Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને કહે કે તેઓ નદી કિનારે પહોંચ્યા પછી તેમાં ઊતરીને કિનારાની નજીક ઊભા રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને જે યાજકો કરારકોશ ઊંચકે છે તેઓને એવી આજ્ઞા કર કે યર્દનમાં પાણી આગળ તમે આવો ત્યારે યર્દનમાં ઊભા રહેજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.’”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:8
20 Iomraidhean Croise  

પછી એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને યર્દન નદીએ જવા કહ્યું છે.” પણ એલિશાએ કહ્યું, “પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું તમને છોડીને જવાનો નથી.” એમ તેઓ આગળ ચાલ્યા.


એ માણસોએ સાથી લેવીઓને એકઠા કર્યા અને પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા. પછી રાજાના આદેશ પ્રમાણે પ્રભુના નિયમશાસ્ત્ર મુજબ તેમણે મંદિરનું શુદ્ધિકરણનું કામ ઉપાડયું.


હિઝકિયાએ દહનબલિ અર્પણ કરવાનો હુકમ કર્યો, અને એ દહનબલિ ચડાવવાનું શરૂ થતાં જ લોકોએ પ્રભુની સ્તુતિનાં ગીત ગાયાં અને સંગીતકારોએ ઇઝરાયલના રાજા દાવિદનાં વાજિંત્રો અને રણશિંગડાં વગાડયાં.


રાજાએ અને લોકોના આગેવાનોએ લેવીઓને દાવિદ અને સંદેશવાહક આસાફે લખેલાં સ્તોત્ર ગાવા કહ્યું. સૌ લોકોએ પૂરા આનંદથી ગીત ગાયાં અને તેમણે ધૂંટણો પર રહીને અને ભૂમિ પર શિર ટેકવીને ઈશ્વરની સ્તુતિ કરી.


પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે. હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો.


યોયાદા તો એલ્યાશીબ પ્રમુખ યજ્ઞકારનો પુત્ર હતો. પણ યોયાદાના એક પુત્રે બેથહોરોનવાસી સાનબાલ્લાટની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેથી મેં યોયાદાને યરુશાલેમમાંથી કાઢી મૂક્યો.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


તેથી તે આપણો ઉદ્ધાર કરે તે માટે ધીરજથી તેમની રાહ જોવી એ આપણે માટે ઉત્તમ છે.


લોકો કોરી ભૂમિ પર થઈને જતા હતા ત્યારે સર્વ લોકો નદી ઓળંગી રહ્યા ત્યાં સુધી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની વચમાં કોરી જમીન પર ઊભા રહ્યા.


લોકોને કહ્યું, “જ્યારે તમે લેવીવંશી યજ્ઞકારોને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી ઊંચકીને જતા જુઓ ત્યારે તમારી છાવણી ઉપાડી લઈને તેમની પાછળ જજો.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે હું જે કાર્ય કરવાનો છું તેનાથી સર્વ ઇઝરાયલીઓ મહાન માણસ તરીકે તારું સન્માન રાખતા થશે, અને તેમને ખબર પડશે કે જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે પણ છું.


પછી યહોશુઆએ લોકોને કહ્યું, “અહીં આવો, અને તમારા ઈશ્વર પ્રભુનો સંદેશો સાંભળો.


લોકોએ ઉતાવળે ઉતાવળે નદી પાર કરી. તેઓ બધા સામે કિનારે પહોંચી ગયા એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો લોકોની સમક્ષ નદી પાર ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan