Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 4:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુએ કરેલા એ દિવસના અદ્‍ભુત કાર્યથી ઇઝરાયલી લોકો યહોશુઆને મહાપુરુષ તરીકે સન્માનવા લાગ્યા. તેમણે જેમ મોશેનું સન્માન જાળવ્યું હતું તેમ યહોશુઆનું પણ તેની જિંદગીભર સન્માન જાળવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે દિવસે યહોવાએ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજર આગળ મોટો મનાવ્યો. અને તેઓ જેમ મૂસાની તેમ તેના આયુષ્યના સર્વ દિવસભર તેની બીક રાખતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે જ દિવસે યહોવાહ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજરમાં મોટો મનાવ્યો, જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા, તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તે દિવસે યહોવાએ બધાં ઇસ્રાએલીઓ સમક્ષ યહોશુઆને મહાપુરુષ બનાવી દીધો. તે સમય પછી સમગ્ર જીવન દરમ્યાન તેઓ યહોશુઆનો આદર કરવા લાગ્યા. જે રીતે તેઓ મૂસાને આદર કરતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 4:14
14 Iomraidhean Croise  

શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


યરીખોમાંથી આવેલા પચાસ સંદેશવાહકો તેને જોઈને બોલ્યા, “એલિશા પર એલિયાનો આત્મા ઊતર્યો છે!” તેઓ તેને મળવા આવ્યા અને ભૂમિ પર શિર નમાવીને તેને પ્રણામ કર્યાં.


પ્રભુએ સર્વ ઇઝરાયલી લોકોની દૃષ્ટિમાં શલોમોનને મહાન કર્યો અને ઇઝરાયલમાં થઈ ગયેલા બીજા કોઈ રાજા કરતાં તેને વધારે રાજવૈભવ આપ્યો.


પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


પ્રભુએ પોતાના લોકો પ્રત્યે ઇજિપ્તીઓ સદ્ભાવના દાખવે તેમ કર્યું. વળી, ઇજિપ્તમાં એટલે ફેરોના અમલદારોની અને લોકોની દૃષ્ટિમાં મોશે મહાન વ્યક્તિ ગણાયો.


જ્યારે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓને પરાજિત કરી દેનાર પ્રભુનું મહાન સામર્થ્ય જોયું ત્યારે તેઓ પ્રભુ પ્રત્યેના અહોભાવથી સ્તબ્ધ થઈ ગયા અને તેમને પ્રભુ તથા તેમના સેવક મોશે પર વિશ્વાસ બેઠો.


મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ.


તે તો તમારા ભલા માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો, તો જ તમને તેની બીક લાગે. કારણ, તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડાં ક્મ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે.


મોશેને અનુસરતાં વાદળ અને સમુદ્રમાં તેમનું બાપ્તિસ્મા થયું હતું.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે હું જે કાર્ય કરવાનો છું તેનાથી સર્વ ઇઝરાયલીઓ મહાન માણસ તરીકે તારું સન્માન રાખતા થશે, અને તેમને ખબર પડશે કે જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે પણ છું.


પ્રભુની સમક્ષ લગભગ ચાલીસ હજાર શસ્ત્રસજ્જ લડવૈયા પુરુષો નદી પાર કરીને યરીખો પાસેના મેદાનમાં પહોંચી ગયા.


પ્રભુએ યહોશુઆને કહ્યું,


તેથી શમુએલે પ્રાર્થના કરી અને એ જ દિવસે પ્રભુએ મેઘગર્જના અને વરસાદ મોકલ્યાં. પછી સર્વ લોકો પ્રભુ અને શમુએલથી ગભરાયા.


Lean sinn:

Sanasan


Sanasan