Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તેથી તેણે કહ્યું, “તો પછી તમારી પાસેના વિદેશી દેવો દૂર કરો અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પ્રત્યેની તમારી વફાદારી જાળવી રાખવા પ્રતિજ્ઞા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 [તેણે કહ્યું] , “તો હવે તમારી મધ્યે જે અન્ય દેવો છે તેમને દૂર કરો, ને તમારું હ્રદય ઇઝરાયલના ઈશ્વર યહોવાની તરફ વાળો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યહોશુઆએ કહ્યું, “તો હવે તમારી સાથે જે અન્ય દેવો છે તેને દૂર કરો, અને તમારું હૃદય ઇઝરાયલના પ્રભુ યહોવાહ તરફ વાળો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 યહોશુઆ બોલ્યા, “તો આ ક્ષણે જ તમાંરામાં જે બીજા દેવો છે, તેનો ત્યાગ કરો અને ઇસ્રાએલના દેવ યહોવાના તરફ તમાંરાં હૃદય વાળો અને એમની આજ્ઞાઓને આધીન થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:23
16 Iomraidhean Croise  

ઈશ્વર આપણા પ્રભુ જેમ તે આપણા પૂર્વજોની સાથે રહ્યા તેમ આપણી સાથે પણ રહો. તે આપણો ત્યાગ ન કરો ને આપણને તજી ન દો;


તે આપણને તેમના પ્રત્યેની હાર્દિક નિષ્ઠામાં દોરી જાઓ; જેથી આપણે તેમને માર્ગે અનુસરીએ અને આપણા પૂર્વજોને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓનું પાલન કરીએ.


મારા દયને ધનદોલતના લોભ પ્રત્યે નહિ, પરંતુ તમારાં સાક્ષ્યવચનો તરફ વાળો.


હું દુરાચારીઓના સંગમાં ભળીને ભૂંડા કાર્યો કરવા ન લાગુ તે માટે મારા દયને દુષ્ટતા તરફ વળવા ન દો; મને એમની મિજબાનીનાં મિષ્ટાન્‍ન ખાતાં ય રોકો.


હું એકમાત્ર પ્રભુ જ તમારો ઈશ્વર છું. મેં જ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા; તમારાં મુખ ઉઘાડો, એટલે હું તમને ખવડાવીશ.


મારી ભક્તિ કરવાની સાથે સાથે તમે ભક્તિ કરવા પોતાને માટે સોનારૂપાના દેવો ઘડશો નહિ.


જો તું જ્ઞાન પ્રત્યે લક્ષ આપીશ, અને વિવેકબુદ્ધિમાં તારું ચિત્ત પરોવીશ;


એફ્રાઈમના લોકોને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? હું તેમની પ્રાર્થના સાંભળીશ અને તેમની સારસંભાળ રાખીશ. સતત લીલાછમ રહેતા દેવદારની જેમ હું તેમને છાયારૂપ થઈશ, તેમની બધી જ આશિષોનું ઉદ્ગમસ્થાન હું જ છું.”


પછી યહોશુઆએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખતાં કહ્યું. “તો હવે યાહવેને માન આપો અને નિખાલસપણે અને નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરો. મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં તમારા પૂર્વજો જે અન્ય દેવોની પૂજા કરતા હતા તેમનો ત્યાગ કરો અને માત્ર યાહવેની જ સેવાભક્તિ કરો.


Lean sinn:

Sanasan


Sanasan