Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 5:13 - પવિત્ર બાઇબલ C.L.

13 યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે એમ થયું કે, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, ને તેના હાથમાં તાણેલી તરવાર હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “તું અમારી બાજુનો છે કે, અમારા શત્રુઓની બાજુનો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને યહોશુઆ યરીખો પાસે હતો, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં તાણેલી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “શું તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જયારે યહોશુઆ યરીખો નજીક પહોંચ્ચોં ત્યારે તેણે પોતાની સામે ખુલ્લી તરવાર લઈને ઊભેલો એક માંણસ જોયો. તેથી યહોશુઆએ તેને પૂછયું, “તું કોના તરફ છે? તું અમાંરો મિત્ર છે કે દુશ્મન?”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 5:13
24 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રાહામને મામરેનાં એલોન વૃક્ષો પાસે દર્શન આપ્યું. અબ્રાહામ ભરબપોરે તંબુના પ્રવેશદ્વાર પાસે બેઠો હતો.


તેણે નજર ઊઠાવીને જોયું તો પોતાની સામે તેણે ત્રણ માણસોને ઊભેલા જોયા. તેમને જોઈને તે તંબુના પ્રવેશદ્વારેથી દોડીને તેમને મળવા સામે ગયો.


ત્યારે યાકોબ ઊંઘમાંથી જાગી ઊઠયો અને બોલ્યો, “પ્રભુ જરૂર આ સ્થળે છે, પણ મને તેની ખબર નહોતી.”


યાકોબે સામે જોયું તો એસાવ તેના ચારસો માણસો સાથે આવતો હતો. તેથી યાકોબે લેઆહ, રાહેલ અને બે દાસીઓ વચ્ચે બાળકો વહેંચી દીધાં.


એસાવે સામે નજર કરી તો સ્ત્રીઓ તથા બાળકોને જોયાં. ત્યારે તેણે પૂછયું, “આ તારી સાથે કોણ છે?” યાકોબે કહ્યું, “એ તો ઈશ્વરે કૃપા કરીને તમારા સેવકને આપેલાં બાળકો છે.”


દાવિદના સૈન્યમાં રોજરોજ માણસો ઉમેરાતા જતા હતા તેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થઈ ગયું.


પ્રભુએ દૂતને આજ્ઞા કરી એટલે તેણે પોતાની તલવાર મ્યાન કરી.


પણ દાવિદ ઈશ્વરનું ભજન કરવા ત્યાં જઈ શકયો નહિ, કારણ, તે પ્રભુના દૂતની તલવારથી ડરતો હતો.


મારો દૂત તમારી આગળ જશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જશે અને હું તેમનો નાશ કરીશ.


મેં ઊંચે જોયું તો અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલો અને ઉફાઝના શુદ્ધ સોનાનો પટ્ટો પહેરેલો એક માણસ મેં જોયો.


ત્યાં નદીની પાસે મેં એક ઘેટો જોયો. તેને બે લાંબાં શિંગડાં હતાં. તેમાંનું એક શિંગડું વધુ લાંબું અને બીજાં કરતાં નવું લાગતું હતું.


પ્રભુના એક દૂતને મેં લાલ ઘોડા પર સવાર થયેલો જોયો. તે ખીણમાંના કેટલાંક મેંદીનાં વૃક્ષો મધ્યે રોક્યો હતો, અને તેની પાછળ બીજા ઘોડા પણ હતા - લાલ, કાબરચીતરા અને સફેદ.


ગધેડીએ પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને ઊભેલો જોયો એટલે તે માર્ગમાંથી ફંટાઈને ખેતરમાં વળી ગઈ. બલામ તેને ફટકારીને પાછી રસ્તા પર લઈ આવ્યો.


ત્યારે પ્રભુએ બલામની આંખો ઉઘાડી. તેણે પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને માર્ગમાં ઊભેલો જોયો. તરત જ બલામે ભૂમિ પર ઊંધા પડીને તેને પ્રણામ કર્યા.


તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા. એવામાં સફેદ પોશાક પહેરેલા બે પુરુષો એકાએક તેમની નજીક આવી ઊભા.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “હું યરીખોને, તેના રાજાને અને તેના સર્વ શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપી દઉં છું.


તેમની મયે મેં માનવપુત્ર જેવા એકને જોયા. તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેર્યો હતો અને છાતી ઉપર સોનાનો પટ્ટો બાંધ્યો હતો. તેમના માથાના વાળ ઊન જેવા અને બરફ જેવા સફેદ હતા


માનોઆહ ઊઠીને તેની પત્નીની પાછળ પાછળ ગયો. તેણે પેલા માણસ પાસે જઈને તેને પૂછયું, “મારી પત્ની સાથે વાત કરનાર માણસ તમે જ છો?” તેણે જવાબ આપ્યો, “હા.”


માનોઆહે તેની પત્નીને કહ્યું, “આપણે હવે ચોક્કસ મરી જઈશું, કારણ, આપણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan