Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુએ યહોશુઆને કહ્યું, “હું યરીખોને, તેના રાજાને અને તેના સર્વ શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપી દઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને યહોવાએ યહોશુઆને કહ્યું, “જો, મેં યરીખો ને તેનો રાજા તથા શૂરવીર પુરુષો તારા હાથમાં આપ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહે યહોશુઆને કહ્યું, “જો, મેં યરીખોને, તેના રાજાને અને તેના શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહોવાએ યહોશુઆને કહ્યું કે, “હું તને યરીખો તેના રાજા અને બહાદુર યોદ્ધાઓને હરાવવા દઈશ.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:2
20 Iomraidhean Croise  

દાવિદે પ્રભુને પૂછયું, “પલિસ્તીઓ પર હુમલો કરું? શું તમે મને તેમના પર વિજય અપાવશો?” પ્રભુએ જવાબ આપ્યો, “હા. હુમલો કર. હું તને જરૂર વિજય અપાવીશ.”


એ પ્રમાણે તેમણે કનાન દેશ જીતી લીધો, અને ત્યાંના રહેવાસીઓનો તમે પરાજ્ય કર્યો. કનાનના લોકો અને રાજાઓ સાથે પોતાને ફાવે તેવો વર્તાવ કરવાને તમે તેમને શક્તિ આપી.


તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે.


એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’


તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


સર્વોચ્ચ ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં.


ઈશ્વર તેમના રાજવીઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેમનું નામનિશાન ભૂંસી નાખશો, તમારી સામે કોઈ ટકી શકશે નહિ અને તમે તે સૌનો વિનાશ કરશો.


ઇઝરાયલી લોકોએ નીચે જણાવેલ રાજાઓને હરાવ્યા: યરીખોનો રાજા,


તેમણે યહોશુઆને કહ્યું, “પ્રભુએ જરૂર આ દેશ આપણને સોંપ્યો છે; અને આપણા આગમનથી દેશના સર્વ રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો છે.”


તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે.


પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “ઇઝરાયલીઓ સાથે વાત કરીને તેમને આમ કહે: ‘મેં મોશે દ્વારા તમને કહ્યું હતું તેમ હવે આશ્રયનગરો પસંદ કરો.


ઇઝરાયલીઓને શહેરમાં ધૂસી જતા અટકાવવા માટે યરીખોના દરવાજા બરાબર બંધ કરીને તેમને સુરક્ષિત કરી દેવામાં આવ્યા. તેથી ન તો કોઈ શહેરની બહાર જઈ શકતું કે ન તો કોઈ અંદર પ્રવેશી શકતું.


તારે અને તારા સર્વ સૈનિકોએ છ દિવસ સુધી દરરોજ કૂચ કરતાં કરતાં શહેરની એકવાર પ્રદક્ષિણા કરવી.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારી સાથે સર્વ સૈનિકોને લઈને આય પર ચડાઈ કર. તું ગભરાઈશ નહિ અથવા નાહિમ્મત થઈશ નહિ. હું તને આયના રાજા પર વિજય પમાડીશ, અને તેના લોકો, તેનું શહેર અને તેનો પ્રદેશ તારે સ્વાધીન કરી દઈશ.


પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ સિહોન અને તેના સૈન્ય પર ઇઝરાયલીઓને વિજય પમાડયો. આમ, એ દેશમાં વસતા અમોરીઓનો સમસ્ત વિસ્તાર ઇઝરાયલીઓએ કબજે કર્યો.


તમે હવે તે પ્રદેશ પાછો લઈ લેવાનો પ્રયાસ કરો છો? તમારા દેવ કમોશે તમને આપ્યો હોય તે પ્રદેશ તમે રાખો. પણ અમે તો અમારા ઈશ્વર પ્રભુએ અમારે માટે જે કંઈ પ્રદેશ લઈ લીધો છે તે રાખવાના છીએ.


Lean sinn:

Sanasan


Sanasan