Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પછી તેમણે શહેરને આગ લગાડીને તેના સર્વસ્વને બાળીને ભસ્મ કરી દીધું. માત્ર રૂપું અને સોનું તથા તાંબાનાં અને લોખંડનાં પાત્રો લાવીને પ્રભુના ઘરના ભંડારમાં મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેઓએ નગરને તથા જે કંઈ તેમાં હતું તે સરવને અગ્નિમાં બાલી નાખ્યાં, ફક્ત રૂપું ને સોનું, ને પિત્તળનાં ને લોઢાંનાં પાત્રો તેઓએ યહોવાના ઘરના ભંડારમાં મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓએ નગરને અને જે કંઈ હતું તે બધું અગ્નિથી બાળી નાખ્યું; કેવળ ચાંદી, સોનું, પિત્તળનાં અને લોખંડનાં પાત્રો લાવીને તેઓએ યહોવાહનાં ઘરના ભંડારમાં મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 પછી તેઓએ નગર અને તેમાંનું સઘળું બાળી મૂક્યું. ફકત સોના-રૂપાની અને પિત્તળની અને લોઢાની વસ્તુઓ યહોવાના ભંડારમાં મૂકવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:24
13 Iomraidhean Croise  

તેમને ઘેર જતાં ઘણી શરમ લાગતી હતી. એ બનાવ વિષે સાંભળીને દાવિદે તેમના પર સંદેશો મોકલ્યો કે તેઓ યરીખોમાં જ રહે અને તેમની દાઢી વધે પછી પાછા આવે.


તેણે પ્રભુનું મંદિર, રાજમહેલ અને યરુશાલેમનાં મોટાં મોટાં બધાં મકાનો બાળી નાખ્યાં.


દાવિદે એ સર્વ ભેટોનું તથા પોતે અદોમ, મોઆબ, આમ્મોન, પલિસ્તી અને અમાલેક એ સર્વ પ્રજાઓ જીતીને તેમની પાસેથી લાવેલ સોનારૂપાનું પ્રભુની આરાધના માટે સમર્પણ કર્યું.


તેમણે તેમનાં વસવાટનાં બધાં નગરો અને પડાવોને અગ્નિથી બાળી નાખ્યાં.


તે નગરની લૂંટેલી બધી વસ્તુઓનો નગરના ચોકની વચમાં ઢગલો કરવો અને પછી તમારા ઈશ્વર પ્રભુને સમર્પણ તરીકે તે નગર તથા તેનાં સર્વસ્વને અગ્નિમાં પૂરેપૂરાં બાળી નાખવાં. તે નગર કાયમને માટે ખંડિયેરનો ઢગલો બની રહે, અને ફરી કદી બંધાય નહિ.


પૂરા વિનાશને માટે શાપિત થયેલી એમાંની કોઈ પણ વસ્તુ તમારે રાખી લેવી નહિ; કારણ, ત્યારે જ તમારા ઈશ્વર પ્રભુના કોપનું શમન થશે અને તે તમારા પર દયા કરશે. તે તમારા પ્રત્યે કરુણાળુ થશે અને તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી વંશવૃધિ કરશે.


“પરંતુ જે દેશનાં નગરો પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેમને તમે સર કરો ત્યારે તેમાં કોઈને પણ જીવતું રહેવા દેવું નહિ.


તેમણે સર્વ જીવતાઓની કત્લેઆમ કરી નાખી; એકેયને જીવતું રહેવા દીધું નહિ, અને નગરને બાળીને ભસ્મ કરી નાખ્યું.


રૂપું, સોનું, તાંબુ કે લોખંડની બનેલી સર્વ વસ્તુઓ પ્રભુને માટે અલગ કરેલી છે અને તે પ્રભુના ભંડારમાં મૂકવાની છે.”


પણ યહોશુઆએ રાહાબ વેશ્યા અને તેનાં સર્વ કુટુંબીજનોને મારી નાખ્યાં નહિ; કારણ, યહોશુઆએ મોકલેલા બે જાસૂસોને તેણે સંતાડયા હતા. (રાહાબના વંશજો આજ સુધી ઇઝરાયલમાં વસતા આવ્યા છે.)


યહોશુઆએ આયને બાળીને તેને ખંડિયેર બનાવી દીધું. આજ દિન સુધી તે તેવું જ છે.


જે દશ શિંગડાં તેં જોયાં તે અને પેલું પશુ પણ વેશ્યાનો તિરસ્કાર કરવા લાગશે. તેઓ તેનું બધું જ પડાવી લેશે અને તેને નગ્ન કરી દેશે. તેઓ તેનું માંસ ખાઈ જશે અને તેને અગ્નિમાં સળગાવી દેશે.


એને લીધે રોગચાળો, વેદના, દુકાળ એ બધી આફતો એક જ દિવસે તેના પર આવી પડશે, અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. કારણ, તેનો ન્યાય કરનાર તો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર છે.”


Lean sinn:

Sanasan


Sanasan