તારી મજાક ઉડાવશે.


પલિસ્તીઓ અત્યંત વૈરભાવથી વર્ત્યા હતા; જૂની પરંપરાગત અદાલતને લીધે યહૂદિયાનું નિકંદન કાઢી નાંખવા તેમણે કપટી મનથી બદલો લીધો.


તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: મારું મંદિર અપવિત્ર થતું જોઈને, ઇઝરાયલનો દેશ વેરાન થતો જોઈને અને યહૂદિયાના લોકોને દેશનિકાલ થતાં જોઈને તમે રાજીરાજી થઈ ગયા હતા.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમને ઇઝરાયલ દેશ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા હોવાથી તેની દુર્દશા જોઈને તમારા મનમાં આનંદ થયો છે અને તેથી તમે તાળીઓ પાડીને આનંદથી નાચ્યા છો.


એ માટે તું સંદેશ પ્રગટ કરીને ઇઝરાયલના પર્વતોને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “બીજી પ્રજાઓએ તમારા પર અધિકાર જમાવી તમને પાયમાલ કર્યા છે અને ચારે બાજુથી તમને રોળી નાખ્યા છે અને આસપાસની પ્રજાઓએ તમારી મજાક ઉડાવી છે અને કૂથલી કરી છે.


હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે.


ઇઝરાયલના લોકો બીજી પ્રજાઓમાં ભળી ગયા છે અને ભાંગેલા વાસણ જેવા નકામા થઈ ગયા છે.


ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.”


એ સાંભળીને ન્યાયસભાના સભ્યો સ્તેફન પર ક્રોધે ભરાયા અને તેની સામે ગુસ્સાથી દાંત પીસવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan