Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:19 - પવિત્ર બાઇબલ C.L.

19 રૂપું, સોનું, તાંબુ કે લોખંડની બનેલી સર્વ વસ્તુઓ પ્રભુને માટે અલગ કરેલી છે અને તે પ્રભુના ભંડારમાં મૂકવાની છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ સર્વ રૂપું તથા સોનું, ને પિત્તળનાં તથા લોઢનાં પાત્ર યહોવાને માટે પવિત્ર છે. તે યહોવાના ભંડરમાં જાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સર્વ ચાંદી, સોનું અને પિત્તળનાં તથા લોખંડનાં પાત્રો યહોવાહને સારું પવિત્ર છે. તે બધું યહોવાહનાં ભંડારમાં લાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 સોના અને ચાંદીની જેમ જ લોખંડનાં બધા પાત્ર યહોવાને માંટે અલગ રાખેલા છે અને તમાંરે તે બધું યહોવાના ભંડારમાં આપવાનું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:19
25 Iomraidhean Croise  

દાવિદે એ ભેટસોગાદો તથા અદોમ, મોઆબ, આમોન, પલિસ્તીયા અને અમાલેકનાં રાજ્યો પર જીત મેળવીને મેળવેલું સોનું, રૂપું તથા સોબાના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેર પાસેથી મેળવેલી લૂંટ પ્રભુને અર્પણ કર્યાં.


પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલમાંથી શલોમોને બનાવેલી સોનાની ઢાલો સહિત તે સર્વ ભંડારો લૂંટી ગયો.


શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ સમાપ્ત કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં ચાંદી, સોનું અને અન્ય ચીજવસ્તુઓ લાવીને મંદિરના ભંડારોમાં મૂકી.


અને તે પ્રભુના મંદિર તથા રાજમહેલનો સઘળો ખજાનો બેબિલોન લઈ ગયો. પ્રભુએ અગાઉથી જણાવ્યું હતું તેમ શલોમોન રાજાએ પ્રભુના મંદિરને માટે બનાવડાવેલાં સોનાનાં સઘળાં પાત્રો ભાંગી નાખ્યાં.


દાવિદે એ સર્વ ભેટોનું તથા પોતે અદોમ, મોઆબ, આમ્મોન, પલિસ્તી અને અમાલેક એ સર્વ પ્રજાઓ જીતીને તેમની પાસેથી લાવેલ સોનારૂપાનું પ્રભુની આરાધના માટે સમર્પણ કર્યું.


લેવીઓમાંથી અહિયા ઈશ્વરના મંદિરના ભંડાર અને ઈશ્વરને અર્પિત ભેટોના ભંડારો પર હતો.


દાવિદ રાજા, કુટુંબના વડાઓ, ગોત્રના આગેવાનો અને લશ્કરી સહાધિપતિઓ અને શતાધિપતિઓ દ્વારા ઈશ્વરને અર્પાયેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના સભ્યોની સાચવણીમાં હતી.


લડાઈમાં મળેલી લૂંટનો કેટલોક ભાગ તેઓએ પ્રભુના મંદિરના ઉપયોગને માટે અર્પ્યો હતો.


સંદેશવાહક શમુએલ, રાજા શાઉલ, નેરના પુત્ર આબ્નેર અને સરુયાના પુત્ર યોઆબની ભેટો સહિત પ્રભુના મંદિરમાં વપરાશ માટે અર્પેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના હવાલામાં હતી.


વળી, તેણે પોતાના મનમાં હતું તે પ્રમાણે પ્રભુના મંદિરના ચોક, તેની ચારે બાજુના ખંડો અને મંદિરની સાધનસામગ્રી અને પ્રભુને અર્પિત ભેટોના ભંડારો વિષે બધું જણાવ્યું.


તેના પિતા અબિયાએ સમર્પિત કરેલી સર્વ વસ્તુઓ અને પોતે સમર્પિત કરેલી સોનાચાંદીની બધી વસ્તુઓ તેણે પ્રભુના મંદિરમાં મૂકી.


તેમાં તેમણે નિયત અર્પણો, દશાંશો અને સમર્પિત ભેટો રાખ્યાં. તેમણે કોનાન્યા નામના લેવીને તેની દેખરેખની જવાબદારી સોંપી અને તેના ભાઈ શિમઈને તેનો સહાયકારી રાખ્યો.


દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે.


તેથી એબેદ-મેલેખ તે માણસોને લઈને રાજમહેલના ભંડારમાં ગયો અને ત્યાંથી ફાટેલાં તૂટેલાં જૂનાં લૂગડાં લઈને તેમને દોરડા વડે ટાંકામાં યર્મિયા પાસે ઉતાર્યાં.


ચોથા વર્ષે તેનાં ફળ પ્રભુનો આભાર માનવાને માટે અર્પણ કરવાં.


પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, જાઓ અને તમારા શત્રુઓને સજા કરો! હું તમને લોખંડી શિંગડાં અને તાંબાની ખરીવાળા આખલા જેવા બળવાન બનાવીશ. તમે ઘણી પ્રજાઓને કચડી નાખશો અને તમે મને, એટલે, સમગ્ર પૃથ્વીના પ્રભુને એ પ્રજાઓએ હિંસાથી મેળવેલી સંપત્તિનું સમર્પણ કરશો.”


ત્યાર પછી તેઓ તેમની બધી લૂંટ અને કબજે કરેલાં બધા પ્રાણીઓ અને કેદીઓને


યરીખોની સામે, યર્દન નદીને કિનારે મોઆબના મેદાનમાં આવેલા પોતાના પડાવમાં મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર ઇઝરાયલી સમાજ સમક્ષ લઈ આવ્યા.


“અગ્નિમાં સળગી ન જાય તેવી સોનું, ચાંદી, તાંબું, લોખંડ, કલાઈ કે સીસુની વસ્તુઓ અગ્નિમાં પસાર કરીને શુધ કરવી; બાકીની બધી વસ્તુઓને પાણી છાંટી શુધ કરવી. અગ્નિથી બળી જાય એવી વસ્તુઓને પાણીથી શુધ કરવી.


મુખ્ય યજ્ઞકારોએ પૈસા ઉઠાવી લીધા અને કહ્યું, આ તો લોહીના પૈસા છે અને તેને મંદિરમાં જમા કરવા એ આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે.


ઈસુ મંદિરના ભંડારની સામે બેસીને ભંડારમાં પૈસા નાખતા લોકોને જોતા હતા. ધનવાન માણસો તેમાં ઘણા પૈસા નાખતા હતા.


ઇઝરાયલે પાપ કર્યું છે! મારી સાથે કરેલો જે કરાર મેં તેમને પાળવા ફરમાવ્યો હતો તેનો તેમણે ભંગ કર્યો છે. મના કરેલ અર્પિત વસ્તુમાંથી તેમણે કંઈક લઈ લીધું છે. તેમણે તે ચોરી લીધું છે અને જુઠ્ઠું બોલ્યા છે અને તેને પોતાના સરસામાનમાં સંતાડયું છે.


Lean sinn:

Sanasan


Sanasan