Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 માર્ગે જતા આવતા દરેકને તે પોકારે છે: “મારા તરફ જુઓ. મારા જેવું દુ:ખ કોઈને કદી પડયું નથી. પ્રભુએ પોતાના કોપમાં મને એ દુ:ખ દીધું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 રે પાસે થઈને સર્વ જનારા, શું આ તમારી નજરમાં કંઈ નથી? નજર કરીને જુઓ, મારા પર જે દુ:ખ પડ્યું, જે વડે યહોવાએ પોતાના ભારે કોપને કારણે મને દુ:ખી કરી છે. તેના જેવું બીજું કોઈ દુ:ખ છે શું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 રે પાસે થઈને સર્વ જનારા અને જોનારા, શું આ બધી બાબતોમાં તમે જોયું ના જોયું કરો છો? મારા પર જે દુ:ખ પડ્યું છે, તે ધ્યાન આપીને જુઓ, જે વડે યહોવાહે પોતાના ભારે કોપના સમયે મને દુઃખી કર્યું છે, તેના જેવું અન્ય કોઈ દુઃખ છે ખરું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ઓ, જનાર સૌ લોકો, જરા નજર કરો; કોઇને ય મારા જેવું દુ:ખ પડ્યું છે? જે યહોવાએ મને ક્રોધમાં આવીને દીધું છે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:12
18 Iomraidhean Croise  

તમારો ઉગ્ર ક્રોધ મારા ઉપર ફરી વળ્યો છે અને તમારા ભયાનક હુમલાઓ મારો સદંતર નાશ કરે છે.


હું, સર્વસમર્થ પ્રભુ, મારા ભભૂક્તા રોષના દિવસે મારા કોપથી આકાશોને ધ્રૂજાવી દઈશ અને પૃથ્વી સ્થાનભ્રષ્ટ થઈ જશે.


દેશ આખો પોકારે છે: “અરેરે, મને અસહ્ય ઘા લાગ્યો છે, આ તો અસાય જખમ છે! મેં તો ધાર્યું હતું કે, હું એની વેદના વેઠી લઈશ!


તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે.


(પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


પ્રભુનો સંકલ્પ પાર પડે નહિ, ત્યાં સુધી પ્રભુનો ઉગ્ર કોપ શમશે નહિ. ભવિષ્યમાં એ તમને સમજાશે.)


અરેરે, એક એવો ભયાનક દિવસ આવે છે કે જેને બીજા કોઈ દિવસ સાથે સરખાવી શકાય નહિ; તે તો યાકોબના વંશજો માટે સંકટનો સમય હશે; છતાં તેઓ તેમાંથી ઊગરી જશે.


તેથી શોક પ્રદર્શિત કરવા કંતાન પહેરો, વિલાપ કરો અને પોક મૂકીને રડો; કારણ, પ્રભુનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


હે મોઆબ, તેં ઇઝરાયલના લોકોની કેવી મશ્કરી ઉડાવી હતી! તેઓ જાણે લૂંટારું ટોળકીના સાગરીતો તરીકે પકડાયા હોય એમ જ્યારે જ્યારે તું એમના વિષે બોલે છે ત્યારે ત્યારે ધૃણાથી ડોકું ધૂણાવે છે!


“પ્રભુ ન્યાયી છે. કારણ, હું તેમને આધીન થઈ નથી. હે સર્વ લોકો, મારું સાંભળો. મારા દુ:ખમાં મને નિહાળો. મારાં યુવાન - યુવતીઓ બંદીવાસમાં લઈ જવાયાં છે.


પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી.


હે યરુશાલેમ, પ્રિય યરુશાલેમ, હું શું કહું? હું કેવી રીતે તને દિલાસો આપું? કોઈને ક્યારેય આવું દુ:ખ પડયું નહિ હોય. સમુદ્ર સમી તારી આપત્તિનો કોઈ આરો કે ઉપાય નથી.


અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.


એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી.


કારણ, પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર એ વિપત્તિ હશે અને એવી વિપત્તિ ફરી કદી આવશે પણ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan