Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હે યરુશાલેમ, પ્રિય યરુશાલેમ, હું શું કહું? હું કેવી રીતે તને દિલાસો આપું? કોઈને ક્યારેય આવું દુ:ખ પડયું નહિ હોય. સમુદ્ર સમી તારી આપત્તિનો કોઈ આરો કે ઉપાય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હે યરુશાલેમની દીકરી, હું તને શો બોધ આપું? હે સિયોનની કુંવારી દિકરી હું તને કોની ઉપમા આપું? હું તને દિલાસો દેવા માટે તને શાની સાથે સરખાવું.? કેમ કે તારું બાકોરું સમુદ્ર જેવડું છે! તારું દુ:ખ કોણ ટાળી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તને શું કહું? હે યરૂશાલેમનગરી; હે કુંવારી સિયોનપુત્રી તને કોની ઉપમા આપું? તને કોની સાથે સરખાવી? તારી સાગર જેવી વિશાળ વેદનાનો ઉપાય કોણ કરશે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:13
14 Iomraidhean Croise  

તેથી દાવિદ બઆલ પરીઝીમમાં ગયો અને ત્યાં તેણે પલિસ્તીઓને હરાવ્યા. તે બોલ્યો,” મારા શત્રુ પર પ્રભુ પૂરની જેમ ત્રાટકયા છે.” અને તેથી તે સ્થળનું નામ “બઆલ પરીઝીમ” (અર્થાત્ ત્રાટકનાર પ્રભુ) પડયું.


પ્રભુએ આમ જણાવ્યું છે: “હે સાન્હેરિબ, સિયોનની કુમારિકા તારો તુચ્છકાર કરે છે, તે અટ્ટહાસ્ય કરીને તારો તિરસ્કાર કરે છે; તું પીછેહઠ કરી રહ્યો છે ત્યારે યરુશાલેમની પુત્રી માથું હલાવીને તારી ઠેકડી ઉડાવે છે.


તમે દેશની ભૂમિને કંપાવી છે, અને તેને ચીરી નાખી છે. તેની તિરાડોને સમારો; કારણ, ભેખડો તૂટી પડવાની અણી પર છે.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષેની તારી પ્રાર્થના તેમણે સાંભળી છે. પ્રભુએ તેની વિરુદ્ધ આ શબ્દો ઉચ્ચાર્યા છે: “હે સાન્હેરીબ, સિયોનની કુંવારી પુત્રી તારો તુચ્છકાર કરે છે અને તારી હાંસી ઊડાવે છે. યરુશાલેમની પુત્રી તારી સામે પોતાનું માથું ઉગામે છે.


પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી


હે પ્રભુ, શું તમે યહૂદિયાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે? શું તમે સિયોનને તમારા મનથી ધિક્કારો છો? તો પછી ફરી સાજા થવાની આશા જ ન રાખી શકાય એવી અસહ્ય ઈજા શા માટે પહોંચાડો છો? અમે આબાદીની આશા રાખી હતી, પણ કંઈ હિત થયું નહિ; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો!


શું ગિલ્યાદમાં કોઈ વિકળાના વૃક્ષનો લેપ ઉપલબ્ધ નથી? શું ત્યાં કોઈ વૈદ નથી? તો પછી મારા લોકનો કારી ઘા હજુ કેમ રૂઝાયો નથી?


લોકોએ કહ્યું, “તેઓ ઉતાવળથી આવે અને અમારે માટે શોકગીત ગાય, જેથી અમારી આંખો ચોધાર આંસુએ રડે, અને અમારાં પોપચાંમાંથી આંસુ ઊભરાય.”


માર્ગે જતા આવતા દરેકને તે પોકારે છે: “મારા તરફ જુઓ. મારા જેવું દુ:ખ કોઈને કદી પડયું નથી. પ્રભુએ પોતાના કોપમાં મને એ દુ:ખ દીધું છે.


ઇજિપ્તનો રાજા ફેરો અને તેનું સૈન્ય લડાઇમાં માર્યા ગયેલા એ બધાને જોઇને દિલાસો પામશે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan