Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:31 - પવિત્ર બાઇબલ C.L.

31 યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયલી લોકોએ પ્રભુની સેવા કરી અને તેના અવસાન પછી પણ ઇઝરાયલને માટે પ્રભુએ કરેલાં સર્વ કાર્યો જોનાર આગેવાનો જીવ્યા ત્યાં સુધી તેમણે પ્રભુની સેવા કરવાનું ચાલુ રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને યહોશુઆની આખી જિંદગી સુધી, ને જે વડીલો યહોશુઆની પાછળ જીવતા રહ્યા, અને યહોવાએ જે સર્વ કામ ઇઝરાયલને માટે કર્યાં હતાં તે જેઓ જાણતા હતા તેઓના જીવતાં સુધી ઇઝરાયલે યહોવાની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તે સર્વ દિવસોમાં જે વડીલો યહોશુઆની આખી જિંદગી સુધી અને તેના પછી જીવતા રહ્યા હતા અને યહોવાહે ઇઝરાયલ માટે જે સર્વ કર્યું હતું તેનો અનુભવ કર્યો, તેઓના જીવન પર્યંત ઇઝરાયલે યહોવાહની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી, અને ઇસ્રાએલને માંટે યહોવાએ શું શું કર્યું છે તે બધું જેઓ જાણતા હતાં તેવા તેના પછી રહેલા આ ઇસ્રાએલી વડીલો, જીવ્યા ત્યાં સુધી યહોવાની સેવા કરતાં રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:31
13 Iomraidhean Croise  

સિદ્દીમના ખીણપ્રદેશમાં ડામરના ઘણા ખાડા હતા. સદોમ અને ગમોરાના રાજાઓ નાસી છૂટતી વખતે તે ખાડાઓમાં પડયા જ્યારે બાકીના પર્વતોમાં નાસી ગયા.


યહોયાદા યજ્ઞકારની હયાતી સુધી તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ જ કર્યું.


યોશિયા રાજાએ ઇઝરાયલી લોકોના પ્રદેશમાંથી સર્વ ધિક્કારપાત્ર મૂર્તિઓનો નાશ કર્યો અને તેમને તેમના ઈશ્વર પ્રભુની ભક્તિ તરફ દોર્યા અને તે જીવ્યો ત્યાંસુધી લોકો તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુને અનુસરતા રહ્યા.


હું જાણું છું કે મારા ગયા પછી તમારી મયે ક્રૂર વરુઓ આવશે, અને ટોળાનો નાશ કરશે.


વળી, પ્રભુ તેમનાં કાર્યો દ્વારા તમને જે પાઠ શીખવવા માગતા હતા તે લક્ષમાં લો. કારણ, તમારા સંતાનોએ નહિ, પણ તમે પોતે બધું જોયું અને જાણ્યું છે. પ્રભુની મહત્તા તેમજ પોતાનો ભૂજ લંબાવીને પ્રચંડ બાહુબળથી તેમણે તમારો છુટકારો કર્યો તે તમે જોયાં છે.


પ્રભુનાં એ બધાં મહાન કાર્યો તમે નજરોનજર જોયાં છે.


એ રીતે તેમના વંશજો જેમણે પ્રભુના નિયમો સાંભળ્યા નથી તેઓ પણ તે વિષે સાંભળે અને જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં તમે અને તેઓ વાસ કરો ત્યાં સુધી પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખતાં શીખો.”


કારણ, મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે તદ્દન ભ્રષ્ટ થઈ જશો અને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી ગેરમાર્ગે ચડી જશો, અને ભવિષ્યમાં તમારા પર આપત્તિ આવી પડશે. કારણ, પ્રભુની દૃષ્ટિમાં જે અધમ છે તેવાં તમારાં દુરાચરણથી તમે તેમને કોપાયમાન કરશો.”


આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો.


એ આખી પેઢીના લોક અવસાન પામી પોતાના પૂર્વજો સાથે મળી ગયા અને તેમના પછી એક નવી પેઢી ઊભી થઈ જે પ્રભુને તથા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કાર્યોને જાણતી નહોતી.


યહોશુઆએ ઇઝરાયલીઓને વિદાય કર્યા અને સૌ કોઈ દેશમાં પોતાના હિસ્સાના પ્રદેશનો કબજો મેળવવા ગયા.


યહોશુઆ જીવ્યો ત્યાં સુધી ઇઝરાયલના લોકોએ પ્રભુની સેવાભક્તિ કરી, અને તેના અવસાન પછી પણ, પ્રભુએ ઇઝરાયલ માટે કરેલાં સર્વ મહાન કાર્યો જોનારા આગેવાનો જીવ્યા ત્યાં સુધી એમની સેવાભક્તિ ચાલુ રાખી.


Lean sinn:

Sanasan


Sanasan