Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે હું જે કાર્ય કરવાનો છું તેનાથી સર્વ ઇઝરાયલીઓ મહાન માણસ તરીકે તારું સન્માન રાખતા થશે, અને તેમને ખબર પડશે કે જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે પણ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે હું તને ઇઝરાયલની નજરમાં મોટો મનાવવા લાગીશ, એ માટે કે તેઓ જાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને યહોવાહે યહોશુઆને કહ્યું, “આજ હું તને ઇઝરાયલની નજરમાં મોટો માણસ બનાવીશ. એ સારુ કે તેઓ જાણે કે જેમ હું મૂસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:7
13 Iomraidhean Croise  

પ્રભુએ સર્વ ઇઝરાયલી લોકોની દૃષ્ટિમાં શલોમોનને મહાન કર્યો અને ઇઝરાયલમાં થઈ ગયેલા બીજા કોઈ રાજા કરતાં તેને વધારે રાજવૈભવ આપ્યો.


દાવિદ રાજાના પુત્ર શલોમોને ઇઝરાયલના રાજ્ય પર પોતાની સત્તા જમાવી. તેના પ્રભુ ઈશ્વરે તેને આશિષ આપી અને તેનો વૈભવ વધાર્યો.


માનવી તે કોણ કે તમે તેને આટલું મહત્ત્વ આપો છો? અને તેના પર તમારું ચિત્ત લગાડો છો?


પ્રભુ, તમે મને ઉદ્ધારની ઢાલ આપી છે, તમારા જમણા હાથે મને ધરી રાખ્યો છે. તમે નીચે નમીને મને ઉન્‍નત કરો છો.


એ વાતો કહી રહ્યા પછી ઈસુ આકાશ તરફ દૃષ્ટિ ઉઠાવીને બોલ્યા, “હે પિતા, સમય આવી ચૂક્યો છે. તમારા પુત્રને મહિમાવંત કરો કે જેથી પુત્ર તમને મહિમાવંત કરે.


મારે કદી શરમાવું ન પડે એવી આક્ંક્ષા તથા આશા છે, પણ સર્વ સમયે અને ખાસ કરી હમણાં, ચાહે હું જીવું કે મરું પણ મારા શરીર દ્વારા હું પૂરી હિંમતથી ખ્રિસ્તને મહિમાવાન કરીશ


અમે જેમ મોશેને આધીન હતા તેમ તને પણ હમેશાં આધીન રહીશું. તારા ઈશ્વર પ્રભુ જેમ મોશે સાથે હતા તેમ તે તારી સાથે પણ રહો!


યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


પછી તેણે યજ્ઞકારોને કરારપેટી ઊંચકીને લોકોની આગળ જવા કહ્યું, એટલે તેમણે તેમ કર્યું.


કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને કહે કે તેઓ નદી કિનારે પહોંચ્યા પછી તેમાં ઊતરીને કિનારાની નજીક ઊભા રહે.”


પ્રભુએ કરેલા એ દિવસના અદ્‍ભુત કાર્યથી ઇઝરાયલી લોકો યહોશુઆને મહાપુરુષ તરીકે સન્માનવા લાગ્યા. તેમણે જેમ મોશેનું સન્માન જાળવ્યું હતું તેમ યહોશુઆનું પણ તેની જિંદગીભર સન્માન જાળવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan