Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 9:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેમણે તેને છેતરવાનો નિર્ણય કર્યો. તેઓ થોડો ખોરાક લઈ આવ્યા અને ર્જીણ થેલાઓ અને થીંગડાં દીધેલી દ્રાક્ષાસવની મશકોથી પોતાનાં ગધેડાં લાદયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે તેઓએ પણ કપટ કર્યું, ને ભાથું તૈયાર કરીને તેઓએ પોતનાં ગઘેડાં પર જૂની ગુણપાટો, ને દ્રાક્ષારસની જૂની ને ફાટેલી ને થીંગડાં મારેલી મશકો લાદી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે તેઓએ ષડ્યંત્ર રચ્યું અને એલચીઓ જેવા તૈયાર થઈને પોતાનાં ગધેડાં પર જૂની ગૂણપાટો, દ્રાક્ષારસની જૂની, ફાટેલી અને થીંગડાં મારેલી મશકો લાદી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યારે તેઓએ તેની સાથે કપટ કરવાનું નકકી કર્યું. તેઓ થોડું ભાથું લઈને નીકળ્યા, તેઓએ ગધેડા પર જૂની ગુણપાટો તથા દ્રાક્ષારસની જૂની ને ફાટલી મશકો લાદી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 9:4
12 Iomraidhean Croise  

પણ શખેમે યાકોબના પુત્રોની બહેન દીનાની આબરૂ લીધી હતી, એટલે તેમણે શખેમને તથા તેના પિતા હમોરને કપટથી જવાબ આપ્યો.


હું ધૂમાડાથી બગડેલી મશક જેવો બિનઉપયોગી બન્યો છું છતાં હું તમારાં ફરમાનો વિસરતો નથી.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


તે જ પ્રમાણે જૂની મશકોમાં કોઈ નવો દારૂ ભરતું નથી. જો તેમ કરવામાં આવે તો મશક ફાટી જશે, દારૂ ઢળી જશે અને મશકનો નાશ થશે. એને બદલે, નવો દારૂ નવી મશકોમાં ભરવામાં આવે છે; જેથી બંને સચવાય છે.


તેવી જ રીતે વપરાયેલી ચામડાની મશકોમાં કોઈ નવો દારૂ ભરતું નથી. જો એમ કરે, તો દારૂ મશકોને ફાડી નાખે, અને એમ દારૂ અને મશકો બન્‍નેનો નાશ થાય. ના, ના, નવા દારૂ માટે તો નવી જ મશકો જોઈએ!”


આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.”


આ અમારી રોટલી જુઓ. અમે એ લઈને તમને મળવાને ઘેરથી નીકળ્યા ત્યારે તો તે ગરમાગરમ હતી. પણ જુઓ, હવે તે સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી છે.


અમે આ દ્રાક્ષાસવની મશકો ભરી લીધી ત્યારે તે તદ્દન નવી હતી, પણ અત્યારે તે ફાટીતૂટી છે. લાંબી મુસાફરીમાં અમારાં વસ્ત્રો અને પગરખાં પણ ફાટી ગયાં છે.”


પરંતુ યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે વિષે ગિબ્યોનના લોકોએ સાંભળ્યું હતું.


તેમણે ફાટેલાંતૂટેલાં વસ્ત્રો અને સંધાવીને પહેરેલાં ઘસાઈ ગયેલાં પગરખાં પહેર્યાં હતાં. તેમણે લીધેલી રોટલી સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી હતી.


Lean sinn:

Sanasan


Sanasan