Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:43 - પવિત્ર બાઇબલ C.L.

43 આમ, ઇઝરાયલીઓના પૂર્વજોને પ્રભુએ આપેલા શપથપૂર્વકના વચન પ્રમાણે તેમણે તેમને આખો દેશ આપ્યો. તેમણે તેનો કબજો મેળવ્યો એટલે તેમાં વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 એ રીતે યહોવાએ ઇઝરાયલને તે આખો દેશ આપ્યો કે, જે તેમના પિતૃઓને આપવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી; અને તેઓ તેનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાહે ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 આમ યહોવાએ ઇસ્રાએલીઓને સર્વ પ્રદેશ આપી દીધો જે તેણે તેઓને આપવાનું તેઓના પિતૃઓને વચન આપ્યું હતું તેઓ આવ્યાં અને તેની માંલિકી લીધી અને ત્યાં સ્થાયી થયાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:43
26 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


તું જુએ છે તે આખો પ્રદેશ હું તને તથા તારા વંશજોને કાયમને માટે આપીશ.


ઈશ્વર તને અને તારા વંશજોને અબ્રાહામના જેવી આશિષ આપો; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલો આ દેશ જેમાં તું વસતો ફરે છે તેનો તું કબજો મેળવે!”


તેઓ અહીં આવીને વસ્યા છે અને તેમણે તમારા નામના માનમાં મંદિર બાંધ્યું છે;


એ પ્રમાણે તેમણે કનાન દેશ જીતી લીધો, અને ત્યાંના રહેવાસીઓનો તમે પરાજ્ય કર્યો. કનાનના લોકો અને રાજાઓ સાથે પોતાને ફાવે તેવો વર્તાવ કરવાને તમે તેમને શક્તિ આપી.


તે તમને વિશ્વાસુ માલૂમ પડયો અને તમે તેની સાથે કરાર કર્યો. ભવિષ્યમાં તેનાં સંતાનોને વસવા માટે તમે તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો પરિઝ્ઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું કરારયુક્ત વચન આપ્યું. તમે તમારું વચન પાળ્યું પણ ખરું; કારણ, તમે વિશ્વાસુ છો.


તે સદા પોતાનો કરાર પાળે છે, અને પોતે આપેલું વચન હજારો પેઢી સુધી યાદ રાખે છે.


અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્‍ન હતા.


પોતાના લોકે આગેકૂચ કરી તેમ ઈશ્વરે ત્યાંના વતનીઓને હાંકી કાઢયા અને તેમની ભૂમિ ઇઝરાયલનાં કુળોને વહેંચી આપી, અને તેમના તંબૂઓમાં પોતાના લોકને વસાવ્યા.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો.


તમારે તે દેશનો કબજો લઈને તેમાં વસવાટ કરવો; કારણ, મેં તે દેશ તમને આપ્યો છે.


તમે યર્દન નદી પાર કરવાના છો અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ સોંપે છે તેનો કબજો લેવાના છો. જ્યારે તમે એ દેશનો કબજો લો અને ત્યાં વાસ કરો,


“જે પ્રજાઓના પ્રદેશનો કબજો લેવા તમે જાઓ છો તેમને જ્યારે તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળથી નાબૂદ કરે અને તમે તેમના દેશનું વતન પામીને ત્યાં વસવાટ કરો;


“તમારા ઈશ્વર પ્રભુ જે દેશ તમને આપે છે તેમાં જઈને તમે તેનો કબજો લો અને તેમાં ઠરીઠામ થાઓ ત્યારે તમને થશે કે, ‘આસપાસની સર્વ પ્રજાઓની જેમ અમારે પણ અમારા ઉપર રાજાની નિમણૂક કરવી છે.’


પ્રભુએ મોશેને કહ્યું, “આ દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ આગળ શપથ લીધા હતા કે હું તે તેમના વંશજોને આપીશ. મેં તને તે દેશ નજરોનજર દેખાડયો છે પણ યર્દન પાર કરીને તું ત્યાં જવા પામશે નહિ.”


બળવાન તથા હિમ્મતવાન થા; કારણ, આ લોકોના પૂર્વજોની આગળ મેં ખાધેલા સોગંદ પ્રમાણે આ દેશનો કબજો સંપાદન કરવામાં તારે તેમના આગેવાન બનવાનું છે.


પ્રત્યેક નગરની આસપાસ ગોચર, એમ બધાં નગરો ગોચર સહિતનાં હતાં.


તમે હવે તે પ્રદેશ પાછો લઈ લેવાનો પ્રયાસ કરો છો? તમારા દેવ કમોશે તમને આપ્યો હોય તે પ્રદેશ તમે રાખો. પણ અમે તો અમારા ઈશ્વર પ્રભુએ અમારે માટે જે કંઈ પ્રદેશ લઈ લીધો છે તે રાખવાના છીએ.


યાકોબ અને તેનું કુટુંબ ઇજિપ્તમાં ગયાં અને ઇજિપ્તીઓએ તેમના પર જુલમ ગુજાર્યો ત્યારે તમારા પૂર્વજોએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે મોશે અને આરોનને મોકલ્યા. તેઓ તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા અને આ દેશમાં વસાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan