Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:31 - પવિત્ર બાઇબલ C.L.

31 તેણે તે વેદી પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલીઓને આપેલી સૂચનાઓ પ્રમાણે એટલે, “લોઢાનાં હથિયારનો પ્રહાર કરી ઘડેલા ન હોય તેવા પથ્થરોમાંથી વેદી બનાવવી,” એવું જે મોશેના નિયમશાસ્ત્રમાં લખેલું તે પ્રમાણે બનાવી. તેના પર તેમણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 યહોવાના સેવક મૂસાએ ઇઝરાયલી લોકોને જે આજ્ઞા આપી હતી, અને મૂસાના નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જેમ લખેલું છે, તે પ્રમાણે તે વેદી અખંડિત પથ્થર કે, જેના પર કોઈ માણસે લોઢાનો પ્રહાર કદી કર્યો નહોતો, એવા પથ્થરની [બનાવેલી] હતી. અને તેઓએ તેના પર યહોવાને માટે દહનીયાર્પણ કર્યા, ને શાંત્યર્પણોના યજ્ઞ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, “તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી.” અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 મૂસાએ તેના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાંણે બધા નિયમો પાળવામાં આવ્યા હતા. જે પથ્થરો વાપરવામાં આવેલા તે કપાયેલા ન હતા. લોખંડથી બનાવેલા કોઈ પણ ઓજારો તેની ઉપર વપરાયા ન હતા. આ પથ્થરને વાપરીને વેદી બનાવ્યા પછી, તેઓએ તેના ઉપર દેવને દહનાર્પણો અર્પિત કર્યા. તેઓએ શાંત્યર્પણો પણ અર્પણ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:31
16 Iomraidhean Croise  

છતાં તેણે તેમના પુત્રોને મારી નાખ્યા નહિ, પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી આજ્ઞાનું પાલન કર્યું: ‘સંતાનોનાં પાપ માટે માબાપ માર્યાં જાય નહિ અને માબાપનાં પાપ માટે સંતાનો માર્યાં જાય નહિ. પોતાનાં પાપ માટે વ્યક્તિ પોતે જ મારી જાય.”


રાજમંત્રી શાફાને મુખ્ય યજ્ઞકાર હિલકિયાને રાજાનો આદેશ જણાવ્યો. હિલકિયાએ તેને જણાવ્યું કે તેને મંદિરમાંથી નિયમનું પુસ્તક જડયું છે. હિલકિયાએ તેને એ પુસ્તક આપ્યું, એટલે શાફાને તે વાંચ્યું.


જો કે તેણે તેમનાં સંતાનોને મારી નાખ્યાં નહિ પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા પ્રભુના આ ફરમાનનું અનુસરણ કર્યું: “સંતાનોના ગુના માટે માબાપને અથવા માબાપના ગુના માટે સંતાનોને મારી નાખવાં નહિ; પ્રત્યેક જણ માત્ર પોતે કરેલા પાપને લીધે જ માર્યો જાય.”


પછી તેમણે લોકો વચ્ચે એ પ્રાણીઓ અને આખલાને કુટુંબવાર વહેંચી નાખ્યાં, જેથી મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ તેમને ચડાવી શકે.


મોશેના પુસ્તકમાં લખેલી સૂચનાઓ પ્રમાણે તેમણે યરુશાલેમના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરવા માટે યજ્ઞકારો અને લેવીઓની નિમણૂક કરી.


લોકો આગળ મોશેના નિયમશાસ્ત્રનું મોટેથી વાંચન કરવામાં આવતું હતું ત્યારે તેઓના વાંચવામાં આ શાસ્ત્રભાગ આવ્યો કે જ્યાં એમ કહેલું છે કે કોઈપણ આમ્મોની કે મોઆબીને ઈશ્વરના લોકોમાં કદી જોડાવા દેવો નહિ.


પછી યિથ્રોએ ઈશ્વરને સંપૂર્ણ દહનબલિ તથા અન્ય અર્પણો ચડાવ્યાં અને આરોન તથા ઇઝરાયલના બીજા આગેવાનો યિથ્રોની સાથે ઈશ્વરની સમક્ષ પવિત્ર ભોજન લેવા આવ્યા.


પછી તેણે કેટલાક જુવાનોને મોકલ્યા અને તેમણે પ્રભુને દહનબલિ તથા સંગતબલિ તરીકે કેટલાંક પ્રાણીઓનું અર્પણ કર્યું.


તેથી શેતાનનું રાજ અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ ગયું હોય, તો તેનું જલદીથી પતન થશે.


તમે યર્દન નદી પાર કરીને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં પ્રવેશ કરો ત્યારે તમારે મોટા પથ્થરો ઊભા કરવા અને તેમના પર ચુનાનો લેપ કરવો.


તમારે આ સર્વ નિયમોના શબ્દો તે પથ્થરો પર સુવાચ્ય અક્ષરે લખવા.


એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહિ. તું દિવસરાત તેનું અયયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ એટલે તું સમૃદ્ધ અને સફળ થશે.


Lean sinn:

Sanasan


Sanasan