Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ ઇઝરાયલને તેમની આસપાસના તેમના સર્વ શત્રુઓથી સહીસલામતી આપી. તે પછી ઘણો સમય વીતી ગયો. દરમ્યાનમાં યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાએ ઇઝરાયલીઓને તેઓની ચારે તરફના સર્વ શત્રુઓથી વિશ્રાંતિ આપ્યા પછી ઘણે દિવસે. એટલે યહોશુઆ ઘણો વૃદ્ધ તથા વયધર થયો હતો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અને ઘણાં દિવસો પછી, યહોવાહે જયારે ઇઝરાયલને તેઓના ચારેબાજુના સર્વ શત્રુઓથી સલામતી બક્ષી, ત્યારે યહોશુઆ ઘણો વૃદ્ધ થયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ ઇસ્રાએલીઓને તેના આજુબાજુના શત્રુઓથી શાંતિ અપાવી. ત્યાર પછી ઘણાં વર્ષો વીતી ગયાં. યહોશુઆ વૃદ્ધ અને અશક્તિમાંન થયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:1
15 Iomraidhean Croise  

તે પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


દાવિદ રાજા હવે ઘણો વૃદ્ધ થયો હતો, અને તેના નોકરોએ તેને કામળા ઓઢાડયા, તોપણ તેનામાં ગરમી આવી નહિ.


દાવિદે કહ્યું, ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના લોકોને શાંતિ આપી છે અને તે પોતે કાયમ માટે યરુશાલેમમાં વસનાર છે.


ઇઝરાયલીઓનાં કુટુંબોના વડા, ગોત્રના આગેવાનો અને સહાધિપતિઓ અને શતાધિપતિઓ તથા અન્ય અધિકારીઓની આ યાદી છે; તેઓ રાજયવહીવટની કામગીરી સંભાળતા. વર્ષના પ્રત્યેક મહિને તે માસના મુખ્ય અધિકારી હેઠળની ટુકડી વારા પ્રમાણે ફરજ પર રહેતી. પ્રત્યેક ટુકડી ચોવીસ હજારની હતી.


અબિયા રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેનો પુત્ર આસા તેના પછી રાજા થયો, અને આસાના રાજ્ય અમલમાં દેશે દશ વર્ષ શાંતિ ભોગવી.


તેણે યહૂદિયાનાં બધાં શહેરોમાંથી વિધર્મી ભજનસ્થાનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો તેથી તેના અમલ દરમ્યાન રાજ્યમાં શાંતિ રહી.


આમ, યહોશાફાટે શાંતિપૂર્વક રાજ કર્યું અને પ્રભુએ તેને ચારે તરફની સલામતી બક્ષી.


તે પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દે છે; તે ધનુષ્યો ભાંગી નાખે છે. ભાલાઓને તોડી નાખે છે; અને ઢાલોને બાળી નાંખે છે.


ફળદ્રુપ ખીણપ્રદેશમાં લઈ જવાતાં ઢોરની જેમ પ્રભુએ પોતાના આત્મા દ્વારા તેમને આરામ આપ્યો. પોતાનું નામ મહિમાવંત કરવા માટે તેમણે તેમને એ રીતે દોર્યા.


“આજે હું એક્સો વીસ વર્ષનો થયો છું, અને તમને યુધની અવરજવરમાં દોરી શકું તેમ નથી. કારણ, પ્રભુએ મને કહ્યું છે કે, ‘તું યર્દન નદીની પેલે પાર જઈશ નહિ.’


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા અનુસાર યહોશુઆએ આખો દેશ જીતી લીધો. યહોશુઆએ ઇઝરાયલીઓને એ દેશ તેમને પોતાના વતન તરીકે કુળવાર વહેંચી આપ્યો. પછી દેશમાં લડાઈ બંધ થઈ.


યહોશુઆ હવે ઘણો વયોવૃદ્ધ થયો હતો. પ્રભુએ તેને કહ્યું, “તું ઘણો વૃદ્ધ થયો છે, પણ વતન તરીકે કબજે કરી લેવાનો હજી ઘણો પ્રદેશ બાકી રહ્યો છે.


તેમના પૂર્વજોને પ્રભુએ આપેલા વચન મુજબ તેમણે તેમને આખા દેશમાં શાંતિ આપી. તેમનો કોઈ શત્રુ તેમની સામે ટક્કર ઝીલી શક્યો નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલીઓને તેમના સર્વ શત્રુઓ પર વિજય પમાડયો.


હવે તમારા ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે તમારા સાથી ઇઝરાયલીઓને વિશ્રામદાયક વસવાટ આપ્યો છે. તો હવે તમે પ્રભુના સેવક મોશેએ યર્દનના પૂર્વ ભાગમાં તમને આપેલા તમારા પોતાના વસવાટના પ્રદેશમાં તમારે ઘેર પાછા જાઓ.


હવે એ રાજા તમારો અગ્રેસર છે. હું તો વૃદ્ધ થયો છું અને મને માથે પળિયાં આવ્યાં છે. વળી, મારા પુત્રો તમારી સાથે છે. મારી બાલ્યાવસ્થાથી આજ સુધી તમારી સમક્ષ મેં મારું જીવન ગુજાર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan