Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તો તમારા ઈશ્વર પ્રભુ આ બાકીની પ્રજાઓને હાંકી કાઢશે નહિ. એ પ્રજાઓ તમારે માટે ફાંદા કે ખાડા સમાન જોખમકારક અને તમારી પીઠ પર ચાબૂક અથવા આંખમાં કાંટા સમાન દર્દજનક બની રહેશે; એટલે સુધી કે તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા આ દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તો નિશ્ચે જાણજો કે, તમારા ઈશ્વર યહોવા હવે પછી એ દેશજાતિઓને તમારી આગળથી હાંકી કાઢનાર નથી; અને આ જે સારી ભૂમિ તમારા ઈશ્વર યહોવાએ તમને આપી છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો ત્યાં સુધી તેઓ તમને ફાંદા તથા ફાંસારૂપ, ને તમારી કૂખોમાં કાંટારૂપ, ને તમારી આંખોમાં કણીરૂપ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તો પછી નિશ્ચે જાણજો કે, તમારા યહોવાહ પ્રભુ હવે પછી આ દેશજાતિઓને તમારી આગળથી દૂર કરશે નહિ. આ સારી જમીન કે જે તમારા યહોવાહ, પ્રભુએ તમને આપી છે તેમાંથી તમારો નાશ થઈ જાય ત્યાં સુધી એ લોકો તમારા માટે જાળ અને ફાંદારૂપ તથા, તમારી પીઠ પર ફટકારૂપ અને આંખોમાં કાંટારૂપ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તો ખાતરી રાખો, તમાંરા દેવ યહોવા તમાંરી આગળથી એ લોકોને પછી હાંકી કાઢશે નહિ, પરંતુ તેઓ તમાંરા બધા માંટે ભયંકર બની જશે, તેઓ આંખમાં ધુમાંડા કે કાંટા જેવા બનશે અથવા તમાંરી પાછળ સર્પ જેવાં જ્યાં સુધી યહોવા તમાંરા દેવ જેણે આ સારી ભૂમિ તમને આપી છે. તે તમને તેમાંથી બહાર જવા દબાણ નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:13
24 Iomraidhean Croise  

અને તે વૃદ્ધ થયો તેટલા સમયમાં તો તેઓ તેને વિદેશી દેવતાઓની ભક્તિ તરફ વાળી ગઈ. તેના પિતા દાવિદની જેમ તે તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાવાન રહ્યો નહિ.


તેથી પ્રભુએ ઇઝરાયલ પર કોપાયમાન થઈ તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા અને માત્ર યહૂદિયાનું કુળરાજ્ય જાળવી રાખ્યું.


પ્રભુએ સર્વ ઇઝરાયલીઓનો ત્યાગ કર્યો અને તેમને શિક્ષા કરી તેમને તેમના ક્રૂર શત્રુઓના હાથમાં સોંપી દીધા અને અંતે તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા.


ત્યાં બેબિલાનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. એમ યહૂદિયાના લોકોનો દેશનિકાલ થયો.


પછી ગરીબતવંગર સર્વ ઇઝરાયલીઓ અને સૈન્યના અમલદારો ત્યાંથી ઇજિપ્ત જતા રહ્યા, કારણ, તેઓ ખાલદીઓથી ગભરાતા હતા.


તેમની મિજબાનીઓ તેમને માટે જાળરૂપ બનો અને તેમનાં પવિત્ર ભોજનો તેમને માટે ફાંદારૂપ બનો.


ફેરોના અમલદારોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ આપણે માટે આફતનું કારણ બની રહેશે? લોકોને તેમના ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરવા જવા દો. શું તમને ખ્યાલ નથી કે ઇજિપ્તનો વિનાશ થઈ ચૂક્યો છે?”


તે લોકોને તમારા દેશમાં રહેવા દેશો નહિ; જો તમે તેમને રહેવા દેશો તો તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવશે. જો તમે તેમના દેવોની પૂજા કરશો તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.”


તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે.


પ્રભુએ કહ્યું, “ઇઝરાયલનો તિરસ્કાર કરનાર આસપાસના લોકો હવે કદી તીક્ષ્ણ કાંટા કે ઝાંખરાની જેમ તેને ભોંકાશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.”


જો તમે તે દેશના વતનીઓને નહિ હાંકી કાઢો, તો જેઓ બાકી રહી જશે તેઓ તમારી આંખમાં કણીની જેમ અને તમારા પડખામાં કાંટાની જેમ ખૂંચશે અને તમને હંમેશા પરેશાન કરશે.


કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.


પ્રભુએ ભારે ક્રોધાવેશમાં અને તેમના ઉગ્ર રોષમાં તેમને તેમના દેશમાંથી ઉખેડી નાખ્યા અને વિદેશમાં ધકેલી દીધા અને આજે પણ તેઓ ત્યાં જ છે.”


તો હું આજે તમને ચેતવણી આપું છું કે તમે જરૂર નાશ પામશો. જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં લાંબો સમય વાસ કરી શકશો નહિ.


તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


અને પાછા ફરે, તથા તેમને વશ કરી લઈને પોતાની ઇચ્છાને આધીન કરનાર શેતાનના ફાંદામાંથી છટકી જાય.


યહોશુઆ મૃત્યુ પામ્યો ત્યારે દેશમાં બાકી રહી ગયેલી અન્ય પ્રજાઓને હું હવે હાંકી કાઢીશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan