Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 નદીનું વહેણ કપાઈ ગયું અને સારેથાન નજીક આવેલા આદામ નગર પાસે ઉપરવાસમાંથી પાણી વહેતું અટકી જઈને ભરાઈ ગયું અને મૃત સરોવર તરફ નીચાણ તરફનો પ્રવાહ વહી ગયો. લોકો યર્દન ઓળંગીને યરીખોની નજીક ઊતર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:16
31 Iomraidhean Croise  

આ પાંચ રાજાઓ સંગઠન કરી, જ્યાં આજે મૃત સરોવર છે ત્યાં એટલે સિદ્દીમના ખીણપ્રદેશમાં એકઠા થયા.


અહિલૂદનો પુત્ર બાના: તાનાખ તથા મગિદ્દો નગરો, યિઝ્રએલની દક્ષિણે સારેથાન નગર નજીક બેથશાન પાસેના સમગ્ર પ્રદેશથી છેક આબેદ મહોલા અને યોકમીમ નગર સુધી.


યર્દનની ખીણમાં સુક્કોથ અને સારથાન વચ્ચે આવેલ ધાતુ ગાળવાની ભઠ્ઠીમાં એ બધી સામગ્રી રાજાએ બનાવડાવી.


સમુદ્ર તે જોઈને નાઠો, અને યર્દન નદી પાછી હઠી;


હે સમુદ્ર, તને શું થયું કે તું નાઠો? હે યર્દન, તું કેમ પાછી હઠી?


પ્રભુ જળપ્રલય પર સત્તા ચલાવે છે. પ્રભુ સદાસર્વદા રાજા તરીકે બિરાજમાન છે:


તેમણે સમુદ્રનાં પાણી જાણે મશકમાં ભરતા હોય તેમ એકઠાં કર્યાં, અને પાતાળનાં પાણી જાણે કે વખારોમાં સંગ્રહ કરતા હોય તેમ ભરી દીધાં.


તેમણે સમુદ્રને સૂકી ભૂમિમાં ફેરવી નાખ્યો હતો, આપણા પૂર્વજોએ પગે ચાલીને યર્દન નદી પાર કરી હતી; ત્યાં આપણે ઈશ્વરમાં આનંદ કર્યો.


તમે જ ખડકોને ફોડીને ઝરણાં અને વહેળા વહાવ્યા. તમે જ બારેમાસ વહેનારી નદીઓને સૂકવી નાખી.


તમે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો; તમે મહાજળ પસાર કર્યું, પરંતુ તમારાં પગલાં જોઈ શક્યાં નહિ.


તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેમાં થઈને તેમને પાર ઉતાર્યા અને સમુદ્રમાં પાણીને ઊભી દીવાલોની જેમ સ્થિર કરી દીધાં.


મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ.


ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા ત્યારે સમુદ્રનાં પાણી તેમની જમણી તેમ જ ડાબી બાજુએ ભીંતરૂપ થઈ ગયાં.


પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા અને સમુદ્રનાં પાણી તેમની બન્‍ને બાજુએ ભીંતરૂપ થઈ ગયાં હતાં.


તમારા નસકોરાંના શ્વાસથી સમુદ્રનાં પાણી ઢગલો થઈ ગયાં, મોજાંઓ થંભીને સીધી દીવાલરૂપ બની ગયાં; સમુદ્રના ઊંડાણનાં પાણી ઘટ્ટ થઈ ગયાં.


“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.


તેણે મને કહ્યું, “આ પાણી અહીંથી પૂર્વ તરફ વહીને યરદનની ખીણમાં પડે છે અને છેવટે એ મૃતસમુદ્રમાં જઈને મળે છે. જ્યારે તે મૃતસમુદ્રને મળશે ત્યારે તેનાં ખારાં પાણીને મીઠાં પાણી બનાવી દેશે.


તે સમુદ્રને આજ્ઞા કરે છે એટલે તે સુકાઈ જાય છે! તે નદીઓને સૂકવી નાખે છે. બાશાનનાં ખેતરો સુકાઈ જાય છે. ર્ક્મેલ પર્વત વેરાન થઈ જાય છે અને લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.


હે પ્રભુ, શું નદીઓએ તમને કોપાયમાન કર્યા? શું સમુદ્રે તમને રોષ ચઢાવ્યો? તમે તમારા લોકોને વિજય પમાડયો ત્યારે તમે વાદળો પર સવારી કરી અને ઝંઝાવાતી વાદળાં તમારા રથ હતાં.


તેની દક્ષિણ સરહદ સીનના રણપ્રદેશથી અદોમની સીમા સુધી પહોંચે છે.


ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં.


પશ્ર્વિમે તેમની સરહદ યર્દન નદી સુધી ઉત્તરે ક્ધિનેરેથ સરોવરથી દક્ષિણે અરાબા એટલે મૃત સમુદ્ર સુધી અને પૂર્વ બાજુએ પિસ્ગા પર્વતની તળેટીના ઢોળાવ સુધી હતી.


એમાં અરાબાના પ્રદેશથી પૂર્વમાં ગાલીલ સરોવર અને ત્યાંથી દક્ષિણે મૃત સમુદ્રની પૂર્વ તરફ બેથ-યશીમોથ અને ત્યાંથી પિસ્ગા પર્વતના ઢોળાવની તળેટી સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો.


આ દક્ષિણની સરહદ મૃત સરોવરના દક્ષિણ છેડાથી દક્ષિણ તરફ આક્રાબીમના ઘાટમાં થઈને સીન તરફ જતી હતી. તે કાદેશ-બાર્નિયાની દક્ષિણથી શરૂ થઈ હેસ્રોન વટાવીને આદાર સુધી જઈને ર્ક્કા તરફ વળતી હતી.


તે સીમા યાનોઆથી અટારોથ અને નાઆરા તરફ ઊતરી અને યરીખો સુધી પહોંચીને યર્દન આગળ પૂરી થઈ.


સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો પાણીમાં પગ મૂકશે કે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને ઉપરવાસમાંથી આવતું પાણી એક જગ્યાએ ભરાઈ જશે.”


ત્યારે તમારા વંશજોને આવો ખુલાસો કરવો: ઇઝરાયલીઓ યર્દનમાંથી સૂકી ભૂમિમાં થઈને પાર આવ્યા.


હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા.


ગિદિયોનના માણસો તેમનાં ત્રણસો રણશિંગડાં વગાડી રહ્યા હતા ત્યારે પ્રભુએ શત્રુની ટુકડીઓને પોતાની તલવારો ચલાવી એકબીજા પર હુમલો કરતી કરી દીધી. તેઓ સારેથાન તરફ છેક બેથ-સિટ્ટા સુધી અને ત્યાંથી છેક ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલા નગર સુધી નાઠા.


Lean sinn:

Sanasan


Sanasan