Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:10 - પવિત્ર બાઇબલ C.L.

10 યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 સિયોનની દિકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુમારિકાઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુંવારિકાઓએ પોતાના માથાં જમીન સુધી નમાવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જુઓ, સિયોન નગરનાં આગેવાનો, ભૂમિ પર મૂંગે મોઢે બેઠા છે. તેમણે માથા પર ધૂળ નાખી છે. તેઓએ શોકનાં વસ્ત્ર પહેર્યા છે. અરે! સિયોનની કુમારિકાઓનાં માથાં, દુ:ખથી ભોંય સુધી નીચા નમી પડ્યાં છે!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:10
26 Iomraidhean Croise  

તેણે પોતાના માથા પર રાખ નાખી, પોતાનો ઝભ્ભો ફાડી નાખ્યો અને પોતાના હાથથી મોં ઢાંકીને રડતી રડતી જતી રહી.


લોકો તાટ પહેરીને રસ્તાઓ પર ફરે છે; તેઓ ચોકમાં અને ઘરના ધાબા પર વિલાપ કરે છે. પોક મૂકીને રડે છે.


ત્યારે સુગંધને બદલે દુર્ગંધ હશે; મુલાયમ કમરપટ્ટાને બદલે દોરડું હશે; ગૂંથેલા કેશને બદલે ટાલ હશે; કીમતી વસ્ત્રોને બદલે ચીંથરાં હશે અને સૌંદર્યને બદલે કલંક હશે!


શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે.


તે પછી એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ કહેલી સર્વ વાતથી હિઝકિયા રાજાને વાકેફ કર્યો.


પ્રભુ કહે છે, “ઓ બેબિલોન નગરી, નીચે ઊતરીને ધૂળમાં બેસ; રાજ્યાસન પરથી ઊતરી પડીને જમીન પર બેસ. તું તો અજેય નગરી, કુંવારી કન્યાસમી હતી. પણ હવે તો નાજુકનમણી રહી નથી, તું તો ગુલામડી બની છે.


પ્રભુ બેબિલોનને કહે છે, “છાનીમાની અંધારામાં બેસી રહે; કોઈ તને હવે રાજ્યોની રાણી કહેશે નહિ.


લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે.


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે.


આપણે સહન કરવાનું આવે ત્યારે એકાંતમાં શાંત બેસી રહેવું જોઈએ.


પ્રભુએ તેમની કંઈ દરકાર રાખી નથી. તેમણે જ તેમને વેરવિખેર કર્યા છે. તેમણે યજ્ઞકારો અને આગેવાનો પર કંઈ દયા રાખી નથી.


એકવાર ઉત્તમ વાનગીઓ ખાનારા લોકો રસ્તાઓ પર ભૂખે મરે છે. રાજવી વૈભવમાં ઉછરેલા લોકોએ ઉકરડાનો સહારો લીધો છે.


અમારા આગેવાનોને લટકાવી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોનું કોઈએ માન રાખ્યું નથી.


વડીલો હવે શહેરના દરવાજે બેસતા નથી અને યુવાનો ગીત ગાતા નથી.


તેઓ સૌ તારે માટે પોક મૂકીને વિલાપ કરે છે, પોતાના માથાં પર ધૂળ નાખે છે અને રાખમાં આળોટે છે.


તેઓ તારા વિનાશને લીધે પોતાનાં માથાં મૂંડાવે છે અને ટાટનાં વસ્ત્રો પહેરીને હૈયાફાટ આક્રંદ કરે છે.


તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે.


પોતાના ભાવિ પતિના મરણને લીધે શોક્તુર એવી કન્યાની જેમ હે લોકો, તમે પોક મૂકીને રડો.


એટલે તો શાણો માણસ પણ મૌન સેવે છે; કારણ, ભારે ભૂંડો સમય આવી પહોંચ્યો છે.


તે દિવસે સુંદર યુવતીઓ અને સશક્ત યુવાનો તરસથી મૂર્છા પામશે.


તે દિવસે મહેલનાં ગીતોને સ્થાને રોકકળ થઈ રહેશે. સર્વત્ર મૃતદેહોના ઢગ થશે, તેઓ મૃતદેહોને ચુપકીદીથી બહાર ફેંકી દેશે.”


એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.


પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી.


તેમણે પોતાને માથે ધૂળ નાખી અને તેઓ મોટેથી રડીને શોક કરવા લાગ્યા, “ઓ મહાનગરી તને હાય હાય! આ તો એ નગરી છે, જ્યાં વહાણવટું કરનાર બધા જ તેની સંપત્તિથી ધનવાન બન્યા છે! અને ફક્ત એક ઘડીમાં જ તે ઉજ્જડ થઈ ગઈ.”


Lean sinn:

Sanasan


Sanasan