Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શત્રુએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પર પોતાનો હાથ નાખ્યો છે. જેઓને તમારા મંદિરમાં આવવાની તમે મના કરી હતી તે વિદેશીઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 શત્રુઓએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પોતાને હસ્તગત કરી લીધી. જેઓને તમારી ભક્તિસ્થાનમાં આવવાની તમે મના કરી હતી, તે પ્રજાઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 બધી કિંમતી વસ્તુઓ પર શત્રુએ પોતાનો હાથ મૂક્યો છે, ને તેણે પોતાના મંદિરમાં વિધર્મી પ્રજાને પ્રવેશ કરતી જોઇ છે; જ્યાં યહોવાએ તે વિદેશીઓને પ્રવેશવાની મનાઇ કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:10
22 Iomraidhean Croise  

ખાલદીઓના રાજાએ ઈશ્વરના મંદિરની, સાધનસામગ્રીની અને રાજા તથા તેના અમલદારોના ધનની લૂંટ ચલાવી અને એ બધું બેબિલોન લઈ ગયો.


લોકો આગળ મોશેના નિયમશાસ્ત્રનું મોટેથી વાંચન કરવામાં આવતું હતું ત્યારે તેઓના વાંચવામાં આ શાસ્ત્રભાગ આવ્યો કે જ્યાં એમ કહેલું છે કે કોઈપણ આમ્મોની કે મોઆબીને ઈશ્વરના લોકોમાં કદી જોડાવા દેવો નહિ.


અમે તમારા લોકે તો થોડો જ સમય તમારા પવિત્ર ધામનો ભોગવટો કર્યો છે. અત્યારે તો દુશ્મનોએ પવિત્રસ્થાનને ખૂંદી નાખ્યું છે.


પ્રભુએ મને કહ્યું, “સમગ્ર દેશમાં કરાતાં પાપોને કારણે મારા લોકની સંપત્તિ અને ધન લૂંટવા હું શત્રુઓને મોકલીશ.


આ નગરની બધી સંપત્તિ, તેનો બધો માલસામાન, કીમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાઓના ખજાના સહિત હું તેમના શત્રુઓને સોંપી દઈશ. તેઓ એ બધું લૂંટીને બેબિલોન લઈ જશે.


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા અને યરુશાલેમના બધા અગ્રગણ્ય નાગરિકોને યરુશાલેમમાંથી બેબિલોન દેશનિકાલ કર્યો ત્યારે તેણે મંદિરના સ્તંભો, તાંબાના જલકુંડ, બેઠકો તથા મંદિરના અમુક પાત્રો નગરમાં રહેવા દીધાં છે.


અને પ્રભુના મંદિરમાં, યહૂદિયા રાજાના મહેલમાં અને યરુશાલેમમાં રહી ગયેલાં પાત્રો સંબંધી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે:


બેબિલોનમાંથી નિરાશ્રિતો નાસી છૂટીને સિયોનમાં આવ્યા છે. બેબિલોનીઓએ પ્રભુના મંદિરની જે દશા કરી હતી તેનું વેર આપણા ઈશ્વર પ્રભુએ તેમના પર વાળ્યું છે તે વિષે તેઓ ત્યાં જાહેરાત કરે છે.


પણ તમે કહો છો, ‘અમે અપમાનિત થયા છીએ. અમારી નામોશી થઈ છે. અમે મૂંઝાઈ ગયા છીએ. કારણ, પરદેશીઓએ આવીને મંદિરનાં પવિત્રસ્થાનોનો કબજો લીધો છે.’


તેણે પ્રભુનું મંદિર, રાજમહેલ અને યરુશાલેમનાં મોટાં મોટાં બધાં મકાનો બાળી નાખ્યાં.


નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે.


મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


વળી, હું તેમનાથી પણ વિમુખ થઈ જઈશ અને શત્રુઓને મારું પવિત્ર મંદિર ભ્રષ્ટ કરવા દઈશ. લૂંટારાઓ તેમાં પ્રવેશ કરીને તેને ભ્રષ્ટ કરશે.


ઈશ્વરે તેમને કહ્યું, “પહેલાં મંદિરનાં પ્રાંગણને લાશોથી ભરી દઇ મંદિરને ભ્રષ્ટ કરો; તે પછી બહાર જાઓ.” પછી તેમણે ત્યાંથી નગરમાં નીકળીને ક્તલ ચલાવી.


“અતિ ઘૃણાસ્પદ વિનાશકને (વાચકે તેનો અર્થ સમજી લેવો) તેને માટે ઘટારત નથી એ સ્થાનમાં ઊભેલો જુઓ, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરોમાં નાસી જવું.


“કોઈ આમ્મોની અથવા મોઆબી અથવા તેમની દશમી પેઢી સુધીના તેમના વંશજો પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે નહિ.


કારણ, જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે તે મુસાફરી દરમ્યાન તેમણે તમને આવકાર્યા નહિ અને ખોરાકપાણી પૂરાં પાડવાનો ઈન્કાર કર્યો. એથી વિશેષ, અરામ-નાહરાઈમના પયોર નગરથી બયોરના પુત્ર બલામને તમને શાપ આપવાને નાણાં આપીને રોક્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan