Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તમારા ઈશ્વર પ્રભુએ તમને ફરમાવેલ કરારનું તમે પાલન નહિ કરો અને અન્ય દેવોની સેવાભક્તિ કરશો તો તે તમારા પર કોપાયમાન થઈને તમને સજા કરશે અને તેમણે તમને આપેલા આ સારા દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તમારા ઈશ્વર યહોવાએ જે કરાર તમારી સાથે કર્યો તે જ્યારે તમે તોડશો, ને જઈને બીજા દેવોની સેવા કરશો, ને તેઓને પગે લાગશો, ત્યારે યહોવાનો કોપ તમારા ઉપર સળગી ઊઠશે, ને સારો દેશ તેમણે તમને આપ્યો છે તેમાં તમારો નાશ વહેલો થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમારા યહોવાહ પ્રભુએ જે કરાર, જે આજ્ઞા તમને આપી છે, તેનું જો તમે પાલન નહિ કરો અને બીજા દેવોની પૂજા કરશો, તેઓને પગે લાગશો, તો પછી તમારા ઉપર યહોવાહનો કોપ ભભૂકી ઊઠશે. અને જે સારો દેશ તેમણે તમને આપ્યો છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જો તમે યહોવા દેવનો કરાર જાણવવા નિષ્ફળ થાવ જે તેણે આજ્ઞા કરી હતી અને જો તમે બીજા દેવોને પૂજો અને તેઓને નમો, તો યહોવા તમાંરી સાથે ગુસ્સે થશે અને તુરંત જ તમને આ ભૂમિ જે ફળદ્રુપ છે જે તેણે તમને આપી છે તેમાંથી દબાણ કરી બહાર કાઢશે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:16
16 Iomraidhean Croise  

પ્રભુ ઈઝરાયલને પણ સજા કરશે અને તે પ્રવાહમાં ડોલતા બરુની જેમ હચમચી જશે. પ્રભુ ઇઝરાયલના લોકોને તેમના પૂર્વજોને તેમણે આપેલા આ સારા દેશમાંથી ઉખેડી નાખશે અને તેમને યુફ્રેટિસ નદીને પેલે પાર વિખેરી નાખશે, કારણ, તેમણે અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી પ્રભુને કોપાયમાન કર્યા છે.


પણ તું કે તારા વંશજો મને અનુસરવાનું પડતું મૂકશો, અને તમને ફરમાવેલા મારા નિયમો અને ધારાઓનો ભંગ કરશો, અને અન્ય દેવોની ભક્તિ કરશો,


તો હું મારા ઇઝરાયલ લોકને મેં તેમને આપેલા દેશમાંથી હાંકી કાઢીશ. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે પવિત્ર કરેલા આ મંદિર પરથી મારી દૃષ્ટિ ફેરવી લઈશ. ઇઝરાયલી લોકો અન્ય સર્વ લોકોમાં ઠઠ્ઠામશ્કરી અને તિરસ્કારને પાત્ર બની જશે.


સમરૂનનું પતન થવાનું કારણ એ હતું કે ઇઝરાયલીઓએ તેમને ઇજિપ્તમાંથી ત્યાંના રાજા ફેરોના હાથમાંથી છોડાવી લાવનાર તેમના ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યુ હતું અને અન્ય દેવોની પૂજા કરી હતી.


યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા.


લોકોએ ઈશ્વરના નિયમનો ભંગ કરીને, તેમના વિધિઓનો અનાદર કરીને અને તેમના કાયમી કરાર વિરુદ્ધ બંડ કરીને પૃથ્વીને ભ્રષ્ટ કરી છે.


પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો.


પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.”


જો તમે તેમને હાંકી નહિ કાઢો તો તેમની જે દુર્દશા કરવાનું મેં ધાર્યું હતું તે તમારી થશે.”


“પણ જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન નહિ થાઓ અને જે સર્વ આજ્ઞાઓ તથા ફરમાનો હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન નહિ કરો તો આ બધા શાપ તમારા પર ઊતરી આવશે અને તમને જકડી લેશે:


જો તમે અન્ય દેવદેવીઓની પૂજા કરશો તો તમારા ઈશ્વર પ્રભુનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે અને પૃથ્વીના પટ પરથી તે તમારો સમૂળગો વિનાશ કરશે. કારણ, તમારી મધ્યે વસનાર તમારા ઈશ્વર પ્રભુ કોઈ પ્રતિસ્પર્ધી પ્રત્યેની તમારી નિષ્ઠા સાંખી લેતા નથી.


તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો; જેથી લૂંટફાટ કરનારા તેમના પર હુમલો કરી તેમને લૂંટી જાય તેમ પ્રભુએ કર્યું. તેમણે તેમની આસપાસ તેમના શત્રુઓને તેમના પર પ્રબળ કર્યા અને ઇઝરાયલીઓ પોતાનું રક્ષણ કરી શક્યા નહિ.


ત્યારે પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થઈને તેમને કહેતા, “આ પ્રજાએ મેં તેમના પૂર્વજોને ફરમાવેલા કરારનો ભંગ કર્યો છે; કારણ, તેમણે મારી વાણી પર લક્ષ આપ્યું નથી.


પણ જો તમે પાપ કર્યા કરશો તો તમે અને તમારો રાજા નાશ પામશો.”


Lean sinn:

Sanasan


Sanasan