યહોશુઆ 6:13 - પવિત્ર બાઇબલ C.L.13 તેમણે આગલા દિવસની જેમજ કૂચ કરી: સૌ પ્રથમ અગ્ર રક્ષકદળ, પછી સાત રણશિંગડાં વગાડનાર સાત યજ્ઞકારો, તે પછી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો અને છેલ્લે, અનુગામી રક્ષકદળ. એ બધો સમય રણશિંગડાં વાગ્યા કરતાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને સાત યાજકોએ યહોવાના કોશની આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને વગાડતા વગાડતા ચાલ્યા. અને હથિયારબંધ માણસો તેઓની આગળ ચાલ્યા. અને પાછળની ટુકડી યહોવાના કોશની પાછળ ચાલી. [યાજકો તો] ચલતાં ચાલતાં રણશિંગડાં વગાડતાં હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 સાત યાજકોએ યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લીધાં અને તેઓ તેને મોટા અવાજથી વગાડતા વગાડતા ચાલ્યા. સશસ્ત્ર પુરુષો તેઓની આગળ ચાલતા હતા. પણ પાછળની ટુકડી યહોવાહનાં કોશની પછવાડે ચાલી ત્યારે રણશિંગડામાંથી સતત મોટો અવાજ થતો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ઘેટાનાં સાત રણશિંગડાં લઈને સાત યાજકો તેમને વગાડતાં યહોવાનાં પવિત્રકોશ આગળ ચાલ્યા. સશસ્ત્ર માંણસો આગળ ચાલતા હતા અને પાછળ રક્ષકોનું બીજું જૂથ ત્યાં કૂચ કરતું હતું. અને આ સર્વ સમય દરમ્યાન રણશિંગડાં વાગતા હતાં. Faic an caibideil |