Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા, ને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓના રાજા, તેઓએ સાંભળ્યું કે ઇઝરાયલી લોકો પાર ઊતરી ગયા ત્યાં સુધી યહોવાએ તેમની આગલ યર્દનનું પાણી સૂકવી નાખ્યું, ત્યારે એમ થયું કેમ ઇઝરાયલી લોકોને લીધે તેઓનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તેઓના હોશ ઊડી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે યર્દનની પશ્ચિમમાં રહેનાર અમોરીઓના સર્વ રાજાઓએ અને સમુદ્ર કિનારે રહેનાર કનાનીઓના રાજાઓએ સાંભળ્યું કે, ઇઝરાયલના લોકો જ્યાં સુધી યર્દન નદી પસાર કરી રહ્યા ત્યાં સુધી યહોવાહે યર્દનના પાણી સૂકવી દીધાં, ત્યારે તેઓનાં હૃદય પીગળી ગયાં અને ઇઝરાયલી લોકોને લીધે તેઓ અતિશય ગભરાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 5:1
32 Iomraidhean Croise  

તે દેશમાં મુસાફરી કરતાં કરતાં અબ્રામ શખેમ નગરની સીમમાં આવેલા મોરેહના પવિત્ર વૃક્ષ સુધી ગયો. તે સમયે તે દેશમાં કનાનીઓ વસતા હતા.


વળી, હું તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપું છું, એટલે, મેં મારી તલવાર અને ધનુષ્યને જોરે અમોરીઓ પાસેથી જીતી લીધેલો પહાડીપ્રદેશ શખેમ આપું છું.”


(ગિબ્યોનના લોકો ઇઝરાયલી નહોતા. તેઓ તો અમોરી પ્રજાના બાકી રહી ગયેલા લોક હતા. ઇઝરાયલીઓએ તેમને મારી નહિ નાખવાના સમ ખાધા હતા. પણ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પ્રત્યેના શાઉલના આવેશને લઈને તેણે તેમનો ઉચ્છેદ કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો.)


તેણે જમણમાં પીરસાતો ખોરાક, તેના અમલદારોની વસાહતો, રાજમહેલના કર્મચારીઓની વ્યવસ્થા અને તેમનો ગણવેશ, મિજબાની વખતે તહેનાતમાં રહેતા અનુચરો અને પ્રભુના મંદિરમાં તે જે બલિદાનો ચડાવતો એ બધુ જોયું. એ જોઈને તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ.


એ બનાવો પછી ઇઝરાયલી લોકોના આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ આસપાસના દેશોના લોકોથી અલગ રહેતા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, ઇજિપ્તીઓ અને અમોરીઓનાં ઘૃણાપાત્ર આચરણો પ્રમાણે વર્તે છે.


એટલે અમોરીઓના રાજા સિહોનને, બાશાનના રાજા ઓગને તથા કનાનના સર્વ રાજાઓને તેમણે માર્યા.


તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ હું હિવ્વીઓને, કનાનીઓને અને હિત્તીઓને ભમરીઓ મોકલીને હાંકી કાઢીશ.


એ જોઈને ટાપુઓ ગભરાયા અને પૃથ્વીના છેડેછેડા ધ્રૂજી ઊઠયા. ત્યાંના બધા લોક આવીને ભેગા થાય છે.


તેને કહે કે, “પ્રભુ પરમેશ્વર યરુશાલેમને આમ કહે છે: તારો જન્મ કનાન પ્રદેશમાં થયેલો છે અને એ જ તારું ઉદ્ભવસ્થાન છે, તારો પિતા અમોરી હતો અને તારી માતા હિત્તી હતી.


તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે કહેજે કે, ‘જે આવી પડવાનું છે તેના સમાચારને લીધે.’ એનાથી સૌનાં હૈયાં ભયથી કાંપી ઊઠશે, તેમના હાથ કમજોર થઇ જશે, તેમના હોશકોશ ઊડી જશે, ધૂંટણો લથડવા લાગશે. જે આવી પડવાનું છે તે આવી ગયું છે.” પ્રભુ પરમેશ્વર પોતે આમ બોલ્યા છે.


રાજાનો ચહેરો ઉદાસ થઈ ગયો. અને તે એટલો ગભરાયો કે તેના ધૂંટણો ધ્રૂજવા લાગ્યા.


“તેમ છતાં, મેં ગંધતરુ જેવા ઊંચા અને ઓકવૃક્ષ જેવા મજબૂત અમોરીઓનો તેમની આગળથી નાશ કર્યો. મેં ટોચ પરથી તેમનાં ફળનો અને તળિયેથી તેમના મૂળનો સદંતર નાશ કર્યો.


અમાલેકીઓ દક્ષિણે નેગેબમાં રહે છે. હિત્તીઓ તથા યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશમાં રહે છે અને કનાનીઓ ભૂમધ્ય સમુદ્ર પાસે અને યર્દન નદીને કિનારે રહે છે.”


પણ મનાશ્શાના વંશજો એ શહેરોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂકી શક્યા નહિ; તેથી ત્યાં કનાનીઓનો વસવાટ ચાલુ રહ્યો.


પહાડી પ્રદેશ તમારો થશે. જો કે તેમાં જંગલ છે તો પણ તમે તેનાં વૃક્ષો કાપીને એક છેડાથી બીજા છેડા સુધી તેનો કબજો મેળવશો. વળી, કનાનીઓ પાસે લોખંડના રથો છે અને તેઓ બળવાન છે તોપણ તમે તેમને ત્યાંથી હાંકી કાઢી શકશો.”


પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.”


નદીનું વહેણ કપાઈ ગયું અને સારેથાન નજીક આવેલા આદામ નગર પાસે ઉપરવાસમાંથી પાણી વહેતું અટકી જઈને ભરાઈ ગયું અને મૃત સરોવર તરફ નીચાણ તરફનો પ્રવાહ વહી ગયો. લોકો યર્દન ઓળંગીને યરીખોની નજીક ઊતર્યા.


લોકો કોરી ભૂમિ પર થઈને જતા હતા ત્યારે સર્વ લોકો નદી ઓળંગી રહ્યા ત્યાં સુધી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની વચમાં કોરી જમીન પર ઊભા રહ્યા.


તેને થતી વેદનાથી ગભરાઈને તેઓ દૂર ઊભા રહીને કહેશે, “અરે, મહાનગરી, તને હાય હાય! ઓ પ્રતાપી બેબિલોન, ફક્ત એક ઘડીમાં તને સજા મળી ચૂકી!”


હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયલી લોકોએ પ્રભુને પૂછયું, “અમારામાંથી કયું કુળ જઈને કનાનીઓ પર પ્રથમ હુમલો કરે?”


તેથી પોતાના ઇઝરાયલી લોકો માટે અમોરીઓને હાંકી કાઢનાર તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પોતે હતા.


દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા.


તેથી પ્રભુએ તેમને હાસોર નગરમાં રાજ કરતા કનાની રાજા યાબીનને સ્વાધીન કરી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો.


નશો ઊતર્યા પછી અબિગાઇલે નાબાલને બધું કહ્યું. તેને દયનો આઘાત લાગ્યો અને તેનું શરીર જકડાઈને પથ્થરવત્ થઈ ગયું.


Lean sinn:

Sanasan


Sanasan