યહોશુઆ 8:14 - પવિત્ર બાઇબલ C.L.14 જ્યારે આયના રાજાએ યહોશુઆના માણસોને જોયા ત્યારે તે તથા તેના સર્વ માણસો અરાબાની દિશામાં આવેલ ખીણપ્રદેશના અગાઉના સ્થળે ઇઝરાયલીઓ સામે લડવાને ઉતાવળે બહાર નીકળી આવ્યા; પણ તેને ખબર નહોતી કે નગરની પાછળ તેના પર છાપો મારવાને માણસો સંતાઈ રહેલ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને આયના રાજાએ તે જોયું, ત્યારે એમ થયું કે, નગરના માણસો ઉતાવળથી વહેલા ઊઠ્યા, ને તે તથા તેના સર્વ લોકો ઇઝરાયલ સાથે લડવાને નીમેલે વખતે અરાબા આગળ બહાર નીકળી આવ્યા; પણ નગરની પાછળ પોતાની વિરુદ્ધ સંતાઈ રહેલા માણસો છે, એ તે જાણતો નહોતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જયારે આયના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે, તે અને તેના સૈનિકો વહેલા ઊઠયા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાને માટે નગરમાં લાગ જોઈ રહ્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 આયના રાજાએ યહોશુઆના માંણસોને જોયા એટલે તે અને તેના માંણસો ઇસ્રાએલી સેના સાથે લડવા માંટે ઉતાવળે બહાર નિકળ્યા. તેઓએ શહેર છોડ્યું અને યર્દનની ખીણ તરફ ગયા. આયના રાજાને ખબર નહોતી કે નગરની પાછલી બાજુએ માંણસો બધાને માંરી નાખવા માંટે અને શહેર પર હુમલો કરવા સંતાયેલા હતા. Faic an caibideil |