Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ત્યારે તેમણે મને મદદને માટે પોકાર કર્યો, અને મેં તેમની અને ઇજિપ્તીઓની વચમાં અંધકાર મૂકી દીધો. ઇજિપ્તીઓ પર સમુદ્રનાં પાણી ફેરવી વાળી મેં તેમને ડૂબાડી દીધા. મેં ઇજિપ્તીઓની શી દશા કરી તે તમે જાણો છો. ‘તમે લાંબો સમય રણપ્રદેશમાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેઓએ યહોવાને પોકાર કર્યો, ત્યારે યહોવાએ તમારી તથા મિસરીઓની વચ્ચે અંધકાર કરી નાખ્યો, ને તેઓ પર સમુદ્ર લાવીને તેઓને તેમાં ડુબાવી દીધા. અને મેં મિસરમાં જે કંઈ કર્યું તે તો તમે તમારી આંખોએ જોયું છે. અને તમે અરણ્યમાં ઘણા દિવસ સુધી રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારે તમારા પૂર્વજોએ યહોવાહને પોકાર કર્યો, એટલે યહોવાહે તમારી તથા મિસરીઓની વચ્ચે અંધારપટ કર્યો. યહોવાહે તેઓ પર સમુદ્રનાં પાણી લાવીને તેઓને ડુબાવી દીધા. મેં મિસરમાં જે કર્યું તે તમે તમારી સગી આંખોએ જોયું છે. પછી તમે ઘણાં દિવસો સુધી અરણ્યમાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પણ તમાંરા પૂર્વજોએ માંરી મદદ માંટે રૂદન કર્યુ-યહોવા અને મેં મિસરીઓની વચ્ચે અંધકારનો પડદો નાખી દીધો. અને તેમના ઉપર સમુદ્રને રેલાવી તેમને ડુબાવી દીધા. મેં મિસરના શા હાલ કર્યા, તે તમે નજરો નજર નિહાળ્યું છે, “‘ત્યારબાદ ઘણાં વર્ષો સુધી ઇસ્રાએલી લોકો રણમાં રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:7
14 Iomraidhean Croise  

જ્યારે ઇઝરાયલીઓએ ફેરો તથા તેના સૈન્યને પોતાની પાછળ ધસી આવતા જોયા ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા અને તેમણે પ્રભુને પોકાર કર્યો.


અને ઇજિપ્તીઓ તથા ઇઝરાયલીઓની વચ્ચે આવીને થંભ્યો. મેઘસ્થંભ ઇજિપ્તીઓ માટે અંધકારરૂપ પણ ઇઝરાયલીઓ માટે પ્રકાશદાયક હતો; તેથી તે આખી રાત એક સૈન્ય બીજા સૈન્ય પાસે આવી શકાયું નહિ.


જ્યારે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓને પરાજિત કરી દેનાર પ્રભુનું મહાન સામર્થ્ય જોયું ત્યારે તેઓ પ્રભુ પ્રત્યેના અહોભાવથી સ્તબ્ધ થઈ ગયા અને તેમને પ્રભુ તથા તેમના સેવક મોશે પર વિશ્વાસ બેઠો.


આમ, તમારે કાદેશમાં ઘણા દિવસ રહેવું પડયું.


આપણે કાદેશ-બાર્નિયાથી નીકળ્યા ત્યારથી ઝેરેદ વહેળો ઓળંગ્યો ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષનો સમય વીત્યો. તે સમય દરમ્યાન પ્રભુએ શપથ લીધા હતા તે પ્રમાણે યોધાઓની આખી પેઢી છાવણીમાંથી નાશ પામી;


મોશેએ ઇઝરાયલના સર્વ લોકોને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ ઇજિપ્ત દેશમાં ફેરોની, તેના અધિકારીઓની અને તેના સમસ્ત દેશની કેવી દુર્દશા કરી તે બધું તમે નજરોનજર જોયું છે;


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


કોના પર ઈશ્વર ચાળીસ વર્ષ સુધી ગુસ્સે રહ્યા? એ જ લોકો પર કે જેમણે પાપ કર્યું અને જેમનાં શબ આ અરણ્યમાં રઝડયાં.


કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા.


Lean sinn:

Sanasan


Sanasan