યહોશુઆ 22:25 - પવિત્ર બાઇબલ C.L.25 પ્રભુએ અમારી અને તમારી એટલે રૂબેન તથા ગાદના લોકો વચ્ચે યર્દનની સરહદ કરાવી છે. તમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી.’ આમ, તમારા વંશજો અમારા વંશજોને પ્રભુનું ભજન કરતા અટકાવી દે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કેમ કે, હે રુબેનપુત્રો અને ગાદપુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ ઠરાવી છે; [તેથી] તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી; એમ [કહીને] તમારા પુત્રો અમારા પુત્રોને યહોવાનું ભય રાખતાં અટકાવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 કેમ કે યહોવાહે યર્દનને તમારી અને અમારી વચ્ચે સરહદ બનાવી છે. તેથી રુબેનના લોકો અને ગાદના લોકો તમારે યહોવાહ સાથે કશો લાગભાગ નથી.’ એવું કહીને તમારા દીકરાઓ અમારા દીકરાઓને યહોવાહની આરાધના કરતાં અટકાવે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 યહોવાએ અમને આપ્યું: યહોવાએ રૂબેન અને ગાદના લોકોને યર્દન નદીની બીજી બાજુ પરની ભૂમિ આપી તેથી નદી તમને અને અમને જુદા પાડે છે. તેથી તમાંરા બાળકો અમાંરા બાળકોને યહોવાનો ડર રાખતાં રોકશે. તેઓ અમાંરા બાળકોને કહેશે: ‘તમાંરો યહોવામાં કોઈ ભાગ નથી.’ Faic an caibideil |
તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.