યહોશુઆ 23:7 - પવિત્ર બાઇબલ C.L.7 વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓનો સહવાસ રાખો નહિ. અને [તેઓના] દેવોના નામનું ઉચ્ચારણ કરો નહિ, ને [તેઓના] સોગન આપો નહિ, ને તેઓની સેવા પણ કરો નહિ, ને તેઓને પગે લાગો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તમાંરી વચ્ચે જે રાષ્ટ્રો બાકી છે, તમાંરે તેમની સાથે મિત્ર ન બનવું જોઈએ, અને તમાંરે તેમનાં દેવો અનુસરવા ન જોઈએ. તમાંરે તેમના દેવોના નામ વાપરી સમ ન ખાવા, તમાંરે તેઓના દેવો પધ્રૂજવા નહિ કે તમાંરે નીચું નમીને તેમના પગે પડવુ નહિ. Faic an caibideil |