Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તમે યરીખોના જેવા હાલહવાલ કર્યા તેવા જ તમે આય અને તેના રાજાના કરજો, પણ આ વખતે તમે તેમનો સરસામાન અને ઢોર લૂંટીને તમારે માટે રાખી લેજો. શહેર પર ઓચિંતો છાપો મારવા માટે શહેરની પાછળ માણસોને સંતાડી રાખજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને યરીખોને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તું કરજે. પણ તેનો માલ ને તેનાં ઢોર તમે તમારે માટે લૂટી લેજો. નગરની પાછળ માણસોને સંતાડી રાખજે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જેમ તેં યરીખો અને તેના રાજાને કર્યું તેમ આયને અને તેના રાજાને કર, તેનો માલ અને પશુઓ તમારા પોતાને માટે લૂંટી લેજો. તું નગરની પાછળ માણસોને છુપાવી રાખજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેં યરીખો અને તેના રાજાના જે હાલ કર્યા તે જ ‘આય’ ના અને એના રાજાના કરજે, પરંતુ આ વખતે તમે તેમાંનો માંલસામાંન તથા ઢોર-ઢાંખર પોતાને માંટે રાખી શકો છો, અને એ નગરની પાછળની બાજુએથી હુમલો કરવા સૈનિકોને છુપાવી રાખજે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:2
27 Iomraidhean Croise  

દરમ્યાનમાં યરોબામે તેની કેટલીક ટુકડીઓને યહૂદિયાના સૈન્યને પાછળથી છાપો મારવા મોકલી હતી, જ્યારે બાકીનું સૈન્ય સામેથી ગોઠવ્યું હતું.


તેમણે સ્તુતિગાન ગાયું કે પ્રભુએ આક્રમણ કરવા આવેલા આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોના સૈન્યને ભુલાવામાં નાખીને તેમનો પરાજય કર્યો.


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


સજ્જ્નો પોતાના વંશજો માટે વારસો મૂકી જાય છે, પણ પાપીઓએ સંઘરેલી માલમતા નેકજનોને ફાળે આવશે.


ઇમાનદાર માણસ અપાર આશિષ પ્રાપ્ત કરશે, પરંતુ ઉતાવળે ધનવાન થવા ઇચ્છનાર શિક્ષા પામશે.


અન્યાયથી ધન પ્રાપ્ત કરનાર પોતે નહિ મૂકેલ ઈંડાં સેવનાર કોયલ સમાન છે. બચ્ચાં મોટા થઈને ખોટી માને તજી દે તેમ જીવનની અધવચમાં જ તેનું ધન ચાલ્યું જશે, અને લોકોની દષ્ટિમાં તે આખરે મૂર્ખ ગણાશે!


બેબિલોનના કોટ પર આક્રમણ કરવા સંકેત આપો, સખત ચોકી પહેરો ગોઠવો, નાસભાગ રોકવા ચોકીદારો ગોઠવો, છાપો મારવા સંતાઈને તૈયાર રહો.’ કારણ, બેબિલોનના લોકો વિરુદ્ધ પ્રભુએ જે સંદેશ પ્રગટ કર્યો હતો તે જ પ્રમાણે તેમણે પોતાની યોજના પાર પાડી છે.


જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમાંથી લૂંટ તરીકે માત્ર પશુપ્રાણી અને સરસામાન જ રાખી લીધાં.


પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંક તેમજ નગરમાંનું સર્વસ્વ તમારે તમારી લૂંટ તરીકે રાખી લેવાં. તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા શત્રુઓ પાસેથી આપેલી લૂંટનો તમારે ઉપભોગ કરવો.


પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેનાથી ડરી જઈશ નહિ. કારણ, હું તેને, તેના સૈન્યને તથા તેના દેશને તારે હવાલે કરીશ અને હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનની જેવી દુર્દશા તેં કરી તેવી તેની પણ કરજે.’


હવે યરુશાલેમના રાજા અદોનીસેદેકે સાંભળ્યું કે યહોશુઆએ આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે અને આયના તથા તેના રાજાના હાલ યરીખોના તથા તેના રાજાના હાલ જેવા કર્યા છે; વળી, ગિબ્યોનના લોકોએ પણ ઇઝરાયલીઓ સાથે સલાહશાંતિ કરી લીધાં છે અને તેઓ તેમની સાથે રહે છે, તે પણ તેના સાંભળવામાં આવ્યું.


એ જ દિવસે યહોશુઆએ માક્કેદા પર ચડાઈ કરીને તેને જીતી લીધું અને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે નગરના સૌ કોઈને મારી નાખ્યાં; એકેયને જીવતું રહેવા દીધું નહિ. તેણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ માક્કેદાના રાજાના પણ કર્યા.


ઇઝરાયલના લોકોએ એ શહેરોની સર્વ સંપત્તિ અને ઢોરઢાંક પોતાને માટે લૂંટી લીધાં. પણ પ્રત્યેક માણસનો તેમણે સંહાર કર્યો અને એકેયને જીવતું રહેવા દીધું નહિ.


તેમણે શહેરનાં સ્ત્રીપુરુષો, આબાલવૃદ્ધ સૌનો તલવારની ધારે નાશ કર્યો અને ઢોર, ઘેટાં અને ગધેડાં પણ કાપી નાખ્યાં.


તેણે આશરે પાંચ હજાર માણસો લઈને તેમને શહેરની પશ્ર્વિમે, બેથેલ અને આયની વચમાં સંતાડી રાખ્યા.


જ્યારે આયના રાજાએ યહોશુઆના માણસોને જોયા ત્યારે તે તથા તેના સર્વ માણસો અરાબાની દિશામાં આવેલ ખીણપ્રદેશના અગાઉના સ્થળે ઇઝરાયલીઓ સામે લડવાને ઉતાવળે બહાર નીકળી આવ્યા; પણ તેને ખબર નહોતી કે નગરની પાછળ તેના પર છાપો મારવાને માણસો સંતાઈ રહેલ છે.


તેણે જેવો પોતાનો હાથ ઊંચો કર્યો કે સંતાઈ રહેલા માણસોએ તાત્કાલિક ઊઠીને નગરમાં દોડીને પેસી ગયા અને તેને કબજે કરી લીધું. પછી તરત જ તેમણે શહેરને આગ લગાડી.


ઇઝરાયલીઓએ વેરાનપ્રદેશના રણક્ષેત્રમાં તેમનો પીછો કરવા આવેલા આયના પ્રત્યેક રહેવાસીનો સંહાર કર્યો. પછી તેઓ ત્યાંથી પાછા ફરીને આય ગયા અને


તેથી યહોશુઆ પોતાના સર્વ સૈનિકોને લઈને આય જવા તૈયાર થયો. યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેમને રાત્રે મોકલ્યા.


પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી આવીને શહેરને કબજે કરી લેજો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને તે સોંપી દેશે,


શહેર જીતી લીધા પછી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તમે તેને આગ લગાડજો. તો તમારે માટે મારો આટલો આદેશ છે.”


આમ, યહોશુઆએ તેમને રવાના કર્યા, અને તેઓ આયની પશ્ર્વિમે, આય અને બેથેલની વચ્ચે તેમની સંતાવાની જગ્યાએ પહોંચી ગયા અને ત્યાં રોકાયા. યહોશુઆએ છાવણીમાં જ રાત ગાળી.


પરંતુ યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે વિષે ગિબ્યોનના લોકોએ સાંભળ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan