Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યરુશાલેમ પોતાના [આ] દુ:ખ તથા વિપત્તિના દિવસોમાં આગલા સમયનાં પોતાનાં સર્વ વૈભવી વાનાંઓનું સ્મરણ કરે છે; જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા, ને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોઈને, ને તેની પાયમાલી જોઈને હાંસી ઉડાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યરુશાલેમ નગર પોતાના દુ:ખ તથા વિપત્તિના દિવસોમાં અગાઉના દિવસોમાંની પોતાની સર્વ જાહોજલાલીનું સ્મરણ કરે છે. જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા અને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોયું અને તેની પાયમાલી જોઈને તેની મશ્કરી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પોતાના દુ:ખ સંતાપનાં દિવસોમાં, યરૂશાલેમ અતીતની સમૃદ્ધિ સંભારે છે. તેના લોકો શત્રુના હાથમાં પડ્યા છે. કોઇ તેની સાથે જનાર નથી તેથી શત્રુઓ તેની પાયમાલી જોઇ ઉપહાસ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:7
23 Iomraidhean Croise  

“જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ લેતા હતા એ પ્રથમના સમયમાં હું જેવો હતો તેવો ફરીથી બની જાઉં તો કેવું સારું!


હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.


ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં હું ઊંડા નિસાસા નાખું છું; મનોમંથન કરતાં મારો આત્મા બેહોશ બની જાય છે. (સેલાહ)


અમારા પડોશી દેશો અમારી નિંદા કરે છે; અમારી આસપાસના સૌ અમારો ઉપહાસ અને તિરસ્કાર કરે છે.


તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે.


અમારું મંદિર, પવિત્ર અને ભવ્ય ધામ જ્યાં અમારા પૂર્વજો તમારી ઉપાસના કરતા હતા તેને આગમાં બાળી નાખવામાં આવ્યું છે. અમારાં સર્વ મનોરંજક સ્થાનો ખંડિયેર બની ગયાં છે.


હે મોઆબ, તેં ઇઝરાયલના લોકોની કેવી મશ્કરી ઉડાવી હતી! તેઓ જાણે લૂંટારું ટોળકીના સાગરીતો તરીકે પકડાયા હોય એમ જ્યારે જ્યારે તું એમના વિષે બોલે છે ત્યારે ત્યારે ધૃણાથી ડોકું ધૂણાવે છે!


ચોકીના બુરજ પરથી મદદની વાટ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ, પણ અમને કંઈ મદદ મળી નહિ. અમે તો અમને મદદ કરી શકે નહિ એવા દેશની પાસે પણ મદદની આશા રાખી હતી.


તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: મારું મંદિર અપવિત્ર થતું જોઈને, ઇઝરાયલનો દેશ વેરાન થતો જોઈને અને યહૂદિયાના લોકોને દેશનિકાલ થતાં જોઈને તમે રાજીરાજી થઈ ગયા હતા.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમને ઇઝરાયલ દેશ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા હોવાથી તેની દુર્દશા જોઈને તમારા મનમાં આનંદ થયો છે અને તેથી તમે તાળીઓ પાડીને આનંદથી નાચ્યા છો.


તે પોતાના આશકો પાછળ પડશે, પણ તેઓ સુધી પહોંચી શકશે નહિ. તે તેમને શોધશે પણ તેઓ જડશે નહિ. પછી તે કહેશે, ‘હું મારા પ્રથમ પતિ પાસે પાછી જઈશ, કારણ, અત્યારનાં કરતાં હું ત્યારે વધારે સુખી હતી.’


ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.”


પછી તેને ભાન થયું, અને તે બોલ્યો, ‘મારા પિતાજીના કેટલા બધા નોકરોને તેઓ ખાઈ શકે તે કરતાં વિશેષ મળે છે, અને અહીં હું ભૂખે મરવા પડયો છું!’


પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.


Lean sinn:

Sanasan


Sanasan