Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:34 - પવિત્ર બાઇબલ C.L.

34 રૂબેન અને ગાદના વંશજોએ કહ્યું, “આ વેદી આપણ સૌને માટે પ્રભુ જ ઈશ્વર છે તેની સાક્ષીરૂપ છે.” તેથી તેમણે તેનું નામ ‘સાક્ષી’ પાડયું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તે વેદીનું નામ [એદ] પાડ્યું; કેમ કે [તેઓએ કહ્યું કે,] “તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવા એ જ ઈશ્વર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 રુબેનીઓ અને ગાદીઓએ તે વેદીનું નામ “એદ” પાડયું, કેમ કે તેઓએ કહ્યું કે, “તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવાહ એ જ પ્રભુ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 રૂબેન અને ગાદના લોકોએ વેદીનું નામ પાડ્યું: “તે આપણી વચ્ચેના સાક્ષી છે કે યહોવા એ જ દેવ છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:34
8 Iomraidhean Croise  

લાબાને તેનું નામ ‘યગાર-સહાદૂથા (સાક્ષીનો ઢગલો) પાડયું, જ્યારે યાકોબે તેનું નામ ‘ગાલએદ’ (સાક્ષીનો ઢગલો) પાડયું.


લાબાને યાકોબને કહ્યું, “આ પથ્થરોનો ઢગલો આપણી બન્‍નેની વચમાં સાક્ષીરૂપ રહેશે.” તેથી તે સ્થળનું નામ ગાલએદ પડયું.


એ જોઈને લોકો જમીન પર ઊંધા પડી ગયા અને બોલી ઊઠયા, “યાહવે જ ઈશ્વર છે, એકલા પ્રભુ જ ઈશ્વર છે.”


એ સમયે ઇજિપ્તના મધ્ય ભાગમાં પ્રભુને સમર્પિત એવી વેદી હશે અને ઇજિપ્તની સરહદ પર પ્રભુના સ્મરણાર્થે શિલાસ્તંભ સ્થપાશે.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલી લોકો, મારા સાક્ષીઓ તો તમે છો. મેં તમને મારા સેવક થવા પસંદ કર્યા છે; જેથી તમે મને ઓળખો, મારા પર ભરોસો રાખો અને માત્ર હું જ ઈશ્વર છું એવું સમજો. મારા સિવાય બીજો કોઈ દેવ નથી; કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી.


પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’


પણ અમારા લોકો અને તમારા લોકો વચ્ચે અને હવે પછીના આપણા વંશજો માટે એ સાક્ષીનું પ્રમાણચિહ્ન બની રહે કે મુલાકાતમંડપમાં દહનબલિ, અન્ય બલિદાનો અને સંગતબલિ ચડાવી પ્રભુનું ભજન કરવાનો અમને પણ હક્ક છે.’ અમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી એવું તમારા વંશજો ન કહી શકે માટે અમે એ કર્યું છે.


તેણે સર્વ લોકોને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે. પ્રભુ આપણી સાથે જે વચનો બોલ્યા તે બધાં તેણે સાંભળ્યા છે. તેથી તે તમારી વિરુદ્ધ સાક્ષી બનશે, જેથી તે તમને તમારા ઈશ્વર વિરુદ્ધ બંડ કરતાં રોકે.”


Lean sinn:

Sanasan


Sanasan