Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તેથી તે જુવાન જાસૂસો ત્યાં જઈને રાહાબને, તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને કુટુંબના બાકીનાં બધાંને બહાર લઈ આવ્યા. પછી તેમણે તેમને ઇઝરાયલી છાવણીમાં લઈ જઈને રાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને જુવાન જાસૂસો અંદર જઈને રાહાબને ને તેના પિતાને, ને તેની માતાને, ને તેના ભાઈઓને, ને તેના સર્વસ્વને કાઢી લાવ્યા. વળી તેનાં સર્વ સગાંને પણ તેઓ કાઢી લાવ્યા; અને તેમને તેઓએ ઇઝરાયલની છાવણી બહારર મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેથી જુવાન ઘરમાં ગયા અને રાહાબને બહાર લઈ આવ્યા. તેઓ તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને તેના સર્વસ્વને બહાર લાવ્યા. વળી તેનાં સઘળાં સગાંને પણ તેઓ બહાર લાવ્યા. તેઓ તેમને ઇઝરાયલની છાવણી બહારની જગ્યામાં લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેથી તેઓ ત્યાં ગયા અને રાહાબને, તેના પિતાને, માંતાને, ભાઈઓને અને તેના પરિવારના સર્વ લોકોને બહાર કાઢયા, અને ઇસ્રાએલી છાવણીની બહાર સુરક્ષિત જગ્યામાં રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:23
15 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


જો તે શહેરમાં પચાસ સદાચારીઓ હોય તો પણ શું તમે તેનો નાશ કરશો? એ પચાસ સદાચારીઓ ખાતર એ શહેરને તમે નહિ બચાવો?


ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો.


તમારામાંના કોઈએ કોઈ માણસને મારી નાખ્યો હોય અથવા મૃતદેહનો સ્પર્શ કર્યો હયો તો તેણે સાત દિવસ સુધી પડાવ બહાર રહેવું. તમારે અને તમારી બંદીવાન સ્ત્રીઓએ ત્રીજે અને સાતમે દિવસે શુધિકરણનો વિધિ કરવો.


તેણે તેમને કહ્યું, “તમે જાણો છો કે વિધિગત રીતે યહૂદીને બિનયહૂદીની મુલાકાત લેવાની કે તેની સંગત રાખવાની છૂટ નથી. પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે મારે કોઈ માણસને અશુદ્ધ કે દૂષિત ગણવો નહિ. અને તેથી તમે મને બોલાવ્યો ત્યારે મેં આવવા માટે કંઈ આનાકાની કરી નહિ.


‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’


જેઓ આપણી સંગતની બહાર છે તેમનો હું ન્યાય કરવા માગતો નથી. એમનો ન્યાય તો ઈશ્વર કરશે. પણ શું તમે તમારી જ સંગતના માણસોનો ન્યાય કરી શક્તા નથી? ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “તમે તમારી સંગતમાંથી એ દુષ્ટને દૂર કરો.”


તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


વિશ્વાસને લીધે જ ઈશ્વરને આધીન નહિ થનારા લોકો સાથે રાહાબ વેશ્યાનો સંહાર થયો નહિ. કારણ, રાહાબે જાસૂસોને મૈત્રીભર્યો આવકાર આપ્યો હતો.


વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો.


મને વચન આપો કે તમે મારા પિતાને, મારી માને, મારા ભાઈઓને, મારી બહેનોને અને તેમનાં સર્વ કુટુંબકબીલાનો જીવ બચાવશો અને અમને મારી નાખશો નહિ.”


તેણે તેમને કહ્યું, “તમે પહાડીપ્રદેશમાં નાસી જાઓ, નહિ તો રાજાના માણસો તમને પકડી પાડશે. તેઓ પીછો કરવામાંથી પાછા ફરે ત્યાં સુધી તમે ત્રણ દિવસ સંતાઈ રહેજો અને પછી તમે તમારે રસ્તે પડજો.”


તારે આ પ્રમાણે કરવાનું રહેશે: તમારા દેશ પર અમે આક્રમણ કરીએ ત્યારે તેં અમને જે બારીમાંથી ઉતાર્યા છે તેમાં આ ઘેરા લાલ રંગનું દોરડું બાંધજે; અને તારા પિતાને, તારી માને, તારા ભાઇઓને અને તારા પિતાના સમસ્ત કુટુંબને તારા આ ઘરમાં એકઠાં કરી રાખજે.


તેથી તેણે તેમને માર્ગ બતાવ્યો. યોસેફના વંશજોએ એ માણસ તથા તેના પરિવાર સિવાય નગરના બધા માણસોનો સંહાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan