યહોશુઆ 22:19 - પવિત્ર બાઇબલ C.L.19 તેથી હવે તમારો પ્રદેશ પ્રભુની આરાધના માટે યથાયોગ્ય ન હોય તો અહીં જ્યાં પ્રભુનો મુલાકાતમંડપ છે ત્યાં આ તરફ પ્રભુના દેશમાં આવતા રહો અને અમારી સાથે વસવાટ કરો. પણ તમે પ્રભુનો વિદ્રોહ ન કરશો અને પ્રભુની વેદી ઉપરાંત અન્ય વેદી બાંધીને અમને તમારા વિદ્રોહમાં ન સંડોવશો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તથાપિ જો તમારા વતનની ભૂમિ અપવિત્ર [લાગતી] હોય, તો યહોવાએ વતનને માટે આપેલી ભૂમિ, જ્યાં યહોવાનો મંડપ રહે છે, ત્યાં [નદી] ઊતરીને આવો, ને અમારી ભેગા રહો; પણ આપણા ઈશ્વર યહોવાની વેદી સિવાય બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરશો નહિ, ને અમારો પણ દ્રોહ કરશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જો તમારા વતનનો પ્રદેશ અપવિત્ર હોય, તો તમે એ દેશમાં કે જ્યાં યહોવાહનો મંડપ ઊભો છે ત્યાં અમારી મધ્યે પોતાને માટે વારસો લો. પણ યહોવાહની વિરુદ્ધ દ્રોહ કરશો નહિ, બીજી વેદી બાંધીને યહોવાહ અમારા પ્રભુની વિરુદ્ધ દ્રોહ અને અમારી વિરુદ્ધ દ્રોહ કરશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ19 “જો તમાંરો પ્રદેશ અપવિત્ર હોય તો તમે બધા યહોવાના પોતાના પ્રદેશમાં આવી શકો. જયાં યહોવા દેવનો મુલાકાતમંડપ છે અને અમાંરી ભૂમિમાંથી તમે થોડી ભૂમિ લો. પરંતુ આપણા દેવ યહોવાની વેદીથી જુદી બીજી વેદી બાંધીને યહોવા સામે અને અમાંરી સામે બળવો કરશો નહિ. Faic an caibideil |
તો હવે તારે માટે પ્રભુ તરફથી જે સંદેશો છે તે સાંભળ. ‘તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે અને તારાં પુત્રપુત્રીઓ લડાઈમાં માર્યાં જશે. તારી જમીનના ભાગ પાડી દઈ બીજાઓને વહેંચી દેવામાં આવશે, અને તું અશુદ્ધ એવા વિધર્મી દેશમાં મૃત્યુ પામશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ર્વે પોતાના દેશમાંથી બીજે દેશ ગુલામ તરીકે લઈ જવામાં આવશે.”