Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 એ પથ્થરો પ્રભુના આ અદ્‍ભુત કાર્યની લોકોને યાદ આપશે. ભવિષ્યમાં તમારાં છોકરાં તમને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એ માટે કે તેઓ તમારે માટે ચિહ્નરૂપ થાય કે, જ્યારે આવતા કાળમાં તમારાં છોકરાં પૂછે કે, ‘આ પથ્થરોનો શો અર્થ છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જયારે આવનાર દિવસોમાં તમારાં બાળકો પૂછે કે, આ પથ્થરોનો અર્થ શો છે? ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આ પથ્થરો હંમેશા તમાંરા માંટે સંકેત બનશે અને જ્યારે તમાંરાં સંતાનો પૂછશે, ‘આ સ્માંરક શા માંટે છે?’

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 4:6
19 Iomraidhean Croise  

હે ઈશ્વર, અમે અમારા કાનોથી સાંભળ્યું છે અને અમારા પૂર્વજોએ અમને જણાવ્યું છે કે તેમના સમયમાં, એટલે પ્રાચીન કાળમાં તમે મહાન કાર્યો કર્યાં હતાં.


હે ઈશ્વર, હું વૃદ્ધ થાઉં અને માથે પળિયાં આવે ત્યારેય મારો ત્યાગ કરશો નહિ; જેથી હું આગામી પેઢીને તમારા બળ વિષે જણાવું, અને આગંતુક પેઢીના પ્રત્યેક જનને તમારું પરાક્રમ પ્રગટ કરું.


મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”


ભવિષ્યમાં તમારો પુત્ર તમને પૂછે કે, ‘આ વિધિનો શો અર્થ થાય છે?’ ત્યારે તમારે તેને આમ કહેવું: ‘પ્રભુ અમને પોતાના બાહુબળથી ઇજિપ્તમાંથી એટલે ગુલામગીરીમાંથી બહાર કાઢી લાવ્યા હતા.


આ વિધિ તમારા હાથે બાંધેલ અને કપાળે લટકાવેલ ચિહ્ન જેવું યાદગીરીરૂપ બની જશે. એનાથી પ્રભુનો નિયમ તમારે હોઠે રહેશે.


આજે જેમ હું કરું છું તેમ માત્ર જીવતા માણસો જ તમારી સ્તુતિ કરી શકે છે અને પિતાઓ પોતાનાં સંતાનોને તમારા વિશ્વાસુપણા સંબંધી જણાવે છે.


કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”


મેં તેમને અમારી વચ્ચેના કરારના ચિહ્ન તરીકે સાબ્બાથદિન પાળવાનું જણાવ્યું, જેથી તેમને યાદ રહે કે મેં પ્રભુએ તેમને મારે માટે અલગ કર્યા છે.


મારા સાબ્બાથો પવિત્ર માનો, જેથી તે આપણી વચ્ચેના કરારની નિશાની બને અને તેથી તમને ખ્યાલ રહે કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.’


પ્રભુની વેદી સમક્ષ રજૂ કરવામાં આવી હોવાથી તે પવિત્ર બની છે. પાપને લીધે મોત વહોરી લેનારાઓની ધૂપદાનીઓમાંથી તારે ટીપીને પતરાં બનાવડાવાં અને વેદી ઢાંકવા માટે તેમનો ઉપયોગ કરવો. એ પતરાં ઇઝરાયલીઓને ચેતવણીના ચિહ્નરૂપ બની રહેશે.


કારણ, ઈશ્વરનું વરદાન તમારે માટે, તમારાં બાળકો માટે, અને જેઓ દૂર છે, કે જેમને આપણા ઈશ્વરપિતા પોતાની તરફ બોલાવશે તે બધાંને માટે છે.”


તમારાં સંતાનોને તે ખંતથી શીખવો; તમે ઘરમાં બેઠા હો કે મુસાફરીએ હો; આરામ લેતા હો કે કામ કરતા હો, પણ તમે હંમેશા તેમનું રટણ કરો.


પણ અમારા લોકો અને તમારા લોકો વચ્ચે અને હવે પછીના આપણા વંશજો માટે એ સાક્ષીનું પ્રમાણચિહ્ન બની રહે કે મુલાકાતમંડપમાં દહનબલિ, અન્ય બલિદાનો અને સંગતબલિ ચડાવી પ્રભુનું ભજન કરવાનો અમને પણ હક્ક છે.’ અમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી એવું તમારા વંશજો ન કહી શકે માટે અમે એ કર્યું છે.


તેણે ઇઝરાયલી લોકોને કહ્યું, “ભવિષ્યમાં તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે?


અને તેમને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી પાસે યર્દનમાં જાઓ. ઇઝરાયલનાં બાર કુળના પ્રત્યેક કુળ માટે એક પથ્થર એમ તમે પ્રત્યેક તમારા ખભા પર એકએક પથ્થર ઊંચકી લાવો.


Lean sinn:

Sanasan


Sanasan