Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:17 - પવિત્ર બાઇબલ C.L.

17 “હું મારા હાથ લાંબા કરું છું, પણ કોઈ મને મદદ કરતું નથી. પ્રભુએ ચારે બાજુથી મારી વિરુદ્ધ દુશ્મનો બોલાવ્યા છે. હું જાણે મેલાં ચીંથરાં જેવી હોઉં તેમ તેઓ મારી સાથે વર્તે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 સિયોન પોતાના હાથ લાંબા કરે છે, પણ તેને દિલાસો આપનાર કોઈ નથી. યહોવાએ યાકૂબ વિષે એવી આજ્ઞા આપી છે, “તેની આસપાસ રહેનારા [સર્વ] તેના શત્રુઓ થાય, ” તેઓમાં યરુશાલેમ તિરસ્કારપાત્ર વસ્તુ જેવી થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સિયોન પોતાના હાથ લાંબા કરે છે; પણ તેને દિલાસો આપનાર કોઈ નથી. યહોવાહે યાકૂબ વિષે એવી આજ્ઞા આપી છે કે તેની આસપાસના રહેનારા સર્વ તેના શત્રુઓ થાય. તેઓમાં યરુશાલેમ તિરસ્કારપાત્ર વસ્તુ જેવું થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મેં મદદ માટે, હાથ લાંબા કર્યા છે, પણ મને દિલાસો આપનાર કોઇ નથી. યહોવાએ મારી આસપાસના શત્રુઓને મારી પર હુમલો કરવા કહ્યું છે. અને તેઓ મને અસ્પૃશ્ય ગણે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:17
29 Iomraidhean Croise  

પછી ઇઝરાયલના સર્વ લોકો સમક્ષ શલોમોન વેદી પાસે ઊભો રહ્યો અને આકાશ તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરી:


“તમારા ઇઝરાયલ લોકમાંથી કોઈ પણ દિલમાં દુ:ખી થવાથી આ મંદિર તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરે,


સિદકિયાએ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર સામે વિદ્રોહ કર્યો. તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું પૂરું લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું. તેમણે નગરને ઘેરો ઘાલ્યો અને તેની સામે ચારેબાજુ મોરચા ઊભા કર્યા.


પછી મેં પૃથ્વી પર થતા જુલમો જોયા. મેં જુલમ વેઠનારાઓનાં આંસુ નિહાળ્યાં, પરંતુ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર અત્યાચાર ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પરંતુ પીડિતોને સહાય કરનાર કોઈ નહોતું.


“જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે.


“હે દુ:ખિત, વાવાઝોડાની થપાટો ખાતી અને દિલાસાવિહોણી યરુશાલેમ નગરી, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ.


શું મારી પસંદ કરેલી પ્રજા રંગબેરંગી પક્ષી જેવી છે કે શિકારી પક્ષીઓ તેની આસપાસ ઊડયા કરે છે? જાઓ, સર્વ માંસાહારી પશુઓને એકઠાં કરો, કે તેઓ તેની મિજબાની ઉડાવે!


પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, તમારા પર કોણ દયા દાખવશે? તમારે માટે કોણ વિલાપ કરશે? તમારી ખબર પૂછવા કોણ ઊભું રહેશે?


આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ.


જુઓ, હું તેમને આજ્ઞા કરીને આ નગર પર આક્રમણ કરવા પાછા લાવીશ. તેઓ તેના પર હુમલો કરશે, અને નગરને જીતી લઈને બાળી નાખશે. યહૂદિયાનાં નગરોને હું વેરાન અને નિર્જન બનાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


કોઈ પ્રસૂતા પોતાના પ્રથમ બાળકને પ્રસવ આપતી વખતે કષ્ટાઈને ચીસો પાડતી હોય એવી યરુશાલેમ નગરની ચીસોનો સાદ મને સંભળાય છે. તે હાંફે છે, અને પોતાના હાથ પ્રસારીને કહે છે, “હાય, હાય, મારું આવી બન્યું છે, મારી હત્યા કરનારા આવી પહોંચ્યા છે.”


અત્યારે તો ત્યાં ઘેટાંપાલકો પોતાનાં ટોળાં લઈને આવે છે અને તેની આસપાસ પોતાના તંબૂ નાખે છે; દરેક પોતપોતાના સ્થાનમાં ઘેટાં ચરાવે છે.


શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે.


“તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે.


“મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેમણે મને મદદ કરવાની ના પાડી દીધી. યજ્ઞકારો અને આગેવાનો જીવવા માટે ખોરાકની શોધમાં હતા ત્યારે શહેરના રસ્તા પર માર્યા ગયા.


આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે.


“મારા નિસાસા સાંભળો; કોઈ મને દિલાસો દેતું નથી. તમે મારા પર આપત્તિ લાવ્યા છો સાંભળીને મારા દુશ્મન હર્ષ પામે છે. તમારા આપેલા વચન પ્રમાણે એ દિવસ લાવો કે જ્યારે મારી માફક તેમને પણ દુ:ખ પડે.


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


લોકો પોકારે છે: “દૂર હટો! દૂર હટો! તમે અશુદ્ધ છો; અમને સ્પર્શ કરશો નહિ.” તેથી તેઓ એક દેશથી બીજા દેશમાં રઝળે છે, પણ તેમને કોઈ રહેવા દેતું નથી.


“હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલીઓ પોતાના દેશમાં રહેતા હતા ત્યારે તેમણે પોતાનાં આચરણ તથા કૃત્યોથી તેને ભ્રષ્ટ કર્યો હતો. મારી આગળ તેમનાં આચરણ રજ:સ્વલા સ્ત્રીની અશુદ્ધતા જેવાં અશુદ્ધ હતાં.”


ઇઝરાયલના લોકો બીજી પ્રજાઓમાં ભળી ગયા છે અને ભાંગેલા વાસણ જેવા નકામા થઈ ગયા છે.


Lean sinn:

Sanasan


Sanasan