Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:8 - પવિત્ર બાઇબલ C.L.

8 એને બદલે, તમે આજ સુધી રહ્યા છો તેમ યાહવેને વફાદાર રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ આજ સુધી તમે કરતા આવ્યા તેમ તમારા ઈશ્વર યહોવાને જ વળગી રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પરંતુ તેને બદલે, જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ, પોતાના યહોવાહ, પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે આજ સુધી તમાંરા દેવ યહોવાને વળગી રહ્યાં છો તેમ વળગી રહેજો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:8
11 Iomraidhean Croise  

તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેમને અનુસરવાથી પાછો હટયો નહિ, પણ પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞાઓનું તે કાળજીપૂર્વક પાલન કરતો.


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


“તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તેમને દૃઢતાથી વળગી રહો અને તેમને નામે જ શપથ લો.


“આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તેમનું તમે ખંતથી પાલન કરશો અને ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, તેમના સર્વ માર્ગમાં ચાલશો અને તેમને દૃઢતાથી વળગી રહેશો;


તમે તમારા ઈશ્વર પ્રભુને અનુસરો, તેમના પ્રત્યે પૂજ્યભાવ દાખવો, તેમની આજ્ઞાઓનું પાલન કરો અને તેમની વાણીને આધીન રહો, તેમની સેવાભક્તિ કરો અને તેમને જ વળગી રહો.


એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


પરંતુ તમારા ઈશ્વર પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર તમે બધા આજ સુધી જીવતા રહ્યા છો.


જેમ તમારી આગળથી પ્રભુ બીજી પ્રજાઓનો વિનાશ કરવાના છે તેમ, તમારા ઈશ્વર પ્રભુની વાણી સાંભળવાનો ઈનકાર કર્યાને લીધે તે તમારો પણ વિનાશ કરશે.


પણ પ્રભુના સેવક મોશેએ તમને ફરમાવેલ નિયમનું પાલન કરવામાં ચીવટ દાખવજો: તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ કરો, તેમની ઇચ્છા અનુસાર વર્તો, તેમની આજ્ઞાઓ પાળો, તેમને વફાદાર રહો અને તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની સેવા કરો.”


વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ.


તમે દેશમાં આગળ વધતા ગયા તેમ તેમ પ્રભુએ મહાન અને શક્તિશાળી પ્રજાઓને હાંકી કાઢી છે અને કોઈ તમારી સામે ટક્કર ઝીલી શકાયું નથી.


Lean sinn:

Sanasan


Sanasan