Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:29 - પવિત્ર બાઇબલ C.L.

29 તેણે આયના રાજાને સાંજ સુધી વૃક્ષ પર લટકાવી રાખ્યો. સૂર્યાસ્ત સમયે યહોશુઆએ તેના મૃતદેહને ઉતારી દેવા હુકમ કર્યો, અને એ મૃતદેહ શહેરના પ્રવેશદ્વાર આગળ નાખી દીધો. તેની ઉપર તેમણે પથ્થરોનો મોટો ઢગલો કર્યો; જે આજ સુધી ત્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર ટાંગી રાખ્યો. અને સૂર્યાસ્ત થતી વખતે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લાસ ઝાડ પરથી ઉતારીને નગરના દરવાજા આગળ નાખી, ને તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો, જે આજ સુધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જયારે સૂર્ય આથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી. તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 યહોશુઆએ “આય” ના રાજાને સાંજ સુધી જાડ પર ઉંધે માંથે લટકાવી રાખ્યો, પરંતુ સૂર્યાસ્ત સમયે તેના શરીરને જાડ ઉપરથી ઉતાર્યું અને યહોશુઆના આદેશ પ્રમાંણે નગરના દરવાજા આગળ નાખીને તેના પર પથ્થરોનો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં જ છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:29
14 Iomraidhean Croise  

તેમણે આબ્શાલોમનું શબ લઈને જંગલમાં એક ઊંડા ખાડામાં ફેંકી દીધું અને તેના પર પથ્થરોનો ઢગલો કરી દીધો. પછી સર્વ ઇઝરાયલીઓ છાવણીમાં પોતપોતાના તંબૂએ પાછા ફર્યા.


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


ત્યારે ઈશ્વર તેમના જુલમગારો પ્રત્યે ઘૃણા દાખવે છે, અને જુલમીઓને પંથહીન વેરાનપ્રદેશમાં ભટકાવે છે;


હે રાજા, પ્રભુ તારે પડખે છે, પોતાના કોપના દિવસે તે અન્ય રાજાઓના ચૂરેચૂરા કરી નાખશે.


વિશ્રામવારની પહેલાંનો એ દિવસ હતો. તેથી જેમને ક્રૂસે જડવામાં આવ્યા હતા, એ માણસોના પગ ભાંગી નાખી તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લેવા યહૂદીઓએ પિલાતને વિનંતી કરી. વિશ્રામવારે તેઓ ક્રૂસ પર શબ રહેવા દેવા માગતા ન હતા; કારણ, પછીનો વિશ્રામવાર ખાસ પવિત્ર દિવસ હતો.


તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.


પ્રભુએ એ નગર તથા તેના લોકો પર પણ ઇઝરાયલીઓને વિજય પમાડયો. તેમણે કોઈને જીવતો રહેવા ન દેતાં તેમાંના પ્રત્યેકને મારી નાખ્યો. તેમણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ તે નગરના રાજાના પણ કર્યા.


ગેઝેરનો રાજા હોરામ લાખીશની મદદે આવ્યો પણ યહોશુઆએ તેનો અને તેના સૈન્યનો પરાજય કર્યો અને એમાંના કોઈને જીવતો રહેવા ન દીધો.


ઇઝરાયલી લોકોએ નીચે જણાવેલ રાજાઓને હરાવ્યા: યરીખોનો રાજા,


તેમણે તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. એ પછી પ્રભુનો કોપ શમ્યો. એટલા જ માટે આજે પણ તે આખોર (આફત)ની ખીણ તરીકે ઓળખાય છે.


માત્ર તેઓ આયના રાજાને જીવતો પકડીને યહોશુઆ પાસે લાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan