Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 “તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ઉપરથી યહોવાએ મારાં હાડકાંમાં અગ્નિ મોકલ્યો છે, ને તે તેઓને નિર્ગત કરે છે. યહોવાએ મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે, તેમણે મને પાછી ફેરવી છે. તેમણે મને એકલવાયી તથા આખો દિવસ નિર્બળ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઉપરથી ઈશ્વરે મારા હાડકાંમાં અગ્નિ મોકલ્યો અને તેમણે તેઓને નિર્બળ કર્યા છે. તેમણે મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે અને મને પાછું ફેરવ્યું છે. તેમણે મને એકલું છોડી દીધું છે અને આખો દિવસ નિર્બળ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ઉપરથી તેણે મારા હાડકામાં અગ્નિ મોકલ્યા અને તે તેઓને નિર્ગત કરે છે; તેણે મારા પગ માટે જાળ પાથરી છે, અને કેવી મને ભોંયે પછાડી છે! તેણે મને એકલી અટૂલી છોડી દીધી અને હું આખો વખત રિબાતી રહી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:13
31 Iomraidhean Croise  

તેના પોતાના જ પગ તેને જાળમાં સપડાવશે, અને તે જાતે જ ફાંદામાં પડશે.


તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે.


મારી ત્વચા કાળી થઈ ખરી પડે છે, અને મારાં અસ્થિ તાવથી ધગધગે છે.


સિયોન પર દ્વેષ રાખનારા સર્વ પરાજયથી લજ્જિત બની પાછા હઠશે.


અહંકારીઓએ મારે માટે છટકાં ગોઠવ્યાં છે! તેમણે દોરડાં સાથે જાળ બિછાવી છે; અને મને સપડાવવા તેમણે રસ્તા પર ફાંદા ગોઠવ્યા છે. (સેલાહ)


વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે.


વેદનાથી મારી જિંદગી અને નિસાસાથી મારું આયુષ્ય ઘટી રહ્યાં છે; મારી વિપત્તિઓને લીધે મારું બળ ઓસરી ગયું છે અને મારાં હાડકાં ક્ષીણ થયાં છે.


જેઓ મારો જીવ લેવા યત્ન કરે છે તેમને તમે લજ્જિત અને અપમાનિત કરો. જેઓ મારું ભૂડું કરવાની પેરવી કરે છે, તેમને તમે ગૂંચમાં નાખીને નસાડી મૂકો.


હું નિર્ગત થઈ ગયો છું અને અત્યંત કચડાઈ ગયો છું. મારા હૃદયમાં ખળભળાટ મચી ગયો છે અને હું વેદનાને લીધે કણસું છું.


તમે અમને જાળમાં પડવા દીધા, અને અમારી પીઠ પર ભારે બોજ મૂક્યો.


તેને કાચું કે બાફીને ખાવું નહિ; પણ તેના પગ, માથું અને અંદરના અવયવો સહિત સઘળું આગમાં શેકીને ખાવું.


મૂર્તિઓ પર ભરોસો રાખનારાઓ અને તેમને પોતાના દેવો કહેનારાઓ શરમાઈને ભાગી જશે.”


તેથી મેં મારો ભયાનક કોપ તમારા પર રેડી દીધો અને યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓને બાળી નાખ્યાં અને તેઓ પાયમાલ અને ઉજ્જડ થઈ ગયાં અને આજે પણ એમ જ છે.”


“તેઓ તેમની સઘળી દુષ્ટતાને લીધે દોષિત ઠરો. મારા પાપને લીધે તમે મને શિક્ષા કરી, તેમ તેમને પણ કરો. હું દુ:ખમાં નિસાસા નાખું છું. મારું હૃદય નિર્ગત થયું છે


તેમણે મને રસ્તામાં ઝડપી લીધો અને મને ફાડીચીરીને છોડી દીધો.


અમારું હૃદય નિર્ગત થયું છે અને અમારાં આંસુઓને લીધે અમે કશું જોઈ શક્તા નથી.


પણ હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તેને મારા પાશમાં સપડાવીશ. હું તેને ખાલદી લોકોના દેશના બેબિલોન નગરમાં લાવીશ; જ્યાં તે નગર જોયા વિના જ મૃત્યુ પામશે.


હું તેના પર મારી જાળ બિછાવીશ અને તેને મારા ફાંદામાં ફસાવી દઇશ. હું તેને બેબિલોનમાં લઇ જઇને સજા કરીશ. કારણ, તેણે મારી સાથે વિશ્વાસભંગ કર્યો છે.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે ઘણી પ્રજાઓ એકઠી થશે ત્યારે મારી જાળ તારા પર નાખીશ અને તેઓ તને કિનારા પર ખેંચી લાવશે.


પણ તેઓ ત્યાં જતાં હોય તેવામાં હું જાળ બિછાવીને તેમને પક્ષીઓની માફક પકડી લઈશ, ને તેમની ભૂંડાઈ માટે હું તેમને સજા કરીશ.


તે રોષે ભરાય ત્યારે કોણ બચી શકે? તે પોતાનો જ્વાળામય રોષ ઠાલવે છે, તેમની સમક્ષ ખડકોના ચૂરેચૂરા બોલી જાય છે.


એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ.


એ દેશોમાં તમને કંઈ નિરાંત મળશે નહિ, તમારે અહીંતહીં રઝળવું પડશે. ત્યાં પ્રભુ તમને ધ્રૂજતું હૃદય, ધૂંધળી આંખો અને ઝૂરતું મન આપશે.


ત્યારે જેઓ ઈશ્વરને ઓળખતા નથી અને આપણા પ્રભુ ઈસુ સંબંધીના શુભસંદેશને આધીન થતા નથી તેમને ઈશ્વર પૂરેપૂરી શિક્ષા કરશે.


કારણ, આપણા ઈશ્વર તો ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.


Lean sinn:

Sanasan


Sanasan