Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 લોકોને કહ્યું, “જ્યારે તમે લેવીવંશી યજ્ઞકારોને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી ઊંચકીને જતા જુઓ ત્યારે તમારી છાવણી ઉપાડી લઈને તેમની પાછળ જજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેઓએ લોકોને એવી આજ્ઞા કરી, “તમારા ઈશ્વર યહોવાના કરારકોશને તથા તેને ઊંચકી લેનાર લેવી યાજકોને તમે જુઓ, ત્યારે તમે પોતાનું સ્થળ છોડીને તેની પાછળ જજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓએ લોકોને આજ્ઞા કરી, “જયારે તમે તમારા યહોવાહ પ્રભુના કરારકોશને તથા તેને ઊંચકનાર લેવી યાજકોને જુઓ, ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “જ્યારે તમે લેવી યાજકોને તમાંરા દેવ યહોવાના પવિત્ર કરાર કોશને ઉપાડીને લઈ જતાં જુઓ, ત્યારે બધાંએ છાવણી છોડી તેમને અનુસરવું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:3
20 Iomraidhean Croise  

કરારપેટી ઊંચકનારાઓ છ ડગલાં ચાલ્યા કે દાવિદે તેમને થોભાવીને આખલા અને માતેલા વાછરડાનું બલિદાન કર્યું.


તેઓ પર્વત પર આવેલા અબિનાદાબના ઘરમાંથી કરારપેટીને એક નવા ગાડામાં મૂકીને લાવતા હતા. અબિનાદાબના પુત્રો ઉઝઝા અને આહિયો ગાડું હાંક્તા હતા.


બધા આગેવાનો એકત્ર થયા એટલે યજ્ઞકારોએ કરારપેટી ઉપાડી,


એ જ પ્રમાણે મારી સેવામાં દહનબલિ, ધાન્યઅર્પણ અને રોજિંદાં બલિદાનો ચડાવનાર લેવીકુળના ઉત્તરાધિકારી યજ્ઞકારોની કદી ખોટ પડશે નહિ.”


પ્રભુના પવિત્ર પર્વત સિનાઈથી તેઓ ચાલી નીકળ્યા અને ત્રણ દિવસ સુધી મુસાફરી કરી. પ્રભુની કરારપેટી તેમને માટે વિશ્રામનું સ્થાન શોધવા માટે તેમની આગળ રહેતી.


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.


ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું.


નિયમશાસ્ત્રનો એક શિક્ષક તેમની પાસે આવ્યો અને કહ્યું, ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવવા તૈયાર છું.


ત્યારે તેણે પ્રભુની કરારપેટી સંભાળનાર લેવી યજ્ઞકારોને આજ્ઞા આપી:


ત્યાર પછી મોશેએ ઈશ્વરનો આ નિયમ લખીને પ્રભુની કરારપેટી સાચવનાર લેવીકુળના યજ્ઞકારોને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો.


પ્રભુની કરારપેટી તમને જવાનો રસ્તો બતાવશે, કારણ, આ રસ્તે તમે અગાઉ કદી ગયા નથી. પણ તમે કરારપેટીની નજીક જશો નહિ; તેનાથી લગભગ એક કિલોમીટર દૂર રહેજો.”


પછી તેણે યજ્ઞકારોને કરારપેટી ઊંચકીને લોકોની આગળ જવા કહ્યું, એટલે તેમણે તેમ કર્યું.


કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને કહે કે તેઓ નદી કિનારે પહોંચ્યા પછી તેમાં ઊતરીને કિનારાની નજીક ઊભા રહે.”


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે લોકોએ જે જે કરવાનું હતું તે બધું પાર પડયું ત્યાં સુધી યજ્ઞકારો યર્દનની વચમાં ઊભા રહ્યા. અગાઉ પણ મોશેએ યહોશુઆને એ જ આજ્ઞા આપી હતી.


નૂનના પુત્ર યહોશુઆએ યજ્ઞકારોને બોલાવીને કહ્યું, “પ્રભુની કરારપેટી ઉપાડો, અને તમારામાંથી સાત જણ હાથમાં રણશિંગડાં લઈ તેની આગળ જાઓ.”


કારણ, એ જ લોકોએ સ્ત્રી સમાગમથી દૂર રહીને પોતાને શુદ્ધ રાખ્યા છે. તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેઓ તેની પાછળ જાય છે. માનવજાતમાંથી તેમને મૂલ્ય આપીને મુક્ત કરવામાં આવ્યા છે અને ઈશ્વરને તથા હલવાનને અર્પણ થનારાઓમાં તેઓ પ્રથમ છે.


લેવીઓએ પ્રભુની કરારપેટી ઊંચકીને સોનાના નમૂના ભરેલી પેટી સહિત તેમને મોટા ખડક પર મૂકી. પછી બેથશેમેશના લોકોએ તે દિવસે પ્રભુને દહનબલિ અને બીજાં બલિ અર્પ્યા.


Lean sinn:

Sanasan


Sanasan