Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 20:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી તેમણે યર્દનની પશ્ર્વિમ તરફ નાફતાલીના પહાડીપ્રદેશમાં ગાલીલમાં આવેલા કેદેશને, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા શેખેમને અને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનને તે માટે અલગ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેઓએ ગાલીલમાં નફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન), એમને અલગ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી ઇઝરાયલીઓએ આશ્રયનગર તરીકે ગાલીલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંનાં કેદેશ, એફ્રાઇમનાં પર્વતીય પ્રદેશમાંનાં શખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંનાં કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આથી તેઓએ આ શહેરોને “સુરક્ષિતનગરો” તરીકે જુદા પાડ્યા: નફતાલીના ડુંગરાળ દેશ ગાલીલમાં આવેલું કેદેશ એફ્રાઈમના ડુંગરાળ દેશમાં આવેલું શેખેમ, અને યહૂદાના ડુંગરાળ દેશમાં આવેલું કિર્યાથ-આર્બા (એટલે કે હેબ્રોન).

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 20:7
22 Iomraidhean Croise  

સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો.


રહાબામ શખેમ ગયો. ત્યાં ઉત્તર ઇઝરાયલના લોકો તેને રાજા બનાવવા એકત્ર થયા હતા.


નાફતાલીના કુળપ્રદેશમાં: ગાલીલમાં આવેલ કેદેરા, હામ્મોન અને કિર્યાથાઈમ.


રહાબામ શખેમ ગયો; કારણ, ત્યાં સર્વ ઇઝરાયલીઓ તેને રાજા ઠરાવવા એકત્ર થયા હતા.


“તમારે લેવીઓને કુલ અડતાલીસ નગરો ચરાણની જમીન સાથે આપવાનાં છે. તેમાંનાં છ આશ્રયનાં નગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો ખૂની ત્યાં નાસીને આશ્રય લઈ શકશે.


થોડા સમય પછી મિર્યામ તૈયાર થઈને યહૂદિયાના પહાડી પ્રદેશના એક ગામમાં જવા ઉતાવળે ચાલી નીકળી.


ત્યાર પછી મોશેએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો ઠરાવ્યાં.


કેદેશનો રાજા, ર્કામેલમાં આવેલાં યોકનઆમનો રાજા,


પહેલાં હેબ્રોન તો આર્બાનું નગર કહેવાતું હતું. (આર્બા તો અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો.) હવે દેશમાં શાંતિ પ્રવર્તતી હતી.


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્‍નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું.


તેમાં કોટવાળાં નગરો આ પ્રમાણે હતાં: સિટ્ટીમ, સેર, હામ્માથ, રાક્કાથ, ક્ધિનેરેથ,


આદમા, રામા, હાસોર,


કેદેશ, એડ્રેઈ, એન-હાસોર,


યર્દનની પૂર્વ તરફ યરીખોની પૂર્વ તરફના રણપ્રદેશના મેદાનમાં તેમણે રૂબેનના કુળપ્રદેશમાં આવેલા બેસેરને, ગાદના કુળપ્રદેશમાં આવેલા ગિલ્યાદમાંના રામોથને અને મનાશ્શાના કુળપ્રદેશમાં આવેલા બાશાનમાંના ગોલાનને પસંદ કર્યા.


તેમને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલ કિર્યાથ-આર્બા (આર્બા તો અનાકનો પિતા હતો), જે હાલ હેબ્રોન કહેવાય છે તે તેની આસપાસનાં ગૌચર સહિત આપવામાં આવ્યું.


હેબ્રોન, જે ખૂની માટેનું એક આશ્રયનગર હતું તેનાં ઉપરાંત આરોન યજ્ઞકારના વંશજોને બીજાં આ નગરો ફાળવવામાં આવ્યાં: લિબ્ના,


તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલું શખેમ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, ગેમેર,


નાફતાલીના કુળપ્રદેશમાંથી તેમને ત્રણ નગરો મળ્યાં: ગાલીલમાં આવેલું કેદેશ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, હામ્મોથ-દોર, અને ર્ક્તાન તેમનાં ગોચર સહિત.


યહોશુઆએ ઇઝરાયલનાં બધાં કુળોને શખેમમાં એકત્ર કર્યાં. તેણે તેમના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓ સૌ ઈશ્વરની સમક્ષ હાજર થયા.


યરૂબ્બઆલ એટલે ગિદિયોનનો પુત્ર અબિમેલેખ શખેમમાં તેના મામાઓ પાસે ગયો. તેણે તેમને તથા તેની માતાના પિતાના કુટુંબના ગોત્રના સર્વ માણસોને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan