Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 9:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ત્યારે તેમણે તેને કહ્યું, “તમારા ઈશ્વર યાહવેની ખ્યાતિ સાંભળીને આ તમારા દાસ દૂર દેશથી આવ્યા છે. તેમણે ઇજિપ્તમાં કરેલાં મહાન કાર્યો વિષે અમે સાંભળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેઓએ તેને કહ્યું, “તારા ઈશ્વર યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ. કેમ કે તેમની કીર્તિ, ને તેમણે મિસરમાં જે જે કર્યું તે સર્વ અમે સાંભળ્યું છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓએ તેને કહ્યું, “તારા પ્રભુ યહોવાહનાં નામે, તારા દાસો ઘણે દૂર દેશથી અહીં આવ્યા છીએ. જે સર્વ તેમણે મિસરમાં કર્યું તેના વિષેનો અહેવાલ અમે સાંભળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 9:9
21 Iomraidhean Croise  

“દૂર દેશમાં વસતો કોઈ વિદેશી તમારી કીર્તિ અને તમારા લોક માટેનાં તમારાં મહાન કાર્યો વિષે સાંભળીને તમારે નામે તમારું ભજન કરવા અને આ મંદિરમાં પ્રાર્થના કરવા આવે,


યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”


એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.


તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!


ઇજિપ્ત દેશના સોઆનનાં મેદાનોમાં, તેમના પૂર્વજોની આંખો સામે ઈશ્વરે અદ્‍ભુત ચમત્કારો કર્યા હતા.


જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


એ સાંભળીને પ્રજાઓ ભયથી કાંપે છે; પલિસ્તીઓમાં આતંક છવાઈ ગયો છે.


પણ હું તને મારું સામર્થ્ય બતાવી આપું અને એ દ્વારા આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય એ માટે મેં તને જીવતો રાખ્યો છે.


જુઓ, જે પ્રજાઓ વિષે તમે જાણતા નથી તેમને તમે બોલાવશો; જે પ્રજાઓ તમને ઓળખતી નહોતી તેઓ તારી સાથે સંબંધ બાંધવાને દોડતી આવશે. હું તમારો ઈશ્વર પ્રભુ છું; ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું અને મેં તમને ગૌરવી બનાવ્યા છે તેને લીધે એમ થશે.”


હું તેમને નિશાની આપીશ અને જેમણે મારી ખ્યાતિ સાંભળી નથી અથવા મારું ગૌરવ જોયું નથી તેવા કેટલાક બચી જવા પામેલાઓને હું તાર્શિશ, પુટ, લુદ, મેશેખ, તુબાલ, યાવાન અને દરિયાપારના દેશોમાં મોકલી આપીશ. તેઓ ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે.


હવે જાણે એક માણસને મારતા હો તેમ તમે તમારા આ બધા લોકનો એક સામટો સંહાર કરશો, તો જે પ્રજાઓએ તમારી કીર્તિ સાંભળી છે તે કહેશે,


મોશેએ કાદેશથી અદોમના રાજા પાસે સંદેશકો મોકલ્યા. તેમણે કહ્યું, “આ સંદેશો તમારા ભાઈ ઇઝરાયલ તરફથી છે. અમે કેવી મુસીબતોમાંથી પસાર થયા છીએ તે તમે જાણો છો.


દુષ્ટાત્માઓ ચીસ પાડતા પાડતા ઘણા લોકોમાંથી નીકળી જતા; ઘણા લકવાવાળા અને લંગડા લોકો પણ સાજા કરાતા હતા.


જો તેઓ તમારી સુલેહની શરતો સ્વીકારે અને નગરના દરવાજા ખોલી નાખીને શરણાગતિ સ્વીકારે તો એ નગરના લોકો વેઠિયા મજૂર તરીકે તમારી સેવા કરે.


જે પ્રજાઓના દેશમાં તમે વસવાના છો તે પ્રજાઓનાં ન હોય એવાં દૂરનાં નગરોના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું.


વળી, યર્દનની પૂર્વગમના અમોરી રાજાઓ એટલે, હેશ્બોનના રાજા સિહોન અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગના તેમણે જે હાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે.


કરાર થયા પછી ત્રણ દિવસ બાદ ઇઝરાયલીઓને ખબર પડી કે આ લોકો તો તેમની નજીકમાં રહેનારા છે.


તેથી ઇઝરાયલી લોકો ઉપડયા અને ત્રણ દિવસ પછી એ લોકોના વસવાટનાં નગરો એટલે ગિબ્યોન, કફીરા, બએરોથ, અને કિર્યાથ-યઆરીમમાં પહોંચ્યા.


તેમણે જવાબ આપ્યો, “અમે એટલા માટે એમ કર્યું કે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના સેવક મોશેને તમને આ આખો દેશ આપવાની અને તમે આગળ વધો તેમ તેમ તેના રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા આપી હતી તેવી અમને ચોક્કસ ખબર મળી હતી.


Lean sinn:

Sanasan


Sanasan