Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:33 - પવિત્ર બાઇબલ C.L.

33 આરોનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો અને તેના પુત્ર ફિનહાસને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આપવામાં આવેલા નગર ગિબ્યામાં તેને દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને હારુનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો; અને તેના પુત્ર ફીનહાસની જે ટેકરી, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં તેને આપેલી હતી, તેના પર તેઓએ તેને દાટ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 હારુનનો પુત્ર એલાઝાર પણ મરણ પામ્યો. તેઓએ તેના પુત્ર ફીનહાસને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં જે ગિબ્યા નગર અપાયેલું હતું તેમાં દફ્નાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 હારુનનો પુત્ર એલઆજાર મરણ પામ્યો ત્યારે તેને એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં તેના પુત્ર ફીનહાસને આપવામાં આવેલા ગિબયાહ નગરમાં દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:33
22 Iomraidhean Croise  

તેથી એ સાચું નથી, પણ એફ્રાઇમના પહાડીપ્રદેશમાંથી આવેલ બિખ્રીના પુત્ર શેબા નામના માણસે દાવિદ રાજા સામે બળવો પોકાર્યો છે. આ એક માણસ અમને સોંપી દો એટલે હું નગર પાસેથી હટી જઈશ.” સ્ત્રીએ કહ્યું, “અમે કોટ ઉપરથી તમારી પાસે તેનું માથું ફેંકીશું.”


બાર જિલ્લા અધિકારીઓનાં નામ અને તેમની હસ્તકના જિલ્લાઓની વિગત નીચે પ્રમાણે છે: બેન-હૂર: એફ્રાઈમનો પહાડી પ્રદેશ.


ગેહઝીએ જવાબ આપ્યો, “ના. મને મારા માલિકે તમને કહેવા મોકલ્યો છે કે એફ્રાઈમના પહાડીપ્રદેશમાંથી સંદેશ- વાહકોના સંઘના બે માણસો હમણાં જ આવી પહોંચ્યા છે અને તમે તેમને ચાંદીના ત્રણ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રની બે જોડ આપો.”


બુક્કી અબિશુઆનો પુત્ર, અબિશુઆ ફિનહાસનો પુત્ર, ફિનહાસ એલાઝારનો પુત્ર અને એલાઝાર આરોનનો પુત્ર.


મને ખબર છે કે તમે મને મૃત્યુલોકમાં, એટલે સઘળા સજીવોના અંતિમસ્થાન તરફ લઈ જાઓ છો.


સાચે જ, માણસ જુએ છે કે બુદ્ધિવંતો પણ મરે છે, તેમજ મૂર્ખ અને મૂઢ પણ મૃત્યુ પામે છે; તેઓ બધાં પોતાનું ધન બીજાઓને માટે મૂકી જાય છે.


આરોને આમ્મીનાદાબની પુત્રી એટલે નાહશોનની બહેન એલીશેબા સાથે લગ્ન કર્યાં. એલીશેબાએ નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામારને જન્મ આપ્યો.


આરોનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રીઓમાંથી એકની સાથે લગ્ન કર્યાં, અને તેની પત્નીએ ફિનહાસને જન્મ આપ્યો. આ લેવીકુળના ગોત્રના અને કુટુંબોના મુખ્ય માણસો હતા.


તમારા પૂર્વજો અને એ સંદેશવાહકો તો અત્યારે નથી.


યજ્ઞકાર આરોનનો પુત્ર એલાઝાર લેવીકુળના આગેવાનનો વડો હતો અને પવિત્રસ્થાનમાં સેવા બજાવનારાઓનો ઉપરી હતો.


“પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


પરંતુ ઈસુ સર્વકાળ જીવે છે, અને તેથી તેમનું યજ્ઞકારપદ સાર્વકાલિક છે.


ઇઝરાયલી લોકોને યર્દનની પશ્ર્વિમ તરફ કનાન દેશમાં ફાળવી આપવામાં આવેલ વિસ્તારની હકીક્તો આ પ્રમાણે છે. યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રના આગેવાનોએ લોકો વચ્ચે દેશ વહેંચી આપ્યો.


પછી ઇઝરાયલી લોકોએ એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસને રૂબેન, ગાદ અને પૂર્વ-મનાશ્શાનાં કુળોના લોકો પાસે ગિલ્યાદ પ્રાંતમાં મોકલ્યો.


વસવાનું કોઈ બીજું સ્થળ શોધી લેવા તે બેથલેહેમથી નીકળ્યો. મુસાફરી કરતાં કરતાં તે એફ્રાઈમના પહાડીપ્રદેશમાં મિખાને ત્યાં આવ્યો.


ત્યાંથી આગળ વધીને તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવ્યા.


એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો.


તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં અને શાલીશાના પ્રદેશમાં ફર્યા. પણ ત્યાં ગધેડાં મળ્યાં નહિ. ત્યાંથી તેઓ શાઅલીમના પ્રદેશમાં ફર્યા, પણ ત્યાંય તે ન મળ્યાં. પછી તેઓ બિન્યામીનના કુળપ્રદેશમાં ફર્યા. છતાં ત્યાં પણ તેમને તે ન મળ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan