Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 9:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેથી ઇઝરાયલી લોકો ઉપડયા અને ત્રણ દિવસ પછી એ લોકોના વસવાટનાં નગરો એટલે ગિબ્યોન, કફીરા, બએરોથ, અને કિર્યાથ-યઆરીમમાં પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને ઇઝરાયલી લોકો, ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓનાં નગરોમાં પહોંચ્યા. હવે તેઓનાં નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાથ-યારીમ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ત્યારે ઇઝરાયલના લોકો બહાર આવ્યા અને ત્રીજા દિવસે તેઓના નગરોમાં પહોંચી ગયા. તેઓનાં નગરો ગિબ્યોન, કફીરા, બેરોથ અને કિર્યાથ-યારીમ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેથી ઇસ્રાએલી લોકો ગિબયોનીઓ જ્યાં રહ્યાં તે જગ્યાએ જવા તૈયાર થયા. ત્રીજે દિવસે તે લોકોનાં નગરો ગિબયોન, કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ આવી પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 9:17
24 Iomraidhean Croise  

ઇશબોશેથના બે અધિકારીઓ બાના અને રેખાબ છાપામાર લશ્કરી દળના આગેવાન હતા. તેઓ બિન્યામીનના કુળમાં આવેલા બેરોથ નગરના રિમ્મોનના પુત્રો હતા. (બેરોથ બિન્યામીનના કુળપ્રદેશમાં ગણાય છે.


આ પણ કાલેબના વંશજો છે: કાલેબ અને તેની પત્ની એફ્રાથનો જયેષ્ઠપુત્ર હૂર હતો. હૂર શોબાલનો પિતા હતો, શોબાલ કિર્યાથ-યારીમનો પિતા હતો.


કિયાર્થ- યારીમના પિતા શોબાલના વંશજો હારોએહ અને મનુહોથના અડધા ભાગના લોક હતા. કિયાર્થ-યારીમનાં કુટુંબો આ છે:


યિથ્રીઓ, પૂથીઓ, શુમાથીઓ, તથા મિશ્રાઇઓ (સોરા અને એશ્તોઓલ શહેરોના લોક આ કુટુંબોમાંના હતા.)


એ સમયે મોશેએ વેરાન- પ્રદેશમાં બનાવેલો મુલાકાતમંડપ અને યજ્ઞવેદી ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનમાં હતાં;


વળી, કિર્યાથ યઆરીમ નગરનો વતની, શમાયાનો પુત્ર ઉરિયા થઇ ગયો. તેણે પણ યર્મિયાની જેમ જ આ નગર અને દેશની વિરુદ્ધ યાહવેને નામે, સંદેશ પ્રગટ કર્યો હતો.


એનાથી યરુશાલેમના લોકો ચોંકી ઊઠયા; કારણ, ગિબ્યોન તો બીજાં રાજવી નગરોના જેટલું જ મોટું હતું; બલ્કે, તે આય કરતાં પણ મોટું હતું અને તેના માણસો સારા લડવૈયા હતા.


કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ- યઆરીમ) અને રાબ્બા; એ બે નગરો તેમનાં ગામો સહિત.


ત્યાંથી તે નેફતોઆહનાં ઝરણાં સુધી જઈને એફ્રોન પર્વતનાં શહેરો પાસે નીકળી. ત્યાંથી તે બાઅલા (એટલે કિર્યાથ-યઆરીમ) તરફ વળી,


તે સીમા ત્યાંથી દિશા બદલીને એ પર્વતની પશ્ર્વિમ બાજુમાં દક્ષિણેથી વળીને યહૂદાના કુળપ્રદેશમાં આવેલા કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ યઆરીમ) સુધી ગઈ. એ તો પશ્ર્વિમ તરફની સરહદ હતી.


દક્ષિણ તરફની સરહદ કિર્યાથ-યઆરીમના છેડાથી શરૂ થઈ. પશ્ર્વિમ તરફ નેફતોઆનાં ઝરણાં સુધી ગઈ.


કરાર થયા પછી ત્રણ દિવસ બાદ ઇઝરાયલીઓને ખબર પડી કે આ લોકો તો તેમની નજીકમાં રહેનારા છે.


પણ ઇઝરાયલીઓએ તેમને મારી નાખ્યા નહિ, કારણ, તેમના આગેવાનોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું હતું. સર્વ લોકોએ એ માટે ઇઝરાયલી સમાજના આગેવાનોની ટીકા કરી.


પરંતુ યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે વિષે ગિબ્યોનના લોકોએ સાંભળ્યું હતું.


ત્યારે તેમણે તેને કહ્યું, “તમારા ઈશ્વર યાહવેની ખ્યાતિ સાંભળીને આ તમારા દાસ દૂર દેશથી આવ્યા છે. તેમણે ઇજિપ્તમાં કરેલાં મહાન કાર્યો વિષે અમે સાંભળ્યું છે.


તેમણે યહૂદિયાના કિયાર્થ-યઆરીમની પશ્ર્વિમે જઈને છાવણી કરી. એટલા માટે આજે પણ એ સ્થળ ‘માહનેહ-દાન’ (દાનની છાવણી) તરીકે ઓળખાય છે.


તેમણે કિર્યાથયારીમના લોકો પાસે સંદેશકો માકલીને કહેવડાવ્યું, “પલિસ્તીઓએ પ્રભુની કરારપેટી પાછી મોકલી છે. આવીને લઈ જાઓ.”


તેથી કિર્યાથયારીમમાં લોકો પ્રભુની કરારપેટી મેળવીને તેને અબિનાદાબના ટેકરી પરના ઘરમાં લઈ ગયા અને તેની સંભાળ અર્થે તેમણે તેના પુત્ર એલાઝારની પ્રતિષ્ઠા કરી.


Lean sinn:

Sanasan


Sanasan