Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 4:18 - પવિત્ર બાઇબલ C.L.

18 એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની બહાર નીકળી આવ્યા, અને યજ્ઞકારોએ નદીકાંઠે સૂકી ભૂમિ પર પગ મૂક્યા કે યર્દન નદી અગાઉની જેમ પોતાના જળમાર્ગે વહેવા લાગી અને પૂરથી તેના કાંઠા ઊભરાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યહોવાનો કરારકોશ ઊંચકનારા આવ્યા, ને યાજકોના પગનાં તળિયાં કોરી ભૂમિ પર પડ્યાં, ત્યારે એમ થયું કે યર્દનનું પાણી પોતાને સ્થળે પાછું આવીને પહેલાંની જેમ ચારે કાંઠે ભરપૂર થઈને વહેવા લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યાજકો યહોવાહનાં કરારકોશને ઊંચકીને યર્દનમાંથી બહાર આવ્યા. યાજકોના પગ કોરી જમીન પર પડ્યા ત્યાર પછી યર્દનનું પાણી તેની અસલ જગ્યાએ પાછું આવ્યું અને તે અગાઉની માફક કિનારે ભરપૂર થઈને વહેવા લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 કરાર કોશ ઉપાડનારા યાજકો નદીમાંથી બહાર આવ્યાં, અને જ્યારે તેમનો પગ નદીની બીજી બાજુંની જમીનને અડ્યો, તરત નદીનો પ્રવાહ શરૂ થયો અને પહેલાની જેમ પાણીએ તેના કિનારા છલકાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 4:18
8 Iomraidhean Croise  

એકવાર વર્ષના પ્રથમ માસમાં, જ્યારે યર્દન નદી બન્‍ને કાંઠે છલક્તી હતી ત્યારે નદી પાર કરીને એના પૂર્વ અને પશ્ર્વિમ કિનારે આવેલ ખીણપ્રદેશમાં રહેતા સર્વ લોકોને તેમણે નસાડી મૂક્યા હતા.


એ પ્રવાહથી નાળાં ઊભરાઈ જશે અને તેમના કાંઠા છલકાઈ જશે. તે યહૂદિયામાં ધસી જઈ ફરી વળશે અને આગળ વધતાં ગળા સુધી પહોંચશે. આખા દેશને આવરી લે તે રીતે તે પોતાની પાંખો પ્રસારશે.” ઈશ્વર અમારી સાથે હો!


સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો પાણીમાં પગ મૂકશે કે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને ઉપરવાસમાંથી આવતું પાણી એક જગ્યાએ ભરાઈ જશે.”


લોકોએ ઉતાવળે ઉતાવળે નદી પાર કરી. તેઓ બધા સામે કિનારે પહોંચી ગયા એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો લોકોની સમક્ષ નદી પાર ઊતર્યા.


તેથી યહોશુઆએ યજ્ઞકારોને આજ્ઞા આપી, “યર્દનમાંથી બહાર નીકળી આવો.”


લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી બહાર નીકળી આવ્યા અને યરીખોની પૂર્વ તરફની સરહદ પર તેમણે ગિલ્ગાલમાં છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan