Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 7:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હવે યહોશુઆએ કેટલાક માણસોને યરીખોથી બેથેલની પૂર્વ તરફ બેથ-આવેન નજીક આવેલ આય નગરમાં આમ કહીને મોકલ્યા, “જાઓ, જઈને એ પ્રદેશની બાતમી કાઢી લાવો.” તે માણસો આય જઈને બાતમી કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને ક્હ્યું, “તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો.” અને તે માણસો જઈને આયની બાતમી કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય નગર છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે, “તમે જઈને તે દેશની જાસૂસી કરો.” તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યરીખો નગરના પતન પછી તરત જ યહોશુઆએ કેટલાક માંણસોને યરીખોથી બેથેલની પૂર્વે બેથ-આવેન પાસે આવેલા આય નગરમાં મોકલ્યા અને તેમને કહ્યું કે, “આય જાઓ અને એ લોકો પર જાસૂસી કરો ને અમને સંદેશો મોકલો.” તેથી તેઓ ગયા અને આયની જાસુસી કરી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 7:2
18 Iomraidhean Croise  

ત્યાંથી તે દક્ષિણ તરફ બેથેલ નગરની પૂર્વમાં આવેલ પહાડીપ્રદેશ તરફ ગયો. ત્યાં બેથેલ અને આયની વચમાં તેણે તંબુ માર્યો. ત્યાંથી પશ્ર્વિમે બેથેલ અને પૂર્વમાં આય હતાં. ત્યાં અબ્રામે એક વેદી બાંધી અને યાહવેને નામે ભજન કર્યું.


તેણે તે સ્થળનું નામ બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું. અગાઉ એ શહેરનું નામ લુઝ હતું.


તેણે એક વાછરડો બેથેલમાં અને બીજો દાનમાં મૂક્યો.


બિન્યામીનના કુળના લોકો ગેબા, મિખ્માશ, આય, બેથેલ તથા નજીકનાં ગામોમાં;


સલાહ મેળવીને આયોજન કરવાથી સફળતા સાંપડે છે, અને ચતુરની સલાહ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી લડાઈમાં ઊતરવું.


કારણ, બુદ્ધિપૂર્વકની વ્યૂહરચના વડે જ યુદ્ધ લડી શકાય છે, અને ઘણા સલાહકારોથી વિજય નિશ્ર્વિત બને છે.


દુશ્મનના લશ્કરે આયાથ નગર પર જીત મેળવી છે. તેઓ મિગ્રોનમાં થઈ પસાર થયા છે. મિખ્માશમાં તેમણે પોતાનો શસ્ત્રસરંજામ રાખ્યો છે.


હે હેશ્બોનના લોકો, વિલાપ કરો! કારણ, આય નગરનો નાશ કરવામાં આવ્યો છે. હે રાબ્બાની સ્ત્રીઓ, પોક મૂકીને રડો! શોક પ્રદર્શિત કરવા કંતાન ઓઢો, ગૂંચવાઈ જઈને આમતેમ દોડો; કારણ, તમારા દેવ મિલ્કોમને તેના યજ્ઞકારો અને અધિકારીઓ સહિત બંદી કરીને લઈ જવાશે.


“હે ઇઝરાયલના લોકો, જો કે તમે વેશ્યાની જેમ બેવફા બનો, તો તેથી યહૂદિયાના લોકોએ એ જ બાબતમાં દોષિત બનવાની જરૂર નથી. ગિલ્ગાલ કે ‘બેથ-આવેન’માં ભક્તિ કરવા જશો નહિ અને ત્યાં જઈને જીવતા પ્રભુના નામે સમ ખાશો નહિ.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


તેથી તમે કેવી રીતે જીવન જીવો છો તે પ્રત્યે ખાસ ધ્યાન આપો. અજ્ઞાન માણસની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ જીવન જીવો.


ઇઝરાયલી લોકોએ નીચે જણાવેલ રાજાઓને હરાવ્યા: યરીખોનો રાજા,


ઉત્તર બાજુએ તેમની સરહદ યર્દનથી શરૂ થતી હતી. ત્યાંથી તે યરીખોની ઉત્તર તરફના ઢોળાવ તરફ ગઈ અને પશ્ર્વિમ તરફ પહાડી પ્રદેશમાં થઈને છેક બેથ હાવેનના રણપ્રદેશ સુધી પહોંચી.


પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી છૂપી રીતે બે જાસૂસો મોકલ્યા અને તેમને કહ્યું, “જાઓ, જઈને કનાન દેશની અને વિશેષે કરીને યરીખો નગરની બાતમી મેળવી લાવો.” તેઓ ત્યાં ગયા અને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


તેમણે પાછા આવીને યહોશુઆને જણાવ્યું, “આય પર આક્રમણ કરવા બધા લોકોએ જવાની જરૂર નથી. માત્ર બે-ત્રણ હજાર પુરુષો જાય અને આયને જીતી લે. ત્યાં આખા સૈન્યને જવાની તકલીફ આપશો નહિ; ત્યાં ખાસ ઝાઝી વસતી નથી.”


પલિસ્તીઓ એકઠા થઈને ઇઝરાયલીઓ સાથે લડવા આવ્યા. તેમની પાસે યુદ્ધ માટે ત્રીસ હજાર રથો, 6000 ઘોડેસ્વારો અને સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય સૈનિકો હતા. તેમણે બેથ-આવેનની પૂર્વમાં મિખ્માશમાં છાવણી નાખી.


તે દિવસે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કર્યો અને બેથઆવેનની પેલે પાર સુધી જંગ જામ્યો.


તેણે આવી ભેટ નીચેનાં નગરોના રહેવાસીઓને મોકલી: બેથેલ, યહૂદિયાના દક્ષિણ ભાગમાં આવેલા રામા, યાતિર, અરોએર, સિફમોથ, એશ્તમોઆ, રાખાલ. વળી, યરાહમએલી તથા કેનીઓના કુળનાં નગરોમાં તેમ જ હોર્મા, બોર-આશાન, આથાખ


Lean sinn:

Sanasan


Sanasan